+

મહિલા ડૉકટર આત્મહત્યા કેસ : પોલીસને એક અઠવાડિયા પછી પણ ખબર નથી ક્યા છે PI ખાચર

DR. Vaishali Joshi Suicide Case : થોડા દિવસો પહેલા અમદાવાદ ક્રાઈમ બ્રાંચના ગેટ પાસે એક મહિલા તબીબનું રહસ્યમય (mysterious death) મોતની ઘટના બની હતી. આ મહિલા 32 વર્ષીય ડૉ.વૈશાલી જોશી…

DR. Vaishali Joshi Suicide Case : થોડા દિવસો પહેલા અમદાવાદ ક્રાઈમ બ્રાંચના ગેટ પાસે એક મહિલા તબીબનું રહસ્યમય (mysterious death) મોતની ઘટના બની હતી. આ મહિલા 32 વર્ષીય ડૉ.વૈશાલી જોશી (Dr. Vaishali Joshi) છે. જેના આત્મહત્યા (Suicide) ને એક અઠવાડિયાનો સમય થયો હજું પણ આરોપી PI ખાચર ક્યા છે તેની કોઇ જાણ નથી. જણાવી દઇએ કે, આપઘાત (Suicide) બાદ જ્યારે તપાસ કરવામાં આવી ત્યારે ડૉ.વૈશાલીના પર્સમાંથી 15 પાનાની એક નોટ મળી આવી હતી. જેમાં PI ખાચર (PI Khachar) સાથે પ્રેમ સંબંધ હોવાની હકીકત સામે આવી હતી. મળી રહેલી માહિતી અનુસાર, PI ખાચર ક્રાઈમ બ્રાંચ-EOW ખાતે ફરજ બજાવે છે.

પોલીસને ખબર નથી ક્યા છે PI ખાચર

ડૉ.વૈશાલી જોશીએ અમદાવાદ ક્રાઈમ બ્રાંચના ગેટ પાસે અપઘાત કર્યો હતો તેને અઠવાડિયોનો સમય થઇ ગયો પણ હજું સુધી તેના આરોપી PI બી.કે. ખાચરનો કોઇ અતોપતો નથી. સૌથી મોટી વાત તો એ છે કે, પોલીસે પણ તેને શોધવાનું શરૂ કર્યું નથી. ગાયકવાડ હવેલી પોલીસના એક અધિકારીએ જણાવ્યું હતું કે, શહેર ક્રાઇમ બ્રાન્ચની ઈકોનોમિક ઓફેન્સ વિંગ (EOW)માં ખાચરના સાથીઓએ પણ તપાસકર્તાઓને કહ્યું હતું કે ખાચર ક્યાં છે તે અંગે તેમને કોઈ જાણકારી નથી. કાયદાનું પાલન કરાવનારા પોલીસકર્મીઓ આ કેસમાં ભેદી મૌન પાળી રહ્યા છે. મળી રહેલી માહિતી અનુસાર, મૃતક ડૉ.વૈશાલી જોશીના પરિવારજનોએ PI ખાચર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. સૂત્રોની માનીએ તો વૈશાલી જોશી બે અઠવાડિયાથી ખાચરનો સંપર્ક કરવાનો પ્રયાસ કરી રહી હતી અને દરરોજ ક્રાઈમ બ્રાંચ કેમ્પસની મુલાકાત લેતી હતી. 6 માર્ચે જ્યારે ખાચર તેને મળ્યા ન હતા ત્યારે તેણે પોતાની જાતને ઝેરનું ઈન્જેક્શન આપ્યું હતું અને તેનું મોત થયું હતું. ગાયકવાડ હવેલી પોલીસે તે સમયે અકસ્માતે મોતની ફરિયાદ નોંધી હતી.

અધિકારીઓનું ભેદી મૌન

જે સમયે ડૉ.વૈશાલી જોશીએ આપઘાત કર્યો ત્યારે PI ખાચર પોલીસના વાર્ષિક સંમેલનના એક કાર્યક્રમમાં હતો અને ત્યાં જ તેને આ વિશે ખબર પડી હતી કે વૈશાલીએ આપઘાત કરી લીધો છે. આ વાતની ગંભીરતા બાદ તે ત્યાંથી નીકળી ગયો હતો અને કોઈ અજ્ઞાત જગ્યાએ જતો રહ્યો હતો. હજુ સુધી તેની કોઈ ભાળ મળી નથી. આજે તે વાતને અઠવાડિયું થઇ ગયું છે. કહેવાય છે કે, પોલીસ અધિકારીઓ આવી સ્થિતિમાં હંમેશા ન્યૂટ્રલ રહીને પીડિતને ન્યાય મળે તેવો પ્રયાસ કરતા હોય છે. જો કે આ કિસ્સામાં અધિકારીઓ પણ ભેદી મૌન પાળી રહ્યા છે. જેણે ઘણા સવાલો ઉભા કરી દીધા છે. એક નાનો ક્રાઈમ કરનારો વ્યક્તી પોલીસની આંખથી બચી સકતો નથી તો આજે અઠવાડિયા સુધી તેમના જ ડિપાર્ટમેન્ટનો એક અધિકારી કોઇને પણ જાણ કર્યા વિના જતો રહ્યો હોય અને તેની તેના સાથી મિત્રોને પણ ખબર ન હોય તે વાત લોકોના મનમાં ઘણા સવાલો ઉભા કરી રહી છે.

ખાચરે એક મહિના પહેલા બ્રેકઅપ કર્યું હતું

મૃતક પાસેથી મળી આવેલી Suicide માં લખેલું હતું કે, મારો અંતિમ સંસ્કાર PI બી.કે. ખાચર કરે. જોકે સુત્રો દ્વારા એવું કહેવામાં આવ્યું હતું કે ડૉ. વૈશાલી જોશી સાથે PI બી.કે. ખાચરે એક મહિના પહેલા બ્રેકઅપ કરી લીધું હતું. તેથી સચોટ પુરાવા ન મળતા હોવાને કારણે PI બી.કે. ખાચર વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી નથી. ત્યારે ડૉ. વૈશાલી જોશી દ્વારા આપઘાત કર્યાના આજે છઠ્ઠા દિવસે અમદાવાદ પોલીસ (Ahmedabad Police) મહિસાગર (Mahisagar) ના ડેભારી ગામે પહોંચી હતી. અમદાવાદ પોલીસ (Ahmedabad Police) દ્વારા તેના પરિવારજનો સાથે 10 કલાક જેવો સમય પસાર કરીને ઘટનાક્રમ અંગે નિવેદન લેવામાં આવ્યું હતું. અમદાવાદ પોલીસ (Ahmedabad Police) સાંજે 4 કલાકની આસપાસ મૃતકના પરિવારજનોનું નિવેદન લઈને રવાના થઈ હતી. અમદાવાદ પોલીસ (Ahmedabad Police) દ્વારા મૃતક પાસેથી મળેલી Suicide Note ને તેના પરિવારજનોને વંચાવી હતી.

આ પણ વાંચો – Dr. Vaishali Joshi case : PI બી.કે. ખાચરની વધી શકે છે મુશ્કેલીઓ! નોંધાઈ શકે છે દુષ્પ્રેરણાની ફરિયાદ

આ પણ વાંચો – DR. Vaishali Joshi Case Update: ડૉ. વૈશાલીના કેસને લઈ વાતાવરણ ગરમાયું, બ્રહ્મ સમાજે આંદોલનની આપી ચીમકી

આ પણ વાંચો – Ahmedabad, Crime Branch : ક્રાઈમ બ્રાંચના ગેટ પાસે મહિલા તબીબનું રહસ્યમય મોત

Whatsapp share
facebook twitter