+

ફરી એક વાર ડ્રગ્સની હેરાફેરી ઝડપાઈ, NCB એ કાશ્મીરી ચરસ સાથે મુંબઈનાં બે શખ્સની કરી ધરપકડ

રાજ્ય સરકાર અને પોલીસતંત્ર ડ્રગ્સની હેરાફેરી કરતા આરોપીઓ પર ચાંપતી નજર રાખી રહી છે. ત્યારે ફરી એકવાર અમદાવાદમાં ડ્રગ્સની હેરાફેરી કરતા પેડલરો ઝડપાયા છે. નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો અમદાવાદ ઝોનલ દ્વારા અડાલજ ટોલ ટેક્સ પાસેથી 6 કિલો કાશ્મીરી ચરસ સાથે બે પેડલરની ધરપકડ કરવામાં આવી છે. બન્ને આરોપી મુંબઈનાં રહેવાસી હોવાનું સામે આવ્યુ છે.આરોપીઓ રાજસ્થાનથી બસમાં બેસી મુંબઈમાં 6 કિલો
રાજ્ય સરકાર અને પોલીસતંત્ર ડ્રગ્સની હેરાફેરી કરતા આરોપીઓ પર ચાંપતી નજર રાખી રહી છે. ત્યારે ફરી એકવાર અમદાવાદમાં ડ્રગ્સની હેરાફેરી કરતા પેડલરો ઝડપાયા છે. નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો અમદાવાદ ઝોનલ દ્વારા અડાલજ ટોલ ટેક્સ પાસેથી 6 કિલો કાશ્મીરી ચરસ સાથે બે પેડલરની ધરપકડ કરવામાં આવી છે. બન્ને આરોપી મુંબઈનાં રહેવાસી હોવાનું સામે આવ્યુ છે.
આરોપીઓ રાજસ્થાનથી બસમાં બેસી મુંબઈમાં 6 કિલો ચરસ લઈ જતા સમયે ઝડપાયા છે. NCB ની ટીમ સતત ડ્રગ્સ માફિયાને ઝડપી ડ્રગ્સની બદી દુર કરવા પ્રયત્નશીલ છે, જેનાં ભાગરૂપે NCB એ આ ઓપરેશન પાર પાડ્યું છે.
દિલ્હીથી ચરસનાં જથ્થાને એનસીબીની ટીમ ટ્રેક કરી રહી હતી. કાશ્મીરથી રાજસ્થાન અને રાજસ્થાનથી ગુજરાતના રસ્તે મહારાષ્ટ્રમાં ડ્રગ્સનો જથ્થો લઈ જવાતો હતો. સવા 6 કિલો ચરસ કબ્જે કરી NCBની ટીમે મુંબઈના બંને આરોપી અબ્દુલ રહીમ તેમજ એમડી તૈયબ શેખની ધરપકડ કરી છે. 
ઝડપાયેલ ચરસની કિંમત અંદાજે 2 લાખથી વધુની હોવાનું જાણવા મળ્યું છે. આરોપીઓ ચરસનો જથ્થો કોની પાસેથી લાવ્યા હતા. અને કોને પહોંચાડવાના હતા તે અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
Whatsapp share
facebook twitter