+

Nirlipt Rai : નિર્લિપ્ત રાયની ટીમ SMC માં ભ્રષ્ટાચાર ?

Nirlipt Rai : સ્ટેટ મોનિટરિંગ સેલ (State Monitoring Cell) જેનું અગાઉનું નામ હતું ડીજી વિજિલન્સ સ્કવૉડ. છેલ્લાં અનેક દસકાઓથી આ સેલ/સ્કવૉડનો ગુજરાતમાં દબદબો રહ્યો છે. હપ્તાબાજ IPS અધિકારીઓ જ્યારે જયારે…

Nirlipt Rai : સ્ટેટ મોનિટરિંગ સેલ (State Monitoring Cell) જેનું અગાઉનું નામ હતું ડીજી વિજિલન્સ સ્કવૉડ. છેલ્લાં અનેક દસકાઓથી આ સેલ/સ્કવૉડનો ગુજરાતમાં દબદબો રહ્યો છે. હપ્તાબાજ IPS અધિકારીઓ જ્યારે જયારે દારૂ-જુગાર સહિતના બેનંબરી ધંધાઓ ચલાવવા માજા મૂકી છે ત્યારે ગુજરાત રાજ્ય પોલીસ વડા (DGP Gujarat) નો આ સ્કવૉડ SMC મેદાનમાં આવે છે. DGP ના સીધા તાબામાં આવતા આ સ્કવૉડ/સેલ અનેક મોટા ખેલ કરી ચૂક્યો છે અને કરતો આવ્યો છે. છેલ્લાં બે વર્ષમાં Nirlipt Rai ની Team SMC પડકારો વચ્ચે અનેક નોંધપાત્ર કામગીરી કરી ચૂકી છે. તાજેતરમાં કેટલાંક PI-PSI ની SMC માં નિમણૂક કર્યાના કલાકોમાં હુકમ રદ કરવા તેમજ પીએસઆઈ રાકેશ જોષી (PSI Rakesh Joshi)  ની અચાનક પોરબંદર ખાતે બદલી થતાં અનેક ચર્ચાઓ ઊઠી છે. Nirlipt Rai ની ટીમમાં ભ્રષ્ટાચાર વકર્યો હોવાની વાતો પણ સામે આવી રહી છે.

નિષ્ઠાવાન અધિકારીઓની સરકારને કેમ જરૂર ?

મુખ્યમંત્રી ગમે તે હોય અથવા તો ગમે તેવા હોય, પરંતુ તેમને સરકારની આબરૂ સાચવવા પ્રામાણિક અધિકારીઓની જરૂર હોય છે. છેલ્લાં એકાદ દસકમાં રાજ્યનું તંત્ર ખાડે ગયું છે અને ભ્રષ્ટાચારે માજા મૂકી છે. સરકારની છબી ખરડવામાં સૌથી વધુ કોઈ વિભાગ ભૂમિકા ભજવતો હોય તો તે છે પોલીસ વિભાગ. દારૂ-જુગાર, ડિઝલ કૌભાંડ અને ખનિજ માફિયાઓ રાજકીય નેતા તેમજ ભ્રષ્ટ IPS સાથે મળીને ધમધોકાર ધંધાઓ ચલાવતા આવ્યા છે. આ તમામ કાળા કારોબારનો પર્દાફાશ કરવા માટે અને તેની ભીતરની માહિતી જાણવી હોય તો મુખ્યમંત્રી (Chief Minister) ને પ્રામાણિક-નિષ્ઠાવાન IPS અધિકારીઓની જરૂર પડે છે.

પટેલ, ગોટરૂ અને રાય જ કેમ ?

ગુજરાત પોલીસ (Gujarat Police) વિભાગમાં ચાલતા કાળા કારોબારને કાબૂમાં રાખવા વર્ષોથી DGP ના સીધા તાબામાં સ્ટેટ મોનિટરિંગ સેલ કાર્યરત છે. દારૂ-જુગારના બેનંબરી ધંધાના સખ્ત વિરોધી તત્કાલિન CM આનંદીબહેન પટેલે (Anandiben Patel) ભૂતકાળમાં હસમુખ પટેલ (Hasmukh Patel) જેવા પ્રામાણિક અધિકારીને SMC માં નિમણૂક આપી હતી. મહિને લાખો-કરોડોની આવકમાં અવરોધરૂપ બનતા હસમુખ પટેલને ઉચ્ચ અધિકારી તરફથી જરૂરી સ્ટાફ અને સ્વતંત્રતા મળતી ન હતી. આથી IPS Hasmukh Patel એ ફેબ્રુઆરી-2016માં સામેથી SMC નો ચાર્જ છોડી દીધો હતો. જો કે, રાજ્ય ગૃહ વિભાગે (Home Department Gujarat) પટેલને ફરીથી ચાર્જ સંભાળી લેવા આદેશ કર્યો હતો. હસમુખ પટેલ બાદ વર્ષ 2018માં પ્રામાણિક મહિલા અધિકારી IPS નિરજા ગોટરૂ (Neeraja Gotru) ને SMC ની જવાબદારી સોંપવામાં આવી. નિષ્પક્ષ અને કડક અધિકારીની છબી ધરાવતા અમરેલી જિલ્લા પોલીસ વડા (Amreli SP) નિર્લિપ્ત રાયને ગુજરાત સરકારે (Gujarat Government) એપ્રિલ-2022માં સ્ટેટ મોનિટરિંગ સેલમાં નિમણૂક આપી.

ઉઘરાણી સ્કવૉડમાં પોસ્ટિંગ માટે લાખો રૂપિયા

પાછલાં અનેક વર્ષોથી DG Vigilance Squad / સ્ટેટ મોનિટરિંગ સેલમાં નિમણૂક મેળવવા માટે હોદ્દા અનુરૂપ ઉચ્ચ IPS અધિકારીઓને નિવૈધ ધરાવો પડે છે. ભૂતકાળમાં તો DG Squad/SMC માં પોસ્ટિંગ માટે સીધો વહીવટ Gujarat DGP સાથે કરવામાં આવતો હતો. SMC માં નિમણૂક મેળવવા ક્યારેક તો, પૂર્વ ગૃહ મંત્રી (Former Home Minister) ઓ પણ ભલામણ કરી ચૂક્યા છે. જો કે, હાલના DG વિકાસ સહાય (Vikas Sahay) આ પ્રથાથી દૂર છે અને તેનો લાભ અન્ય પોલીસ અધિકારીઓ છૂટથી લઈ રહ્યાં છે.

સૌથી મોટી આવક કઈ ?

જુગાર અને દારૂના ધંધા (Gambling and Liquor Trade) સ્ટેટ મોનિટરિંગ સેલની સૌથી મોટી અને સરળ બેનંબરી આવક છે. આ સાથે કેમિકલ-ડિઝલ ચોરી તેમજ ખનન સહિતના બેનંબરી ધંધાઓ પણ ખરા. રાજ્યના શહેરો અને જિલ્લાઓમાં ચાલતા બેનંબરી ધંધાઓ પર દરોડા નહીં પાડવા પેટે SMC ના અધિકારીઓ મહિને લાખો-કરોડો રૂપિયાના હપ્તા ઉઘરાવે છે. ગાંધીનગર પોલીસ ભવન (Police Bhavan) માં આવતી ગંભીર આક્ષેપોવાળી અરજીઓ, દારૂ-જુગારની રેડ બાદ સ્થાનિક પોલીસ અધિકારીની સંડોવણીમાં કલીનચીટ આપવા પેટે પણ મોટા વ્યવહાર થઈ ચૂક્યા અને તેના પ્રસાદમાં મોટા સાહેબો પણ ભાગીદાર રહી ચૂક્યાં છે.
Whatsapp share
facebook twitter