+

Africa ખાતે ઇન્ડિયન એસોસિએશન ઓફ બુરુન્ડીની સ્થાપના

Africa: ભારતીય સમુદાયના લોકો દ્વારા આફ્રિકા (Africa) ના બરુન્ડીમાં ઇન્ડિયન એસોસિએશન ઓફ બરુન્ડીની સ્થાપના કરવામાં આવી છે. જે ભારતીય એસોસિએશન વાઇસ ચેરમેન મૂળ વડોદરા જિલ્લાના ડભોઇના રહેવાસી હાલ આફ્રિકા બરુન્ડી…

Africa: ભારતીય સમુદાયના લોકો દ્વારા આફ્રિકા (Africa) ના બરુન્ડીમાં ઇન્ડિયન એસોસિએશન ઓફ બરુન્ડીની સ્થાપના કરવામાં આવી છે. જે ભારતીય એસોસિએશન વાઇસ ચેરમેન મૂળ વડોદરા જિલ્લાના ડભોઇના રહેવાસી હાલ આફ્રિકા બરુન્ડી ખાતે રહેતા હિરેનભાઈ સોની કાર્યરત છે. અને એસોસિએશનના અધ્યક્ષ તરીકે અકબરભાઈ ખોજા કાર્યરત છે. પરદેશમાં રહી પોતાના દેશના લોકો માટે દરેક પરિસ્થિતિમાં ઉભા રહી તેઓની પડતી મુશ્કેલીનું નિરાકરણ લાવવા તેમજ બહાર ન દેશમાં ભારતીય સમુદાય એકજુટ રહી એકતા બનાવી રાખે તેવા ઉમદા હેતુ ઇન્ડિયન એસોસિએશન ઓફ બરુન્ડીની સ્થાપના કરવામાં આવી છે.

ભારતના રાજદૂત એચ.ઈ. ઉપેન્દ્રસિંહ રાવતના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું

જે ભારતીય એસોસિએશનની બરુન્ડી સ્થિત ઓફીસનું ઉદ્ઘાટન પ્રસંગે બરુન્ડીમાં ભારતના રાજદૂત એચ.ઈ. ઉપેન્દ્રસિંહ રાવતના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. એસોસિએશનના વાઇસ ચેરમેન હિરેન સોની તથા અઘ્યક્ષ અકબર ખોજા દ્વારા તેઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું. સાથે જ ભારતના રાજદૂત ઉપેન્દ્રસિંહ રાવત ભારતીય સમુદાયને ઉષ્માભેર મળી તેઓના ખબર અંતર પૂછ્યા હતા.

ભારતીય સમુદાયને એકજુટ રાખી એસોસિએશન ચલાવી રહ્યા છે

ડભોઇના વતની હિરેનભાઈ સોની વિદેશમાં રહી ત્યાં ભારતીય સમુદાયને એકજુટ રાખી એસોસિએશન ચલાવી રહ્યા છે અને ભારતીય દુતાવાસના એચ.ઇ. ઉપેન્દ્રસિંહ રાવત તેઓની ઓફીસના ઉદ્ઘાટન પ્રસંગે ઉપસ્થિત રહ્યા તે ડભોઈ નગરજનો માટે ગર્વની બાબત છે. હિરેનભાઈ સોની સાથે આ બાબતે ટેલિફોનિક વાત થતા તેઓએ જણાવ્યું હતું કે ઇન્ડિયન એસોસિએશન ઓફ બુરુન્ડી ત્યાં રહેતા ભારતીય સમુદાયના હિત માટે હંમેશા અગ્રેસર અને કાર્યરત રહેશે. આગમી દિવસોમાં આફ્રિકા (Africa) માં એસોસિએશન થકી ઘણા સામાજિક કાર્યો કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.

અહેવાલ – પીન્ટુ પટેલ, ડભોઇ

આ પણ વાંચો – SURAT: કતારગામ વિસ્તારમાં પ્રેમ પ્રકરણનો કરુણ અંજામ

Whatsapp share
facebook twitter