+

Gamezones : તપાસના અંતે રાજ્યમાં આટલા ગેમઝોન આખરે સીલ..!

Gamezones : ગત શનિવારે સાંજે રાજકોટના ટીઆરપી ગેમઝોનમાં લાગેલી આગમાં 33 નિર્દોષ લોકોના મોત થયા હતા. આ ઘટના બાદ રાજ્ય સરકારે તત્કાલિક અસરથી રાજ્યના તમામ ગેમઝોન (Gamezones) ને બંધ કરવાનો…

Gamezones : ગત શનિવારે સાંજે રાજકોટના ટીઆરપી ગેમઝોનમાં લાગેલી આગમાં 33 નિર્દોષ લોકોના મોત થયા હતા. આ ઘટના બાદ રાજ્ય સરકારે તત્કાલિક અસરથી રાજ્યના તમામ ગેમઝોન (Gamezones) ને બંધ કરવાનો આદેશ આપ્યો હતો અને તમામ ગેમઝોનમાં તપાસ કરવા કડક સૂચના આપી હતી. રાજ્યના 8 મહાનગરમાં આવેલા ગેમઝોનની કડક તપાસ કરાયા બાદ 101 ગેમઝોનને બંધ કરવાની સૂચના અપાઇ છે.

તપાસનો રિપોર્ટ રાજ્ય સરકારને સોંપાયો

રાજકોટ અગ્નિકાંડ બાદ રાજયભરના ગેમઝોનની ચકાસણીને લઈને મહત્વના સમાચાર મળી રહ્યા છે. રાજ્યના 8 મહાનગરોમાં આવેલા ગેમઝોનની ચકાસણી પૂર્ણ કરી દેવાઇ છે અને આ તપાસનો રિપોર્ટ રાજ્ય સરકારને સોંપાયો છે.

20 ગેમઝોન સીલ કરવામાં આવ્યા

તમામ મહાનગરોમા આવેલ ગેમઝોનની તપાસ કરવામાં આવ્યા બાદ 101 ગેમઝોન તપાસના અંતે બંધ કરવાની સૂચના અપાઇ છે, જ્યારે 20 ગેમઝોન સીલ કરવામાં આવ્યા છે જ્યાં સેફ્ટીના લગતા પગલાં લેવાયા ન હતા.

રાજ્યના 81 ગેમઝોન હંગામી ધોરણે બંધ

રાજ્યના 81 ગેમઝોન હંગામી ધોરણે બંધ કરાયા છે જ્યારે સૌથી વધુ અમદાવાદ શહેરમા 34 ગેમઝોન પૈકી પાંચ ગેમઝોન સીલ કરી દેવાયા છે અને 29 એકમ બંધ કરાયા છે જ્યારે રાજકોટ શહેરમા 12 ગેમ ઝોન પૈકી 8 સીલ કરાયા તો 4 હંગામી ધોરણે બંધ કરાયા છે.

આ પણ વાંચો— TRP gamezone : હવે ખબર પડી, આ અધિકારીઓ કેમ ભેગા થયા હતા…

આ પણ વાંચો— RMC : ” 9 ક્ષતિઓ હોવાનું અમે તો પહેલાં જ કહી દીધું હતું…”

આ પણ વાંચો—- Ahmedabad Police : શહેરના 6 ગેમઝોન પોલીસની મંજૂરી વગર જ ધમધમતા હતા

આ પણ વાંચો– Rajkot: લ્યો બોલો…TRP ગેમ ઝોન રાજકોટ મનપાના ચોપડે પાર્ટી પ્લોટ!

આ પણ વાંચો— Bharuch : Gujarat First નું મોટું ઓપરેશન…વોટર પાર્કમાં ચાલતું ધુપ્પલ જાણશો તો ચોંકી જશો!

આ પણ વાંચો- Gujarat Government : બદલી કરી કથિત આરોપી IAS IPS અધિકારીઓને બચાવી લીધાં ?

Whatsapp share
facebook twitter