+

સુરતમાં ગુનેગારો ઉંઘતા હતા અને પોલીસ સવાર સવારમાં જ ત્રાટકી, જાણો કેમ

શહેરમાં પહેલી વખત વહેલી સવારે કોમ્બિંગસુરત શહેરના પાંચ ઝોન વિસ્તારમાં કાયૅવાહીપોલીસ મથકમાં કોમ્બિંગ કરીને ગુનાહિત પ્રવૃત્તિ સંડવાયેલાં 376 આરોપી ઝડપી પડ્યાવહેલી સવારે 5:00 થી 8 દરમિયાન કોમ્બિંગ હાથ ધરવામાં આવતા પોલીસે પાંચ તડીપારને પણ ઝડપી પાડ્યાઆગામી નાતાલ અને 31 ડિસેમ્બરને લઈને કાયદો અને વ્યવસ્થા અને જાળવણી બાબતે સુરત પોલીસ (Surat Police) કમિશનર અજય કુમાર દ્વારા ઝોન પાચ ડીસીપી હર્ષદ
  • શહેરમાં પહેલી વખત વહેલી સવારે કોમ્બિંગ
  • સુરત શહેરના પાંચ ઝોન વિસ્તારમાં કાયૅવાહી
  • પોલીસ મથકમાં કોમ્બિંગ કરીને ગુનાહિત પ્રવૃત્તિ સંડવાયેલાં 376 આરોપી ઝડપી પડ્યા
  • વહેલી સવારે 5:00 થી 8 દરમિયાન કોમ્બિંગ હાથ ધરવામાં આવતા પોલીસે પાંચ તડીપારને પણ ઝડપી પાડ્યા
આગામી નાતાલ અને 31 ડિસેમ્બરને લઈને કાયદો અને વ્યવસ્થા અને જાળવણી બાબતે સુરત પોલીસ (Surat Police) કમિશનર અજય કુમાર દ્વારા ઝોન પાચ ડીસીપી હર્ષદ મહેતા ની નેતૃત્વમાં વહેલી સવારે પાંચ થી સવારે આઠ વાગ્યા સુધી અલગ રીતે કોમ્બિંગ (Combing) હાથ ધરવામાં આવ્યું હતું જેમાં ગુનાહિત પ્રવૃત્તિ ધરાવતા ગુનેગારોના ઘરે તપાસ હાથ ધરવામાં આવી હતી જેમાં પોલીસે 376 જેટલા ગુનેગારો વિરુદ્ધ પોલીસ કાર્યવાહી કરવામાં આવી હતી જેની અંદર પાંચ જણ તડીપારના ગુનેગાર પણ ઝડપી પાડ્યા હોવાનું જાણવામળ્યું 
વિશેષ કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું 
સુરત શહેરમાં કાયદો વ્યવસ્થાને જાળવણી બાબતે પોલીસ કમિશનર અજય કુમાર તોમર દ્વારા શહેરના વિવિધ ઝોનના નાયબ પોલીસ કમિશનરને પોતાના વિસ્તારમાં ગુનાહિત પ્રવૃત્તિમાં સડવાયેલા ગુનેગારો પર કાર્યવાહી કરવાની સૂચના આપી હતી. આગામી 31 ડિસેમ્બર તેમજ નાતાલના લઈને ગુનેગાર દ્વારા કોઈ આવો સામાજિક પ્રવૃત્તિ ન થઈ તેની તકેદારી માટે અલગ અને વિશેષ કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું,જેમાં નાઈટ ની જગ્યા પર વહેલી સવારે પાંચથી આઠ દરમિયાન અડાજણ, રાંદેર,જહાંગીરપુરા, અમરોલી અને ઉત્રણ પોલીસ સ્ટેશનની હદ ગુના નોંધાયેલા હોવા ગુનેગારોને શોધવાની કામગીરી શરૂ કરી હતી જેની અંદર ઝોન પાંચના નાયબ પોલીસ કમિશનર હર્ષદ મહેતા નેતૃત્વમાં પાંચ પીઆઇ 13 પીએસઆઇ અને 160 થી વધુ પોલીસ જવાનોએ અનોખી કોમ્બિંગ પોતાની પરેડ કરી હતી જેની અંદર અલગ અલગ ગુના હેઠળ 376 ગુનેગારોને ઝડપી પાડ્યા હતા.
376 ગુનેગાર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી
 પોલીસે ગુનેગારોના ઘરની તલાસી રહેતા ઘરમાંથી 135 જીપીએચ મુજબના 44 કેસ જ્યારે દારૂ પીધેલા 24 કેસ કોર્ટના નોન બેરેબલ વોરંટ બે કેસ મારામારીના 110 જણ જ્યારે માથે ભારે ઈસમો 42 મિલકત સંબંધી આચરનલ ઈસમો 32 જ્યારે ગેરકાયદેસર દારૂની પ્રવૃત્તિ કરનાર આઠ તેમજ gps 142 મુજબ તડીપારનો હુકમનો ભંગ કરનાર પાંચ ઈસમો મળી આવ્યા હતા એટલે પોલીસે 376 ગુનેગાર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.

પ્રથમવાર સુરતમાં વહેલી સવારે કોમ્બિંગ 
કાર્યવાહી દરમિયાન નાયબ પોલીસ કમિશનર આર પી ઝાલા બીએમ ચૌધરી તેમજ અલગ અલગ પોલીસ અટકના ઇસ્પેક્ટર ફરજ પર હાજર રહ્યા હતા ગુજરાતમાં પ્રથમવાર સુરતની અંદર વહેલી સવારે કોમ્બિંગ હાથ ધરાયું હોય એવો પહેલો કિસ્સો બહાર આવ્યો છે અને પોલીસ હવે ગુનેગારની જેમ વિચાર કરતી હોય એવું લાગી આવ્યું છે
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Whatsapp share
facebook twitter