+

મહેસૂલની માયાજાળ : Ahmedabad ની કરોડોની જમીનમાં મામલતદારે ડખો નાંખ્યો ?

ગાંધીનગરના પૂર્વ કલેકટર (Gandhinagar Former Collector) શંકરદાન કે. લાંગા (S K Langa IAS) ના કૌભાંડો અને આણંદના કલેકટર (Anand Collector) ડી. એસ. ગઢવી (D S Gadhavi IAS) ની હની ટ્રેપ…

ગાંધીનગરના પૂર્વ કલેકટર (Gandhinagar Former Collector) શંકરદાન કે. લાંગા (S K Langa IAS) ના કૌભાંડો અને આણંદના કલેકટર (Anand Collector) ડી. એસ. ગઢવી (D S Gadhavi IAS) ની હની ટ્રેપ (Honey Trap) થી સૌ કોઈ અવગત છે. ગઢવીની હની ટ્રેપ પાછળ પણ મૂળભૂત રીતે કલેકટર કચેરીમાં ચાલતો ભ્રષ્ટાચાર જ જવાબદાર છે. એડિશનલ કલેકટર કેતકી વ્યાસ (Ketki Vyas GAS) અને જે. ડી. પટેલે કલેકટર કચેરીમાં ચાલતા ભ્રષ્ટાચારમાં અવરોધ બનતા કલેક્ટર દિલીપદાન ગઢવી (Dilipdan Gadhavi) ને ઘૂંટણિયે લાવવા Honey Trap ગોઠવી હતી. ગુજરાત રાજ્યના મહેસૂલ વિભાગ (Revenue Department Gujarat) માં કેવા-કેવા હુકમ કરે છે તેનાથી તમને અવગત કરવાનો Gujarat First નો પ્રયાસ છે. અમદાવાદના મામલતદાર ડી. એ. રવિયા (D A Raviya) કરોડોની કિંમતની જમીનમાં આવો જ એક હુકમ કર્યો છે જે તમારી સામે અમે પ્રસ્તુત કરીએ છીએ.

બાનાખતથી લઈને અદાલત સુધીની વાત : અમદાવાદ શહેરના છેવાડે આવેલી દસેક વીઘા જમીનની માલિકી હક્કને લઈને વર્ષ 2008થી લડાઈ ચાલી રહી હતી. વાત એમ હતી કે, વડીલોપાર્જિત મિલકતના ચાર લોકોના ભાગે આવી હતી. જેમાં નંદુભાઈ, વિષ્ણુભાઈ, ભાનુબહેન અને મોહનભાઈનો સમાવેશ થતો હતો. ચાર પૈકી મોહનભાઈ અમદાવાદ અસલાલી ખાતે રહે છે. જ્યારે અન્ય ત્રણ જણાં અમેરિકા (USA) ખાતે રહે છે. જમીન માલિકો પૈકીના એક મોહનભાઈ ગોરધનભાઈ પટેલે વર્ષ 2002માં મહેન્દ્ર ખોડીદાસ ઠાકોરને સંપૂર્ણ જમીનનું બાનાખાત વેચાણ કરી આપ્યું હતું. એટલે કે, USA ખાતે રહેતા નંદુભાઈ, વિષ્ણુભાઈ અને ભાનુબહેનની સહી કે સંમતિ વિના જમીન વેચાણનો બાનાખત કરી દેવાયો. મહેન્દ્રભાઈએ વર્ષ 2008માં ચારેય જમીન માલિક સામે બાનાખત આધારે સિવિલ કોર્ટ (Civil Court) માં દાવો કર્યો હતો. જે દાવામાં અદાલતે વર્ષ 2011ની તારીખ 19 મેના રોજ મનાઈ હુકમ આપ્યો હતો. જેથી અમેરિકા ખાતે રહેતા ત્રણેય જમીન માલિકોએ સિવિલ કોર્ટમાં અપીલ કરી હતી. વર્ષ 2017ની તારીખ 9 નવેમ્બરના રોજ અદાલતે જમીન માલિકોની તરફેણમાં હુકમ કર્યો હતો. વર્ષ 2012ની તારીખ 18 જાન્યુઆરીના રોજ મહેન્દ્ર ઠાકોરે કોઈપણ શરત વિના અદાલતમાંથી પોતાનો દાવો પરત ખેંચી લીધો હતો.

7/12માં માલિક બદલાયા પછી 2011માં આપેલા સ્ટે આધારે હુકમ ? : કરોડો રૂપિયાની જમીનનો મામલો અદાલતની સાથે અમદાવાદના વટવામાં આવેલા તાલુકા સેવા સદનમાં પણ હતો. જમીનના બાનાખતને લઈને મહેન્દ્ર ઠાકોરે મામલતદાર કચેરીમાં અંદાજે વર્ષ 2008માં વાંધો લઈને લડત શરૂ કરી હતી. જો કે, વટવા સર્વે નંબર 231, 233/2, 233/1/1 અને 233/1/2 ને લઈને અદાલતમાં ચાલતા દાવાને મહેન્દ્ર ઠાકોરે 18 જાન્યુઆરી 2012માં બિનશરતી પાછો ખેંચી લીધો હતો. ત્યારબાદ US રહેતા જમીન માલિકોએ તેમના ભાગની જમીન અલ્પેશકુમાર સી. પટેલ અને અન્યને વેચાણ આપી દેતાં 7/12માં તેમના નામ દાખલ થઈ ગયા છે. આમ છતાં મામલતદાર ડી. એ. રવિયાએ તારીખ 19 મે 2011ના રોજ અદાલતે જમીનની માલિક હક્કની તકરારમાં આપેલા સ્ટેને આધાર બનાવી વાદી મહેન્દ્ર ઠાકોરની અરજીને અંશતઃ મંજૂર કરવાનો તાજેતરમાં તારીખ 16 ઓક્ટોબરના રોજ હુકમ કર્યો છે. પ્રતિવાદી મોહનભાઈ વિગેરેએ મિલકતની હાલની સ્થળ સ્થિતિ યથાવત દાવાના આખરી નિકાલ સુધી જાળવી રાખવાની પ્રતિવાદીઓ વિરૂદ્ધ હુકમ કરવામાં આવે છે.

સિટી સિવિલ કોર્ટના કેસનું સ્ટેટસ જોવા મળતું નથી : જમીનની માલિક હક્કની તકરારમાં આપેલા સ્ટેને આધાર બનાવી હુકમ કરવાના પ્રકરણમાં મામલતદારે નિયમાનુસાર કાર્યવાહી કરી હોવાનું જણાવ્યું છે. મામલતદાર રવિયાના જણાવ્યાનુસાર વાદી મહેન્દ્ર ઠાકોરે વર્ષ 2011ના રોજ અદાલતે આપેલા સ્ટેના હુકમ આધારે વાદીની અરજીને અંશતઃ મંજૂર કરી છે. હિત ધરાવનાર અદાલતના હુકમની નકલ લઈને આવે તે આધારે નોંધ કરવાની રહે છે. સિવિલ કોર્ટની કોઈ નોંધ પડાવવા આવે તો અમે તે પાડવા બંધાયેલા છે. રાજ્યની તમામ કોર્ટના હુકમ અને સ્ટેટસ (Court Status Order) આંગળીના ટેરવે ઉપલબ્ધ છે તો તે જોવાની ફરજ મહેસૂલ વિભાગની ખરી કે નહીં ? તેવો સવાલ Gujarat First ના પ્રતિનિધિએ કરતા મામલતદારે જણાવ્યું હતું કે, હાઈકોર્ટમાં ચાલતા કેસનું સ્ટેટસ જોઈ લઈએ છીએ. સિટી સિવિલ કોર્ટના કેસનું સ્ટેટસ જોવા મળતું નથી. આખરી હુકમની પ્રમાણિત નકલ સાથે કોઈ અરજી આપે તો 10 દિવસમાં તેનો નિકાલ થઈ જાય છે.

 

આ પણ  વાંચો –મોરબી પુલકાંડ : 3 પાટીદાર નેતાઓના નિવેદનથી કોંગ્રેસ પક્ષ અળગો થઇ ગયો..! વાંચો અહેવાલ

 

 

Whatsapp share
facebook twitter