+

Surat: બિહારમાં સોનાની લૂંટ કરનારા બે આરોપીને પલસાણા પોલીસે ઝડપ્યા

Surat: બિહારના સમસ્તીપુર જિલ્લાના મુફસ્સીલ પોલીસ મથક હદ વિસ્તારમાં આવેલા રિલાયન્સ જવેલર્સમાં બંદુકની અણીએ આશરે ૫ કરોડની લૂંટ તથા ઘાડની ઘટના બની હતી આરોપીઓ આઈપીએલ ક્રિકેટર અનુકુલ રાયના પિતાના પણ…

Surat: બિહારના સમસ્તીપુર જિલ્લાના મુફસ્સીલ પોલીસ મથક હદ વિસ્તારમાં આવેલા રિલાયન્સ જવેલર્સમાં બંદુકની અણીએ આશરે ૫ કરોડની લૂંટ તથા ઘાડની ઘટના બની હતી આરોપીઓ આઈપીએલ ક્રિકેટર અનુકુલ રાયના પિતાના પણ 6 લાખની લૂંટ કરીને ફરાર થઇ ગયા હતા આ બનાવમાં બે આરોપીઓને સુરત જિલ્લાની પલસાણા પોલીસે ઝડપી પાડ્યા છે.

આ મામલે મુફસ્સીલ પોલીસ મથકમાં ગુનો નોંધ્યો હતો

મળતી માહિતી મુજબ ગત 28 ફ્રેબુઆરી 2024 ના રોજ બિહારના સમસ્તીપુર જિલ્લામાં મુફસ્સીલ પોલીસ મથક હદ વિસ્તારમાં આવેલા રિલાયન્સ જવેલર્સમાં આઠ હથીયાર ધારી અજાણ્યા ઈસમો જવેલર્સમાં ઘુસી ગયા હતા અને તમામ માણસોને બંધક બનાવી જવેલર્સમાંથી આશરે દસ કિલો સોનાના ઘરેણાં તથા આઈપીએલ ક્રિકેટર અનુકુલ રાયના પિતા સુધાકર રાયના રોકડા રૂપિયા 6 લાખ મળી એમ કુલ્લે 5,06,00,000 ની લૂંટ કરીને ફરાર થઇ ગયા હતા જે બાબતે મુફસ્સીલ પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો

બે આરોપીઓને સુરત જિલ્લાની પલસાણા પોલીસે ઝડપી પાડ્યા

આ બનાવમાં બે આરોપીઓને સુરત જિલ્લાની પલસાણા પોલીસે ઝડપી પાડ્યા છે. આરોપીઓ જોળવા ગામ ખાતે આવેલી સાંઈ શ્રદ્ધા રેસીડેન્સીમાં રોકાયા હતા જ્યાંથી પોલીસે બંને આરોપીઓને ઝડપી પાડ્યા હતા પોલીસે રાહુલ કુમાર ઉર્ફે કાલાનાગ ઉર્ફે ગબ્બર સત્યનારાયણ પાસવાન (ઉ.21) અને ગગનરાજ ઉર્ફે છોટા લોરેન્સ રામઉદેષ રાય (ઉ.20) ને ઝડપી પાડ્યા હતા. પોલીસે આરોપીઓ પાસેથી 220 રોકડા રૂપિયા અને 30 હજારની કિમંતના 3 મોબાઈલ જપ્ત કર્યા હતા

અલગ અલગ ક્રાઈમ વેબ સીરીઝ જોઇ લૂંટનો પ્લાન બનાવ્યો

પોલીસના જણાવ્યા મુજબ આરોપીઓની મોડેસ ઓપરેન્ડી એવી હતી કે આરોપીઓ લૂંટ કરતા પહેલા અલગ અલગ ક્રાઈમ વેબ સીરીઝ જોઇ લૂંટનો પ્લાન બનાવ્યો હતો અને લૂંટ વાળી જગ્યાની ૬ મહિના સુધી સવાર સાંજ રેકી કરી હતી ત્યારબાદ લૂંટને અંજામ આપ્યો હતો. લૂંટ કર્યા બાદ એક કારમાં લૂંટ કરેલો તમામ મુદામાલ તથા લૂટમાં ઉપયોગ કરેલા હથીયારો સંતાડી દેશના અલગ અલગ રાજ્યમાં લૂંટ કરનાર માણસો રહેવા ચાલ્યા ગયા હતા અને એક જગ્યાએ પંદર દિવસથી વધુનું રોકાણ કરતા ના હતા તથા બીજા આરોપીઓ સાથે સીમકાર્ડ વગરના મોબાઈલમાં ઝિંગી એપ્લીકેશનથી કોન્ટેક કરતા હતા

રિલાયન્સ જવેલર્સમાં રાતે 8 વાગ્યે 5 કરોડની લૂંટ થઇ હતી

બનાવ અંગે એએસપી પ્રતીભાબેને જણાવ્યું હતું કે 28 ફ્રેબુઆરી 2024 ના રોજ બિહારના સમસ્તીપુર જિલ્લામાં આવેલા રિલાયન્સ જવેલર્સમાં રાતે 8 વાગ્યે 5 કરોડની લૂંટ થઇ હતી જેમાં 10 કિલો સોનું હતું આ ઉપરાંત આઈપીએલ ક્રિકેટર અનુકુલ રાયના પિતા સુધાકર રાય કે જેઓ ત્યાં ખરીદી કરવા આવ્યા હતા તેઓના 6 લાખ પણ લૂંટી લીધા હતા, આ લૂંટમાં 13 લોકો સામેલ હતા, આરોપીઓની મોડેસ ઓપરેન્ડી હતી કે જ્યાં તેઓ લૂંટ કરે છે ત્યાં 6 મહિના રેકી કરે છે ત્યારબાદ ગેંગ બનાવતા હતા અને ગેંગમાં દરેક વ્યક્તિઓનો રોલ હોય છે જેમાં એક સિક્યુરીટી ગાર્ડને પકડે, કોઈ અંદર જોઇને લૂંટ કરે અને કોઈ બહાર ઉભો રહે અને ચોરી કર્યા બાદ આરોપીઓ ચોરીનો સમાન અને હથીયાર એક ગાડીમાં મૂકી દેતા હતા અને બાદમાં આરોપીઓ દેશના અલગ અલગ રાજ્યમાં છુપાવવા માટે ભાગી જતા હતા અને બાદમાં મામલો શાંત પડે એટલે પરત બિહાર જતા હતા અને પોતાનો હિસ્સો લઇ લેતા હતા

આરોપીઓ પાસેથી ૩ મોબાઈલ જપ્ત કરવામાં આવ્યા

વધુમાં જણાવ્યું હતું કે અમને માહિતી મળી હતી કે બિહારમાં થયેલી લૂંટમાં બે આરોપીઓ પલસાણા સ્થીત જોળવામાં રોકાયેલા હોવાની માહિતી મળી હતી જે બાદ આ મામલે તપાસ હાથ ધરી હતી અને બંને આરોપીઓને ઝડપી પાડ્યા છે. આરોપીઓ પાસેથી 3 મોબાઈલ જપ્ત કરવામાં આવ્યા છે તેઓની પાસેથી હાલ કોઈ લૂંટનો સમાન મળ્યો નથી. બીજા આરોપીઓ સાથે સીમકાર્ડ વગરના મોબાઈલમાં ઝિંગી એપ્લીકેશનથી કોન્ટેક કરતા હતા હાલ આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

અહેવાલઃ ઉદય જાદવ, સુરત

આ પણ વાંચો: Surat: 33 લોકો હોમાયા બાદ સુરતના તંત્રની આંખો ખુલી, 10 ગેમ ઝોનને કર્યા સીલ

આ પણ વાંચો: રાજકોટ અગ્નિકાંડમાં IAS અને IPS અધિકારીનું કલાકો સુધી Interrogation

આ પણ વાંચો: Rajkot: હત્યાકાંડ મુદ્દે HCમાં વધુ સુનાવણી, સુઓમોટો પિટિશનમાં મંગાઇ છે વચગાળાની રાહતો

Whatsapp share
facebook twitter