+

VADODARA : “ડિપોઝીટ ગુમાવનારા ભેગા થયા…જીતાડવા નિકળ્યા”, ધર્મેન્દ્રસિંહનો પલટવાર

VADODARA : વડોદરાની વાઘોડિયા વિધાનસભા બેઠક (WAGHODIA BY ELECTION – VADODARA) પર પેટા ચૂંટણી યોજાઇ રહી છે. પૂર્વ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે (EX. MLA MADHU SHRIVASTAV) કોંગ્રેસના ઉમેદવારને ટેકો આપ્યો છે.…

VADODARA : વડોદરાની વાઘોડિયા વિધાનસભા બેઠક (WAGHODIA BY ELECTION – VADODARA) પર પેટા ચૂંટણી યોજાઇ રહી છે. પૂર્વ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે (EX. MLA MADHU SHRIVASTAV) કોંગ્રેસના ઉમેદવારને ટેકો આપ્યો છે. જે બાદ તાજેતરમાં મધુ શ્રીવાસ્તવ દ્વારા નામ લીધા વગર વિરોધીઓ પર નિવેદન આપવામાં આવ્યા હતા. જે બાદ હવે ધર્મેન્દ્રસિંહ વાઘેલા (BJP DHARMENDRASINH VAGHELA) દ્વારા વળતો પ્રહાર કરવામાં આવ્યો છે. જેમાં તેઓ જણાવે છે કે, ડિપોઝીટ ગુમાવનારા લોકો ભેગા થયા.

નામ લીધા વગર પલટવાર

વડોદરાના વાઘોડિયા બેઠક પર યોજાઇ રહેલી પેટા ચૂંટણીમાં દિવસેને દિવસે રસાકસીભરી નિવેદનબાજી થઇ રહી છે. તાજેતરમાં પૂર્વ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે કોંગ્રેસના ઉમેદવારને ટેકો જાહેર કર્યો હતો. જે બાદ તેમના નામ લીધા વગર વિરોધી પર પ્રહાર કરતા નિવેદન આપ્યા હતા. બે દિવસ પહેલા ફાયરીંગ કરવા અને અડધી રાત્રે ચૌદમું રતન બતાવવાની વાત કરી હતી. જે બાદ હવે ધર્મેન્દ્રસિંહ વાઘેલા દ્વારા નામ લીધા વગર પલટવાર કરવામાં આવ્યો છે. જેમાં તેમણે વળતો પ્રહાર કર્યો હોવાનું જણાઇ રહ્યું છે.

આ લોકોના ચણાય આવે એમ નથી

વાઘોડિયા વિધાનસભા બેઠક પર યોજાયોલી પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ કાર્યકર્તાઓને સંબોધન કરતા કહ્યું કે, કોંગ્રેસના કોઇ ઉમેદવાર વર્ષ 2022 માં પણ જેણે પોતાની ડિપોઝીટ ગુમાવી હતી, તે અપક્ષ ધારાસભ્ય લડેલા તેમણે પણ ડિપોઝીટ ગુમાવી હતી. આ બધી ડિપોઝીટ ગુમાવનારા લોકો ભેગા થયા હોય, તો તમને ક્યાંય લાગે છે કે, વાઘોડિયા વિધાનસભામાં કે લોકસભામાં આ લોકોના ચણાય આવે એમ નથી, તમારી સામે.

એક એક મીનીટનું પ્લાનીંગ કરો

વધુમાં ધર્મેન્દ્રસિંહ વાઘેલા જણાવે છે કે, પોતે જીત્યા નથી તે લોકો બીજાને જીતાડવા નિકળ્યા છે. અને કાર્યકર્તાઓને ચેલેન્જ કરે છે, અમારા કાર્યકર્તાને કોઇ કોલર પકડે તો ફાયરીંગ કરીએ, આમાંથી કોઇ ફાયરીંગથી ડરે તેમ છે ખરો, મેં પત્રકાર મિત્રોને કહ્યું ફારયીંગ તો દુરની વાત છે, હજી સુધી માખી મારી નથી. જેણે પોતે જીતી શક્યા ન હોય, તે બીજાને જીતાડવા નિકળ્યા હોય, ત્યારે મારી તમામને વિનંતી છે કે, આપણે કોઇ પણ જાતની વાતોમાં આવ્યા વગર, આપણી પાસે 4 દિવસ છે. એક એક મીનીટનું પ્લાનીંગ કરો.

અત્રે ઉલ્લેખનીય છે કે, ગતરોજ વાઘોડિયા વિધાનસભાના લીમડા ખાતે જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યાં ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ આ નિવેદન આપ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે.

આ પણ વાંચો — VADODARA : બરોડા ડેરીમાં જતા દુધને લઇ લોકોની આશંકા સાચી પડી

Whatsapp share
facebook twitter