+

SMC Big Raid : 78 લાખનો વિદેશી દારૂ પકડવા કઈ તરકીબ અપનાવી, જાણો

SMC Big Raid : Gujarat DGP વિકાસ સહાય (Vikas Sahay IPS) ના તાબામાં આવતા સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડા (SMC Big Raid) એ ઈતિહાસ સર્જી નાંખ્યો છે. રાજ્યભરમાં ભારતીય બનાવટનો વિદેશી…

SMC Big Raid : Gujarat DGP વિકાસ સહાય (Vikas Sahay IPS) ના તાબામાં આવતા સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડા (SMC Big Raid) એ ઈતિહાસ સર્જી નાંખ્યો છે. રાજ્યભરમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ (IMFL) ઘૂસાડવાનું નેટવર્ક બુટલેગરો અને IPS અધિકારીઓની ભાગીદારીથી આજે પણ ચાલી રહ્યું છે અને આ તેનું ઉત્તમ ઉદાહરણ છે. વડોદરા શહેર (Vadodara City) માં એસએમસીએ નોંધપાત્ર દરોડો (SMC Big Raid) પાડી પોણા કરોડ રૂપિયાથી વધુનો વિદેશી દારૂ પકડી પાડ્યો છે. State Monitoring Cell ની આ કામગીરીના કારણે હપ્તાબાજ IPS અધિકારીઓના પેટ પર પાટુ પડ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે.

Team SMC એ ઈતિહાસ સર્જ્યો

પ્રોહિબિશન, ગેમ્બલિંગ સહિતની પ્રવૃત્તિઓ પર રોક લાવવા Team SMC એ અનેક નોંધપાત્ર કામગીરી કરી છે. અમદાવાદ જિલ્લાના કણભા પોલીસ સ્ટેશન (Kanbha Police Station) ની હદમાંથી 60 લાખનો વિદેશી દારૂ પકડ્યાના બેએક વર્ષ બાદ વડોદરા શહેર પોલીસને દોડતી કરી છે. વડોદરા શહેરના બાપોદા પોલીસ સ્ટેશન (Bapod Police Station) ની હદમાં આજવા રોડ પર આવેલા સરદાર એસ્ટેટમાં ચાલતા વિદેશી દારૂના કટિંગનો Team SMC એ પર્દાફાશ કર્યો. SMC Big Raid માં પોણા કરોડ રૂપિયાથી વધુનો વિદેશી દારૂ અને ટ્રક, દૂધ વાહન (Milk Van) સહિત 13 વાહનો કબજે કરવામાં આવ્યા છે. મધ્યરાત્રિના ત્રાટકેલી Team SMC ને મોટાપાયે મળેલો વિદેશી દારૂનો જથ્થો ગણવામાં તેમજ મુદ્દામાલ કબજે કરવાની કાર્યવાહીમાં સવાર પડી ગઈ હતી. SMC એ કબજે કરેલો દારૂ અને મુદ્દામાલની કુલ કિંમત 1.24 કરોડ થાય છે.

SMC Big Raid in Vadodara 78 Lakh IMFL Seized

SMC Big Raid in Vadodara 78 Lakh IMFL Seized

નામચીન બુટલેગર ઝડપાયો

વર્ષોથી વિદેશી દારૂનો ધંધો કરતો નામચીન બુટલેગર સુનિલ રામાણી ઉર્ફે અદો (Sunil Ramani alis Ado) અને તેના ચાર સાગરિતોને SMC એ સ્થળ પરથી પકડી પાડ્યો છે. જ્યારે સુનિલ ઉર્ફે અદોનો ભાગીદાર લાલચંદ કાનાણી ઉર્ફે લાલુ સિંધી (Lalu Sindhi) અને અન્ય શખ્સોને પોલીસ ચોપડે ફરાર દર્શાવાયા છે. એક સમયના બુટલેગર કમ ગેંગસ્ટર મુકેશ હરજાણી (Mukesh Harjani) ના હત્યા કેસમાં સુનિલ ઉર્ફે અદો અને લાલુ સિંધી આરોપીઓ રહી ચૂક્યાં છે. ધરપકડના ડરથી દુબઈ ભાગી ગયેલો વિનોદ ઉધવાણી ઉર્ફે વિજુ સિંધી (Vinod Sindhi) પણ એક સમયે સુનિલ અને લાલુનો ભાગીદાર હતો.

SMC Big Raid in Vadodara 78 Lakh IMFL Seized

SMC Big Raid in Vadodara 78 Lakh IMFL Seized

કેમ SMC ટીમને એમ્બ્યુલન્સમાં જવું પડ્યું ?

Team SMC ને વડોદરા શહેરના ચોક્કસ વિસ્તારમાં વિદેશી દારૂનું મોટાપાયે કટિંગ થતું હોવાની માહિતી મળી હતી. બે સપ્તાહથી SMC ના પીઆઈ સી. એચ. પનારા (C H Panara) અને તેમનો સ્ટાફ બુટલેગરોને પકડવા પ્રયત્નશીલ હતો. જો કે, બુટલેગરો કટિંગ માટે લોકેશન બદલતા રહેતા હતા. IPS Officers ની કૃપાથી ચાલતા વિદેશી દારૂના કટિંગને પકડવું SMC માટે મોટો પડકાર હતો. બિલ્લી પગે બુટલેગરો સુધી પહોંચવા માટે PI Panara એ એક તુક્કો અજમાયો. 7 પોલીસ જવાન સાથે SMC PI C H Panara એમ્બ્યુલન્સમાં બેસી કટિંગ સ્થળે પહોંચી જઈ નવા વર્ષની શરૂઆતમાં જ મોટો દરોડો SMC Big Raid પાડી વડોદરા શહેર પોલીસને ચોંકાવી દીધી.

આ પણ વાંચો : PM Modi Lakshadweep visit : પીએમ મોદીએ લક્ષદ્વીપના દરિયામાં લગાવી ડૂબકી, બીચ પર મારી લટાર Video

Whatsapp share
facebook twitter