+

વડોદરા EDનો સપાટો, કેમરોક ઈન્ડસ્ટ્રીના MDની કરોડોની સંપતિ જપ્ત

વડોદરા કેમરોક કંપનીના MD કલ્પેશ પટેલની ફરી કરોડોની છેતરપિંડીનો મામલો સામે આવ્યો છે. સમગ્ર કૌભાંડ મામલે EDએ મોટી કાર્યવાહી કરી છે. કેમરોક કંપનીના એમડી કલ્પેશ પટેલની રૂ.57.23 કરોડની સંપત્તિ EDએ જપ્ત કરી છે. EDએ સત્તાવાર રીતે ટ્વીટ કરીને આ અંગેની જાણકારી આપી છે. EDએ પ્રિવેન્શન ઓફ મનીલોન્ડરિંગ એક્ટ, 2002 હેઠળ કલ્પેશ પટેલની પ્રોપર્ટી જપ્ત કરી છે.443 કરોડ રૂપિયાની છેતરપિંડીની ફરિયાદ મળતી માહિતી

વડોદરા કેમરોક કંપનીના MD કલ્પેશ પટેલની ફરી કરોડોની છેતરપિંડીનો મામલો સામે આવ્યો છે. સમગ્ર કૌભાંડ મામલે EDએ મોટી
કાર્યવાહી કરી છે. કેમરોક કંપનીના એમડી કલ્પેશ પટેલની રૂ.
57.23 કરોડની સંપત્તિ EDએ જપ્ત
કરી છે. EDએ સત્તાવાર રીતે ટ્વીટ કરીને આ અંગેની જાણકારી આપી છે. EDએ પ્રિવેન્શન ઓફ મનીલોન્ડરિંગ એક્ટ
, 2002 હેઠળ કલ્પેશ પટેલની પ્રોપર્ટી જપ્ત
કરી છે.




443 કરોડ રૂપિયાની છેતરપિંડીની ફરિયાદ

મળતી માહિતી પ્રમાણે અલ્હાબાદ
બેંકે કેમરોક કંપનીના MD કલ્પેશ પટેલ વિરુદ્ધ રૂ.
443 કરોડની છેતરપિંડીની ફરિયાદ
નોંધાવી છે. કલ્પેશ પટેલ પર કરોડો રૂપિયાના અન્ય એક છેતરપિંડીનો કેસ પણ નોંધવામાં
આવ્યો હતો. વર્ષ
2019 માં ક્રાઇમબ્રાન્ચ દ્વારા કલ્પેશ પટેલની ધરપકડ પણ કરવામાં આવી હતી. આ
સિવાય કંપની પર વર્ષ
2007 અને વર્ષ 2011 વચ્ચે ખાનગી બેંકમાંથી લીધેલી રૂ.140 કરોડની લોનમાં પણ કલ્પેશ પટેલ કસૂરવાર  હોવાનો આરોપ હતો.

કેમરોક ઈન્ડસ્ટ્રીઝ
એન્ડ એક્સપોર્ટ્સ લિમિટેડ દ્વારા એરક્રાફ્ટ અને સંરક્ષણ સામગ્રી માટે
ફાઇબર-રિઇનફોર્સ્ડ કમ્પોઝીટનું ઉત્પાદન કરવામાં આવે છે. કેમરોકના MD કલ્પેશ પટેલ
વર્ષ
2010માં તત્કાલીન રાષ્ટ્રપતિ દ્વારા કંપનીના હાલોલ રોડ પરના પ્લાન્ટનું ઉદ્ઘાટન
કર્યા પછી
, કોર્પોરેટ જગતના બ્લુ આઈડ બોય તરીકે ઓળખાતા હતા.
પરંતુ વર્ષ
2014માં કેમરોક ઈન્ડસ્ટ્રીઝ એન્ડ એક્સપોર્ટ્સ લિમિટેડ
સામે ED દ્વારા મની લોન્ડરિંગનો કેસ નોંધયા બાદ કંપની મુશ્કેલીમાં આવી ગઈ છે
.


Whatsapp share
facebook twitter