+

ચીની વિદેશમંત્રી સાથે ડોભાલ અને જયશંકરની મુલાકાત, કહ્યું –પહેલા સેના હટાવો, પછી જ આગળ વાત

ચીનના વદેશ મંત્રી વાંગ યી ભારતના પ્રવાસે આવ્યા છે. આ દરનિયાન શુક્રવારે દિલ્હીમાં તેમણે રાષ્ટ્રીય સલાહકાર (NSA)અજીત ડોભાલ તથા વિદેશ મંત્રી એસ. જયશંકર સાથે મુલાકાત કરી. લગભગ એક કલાક જેટલો સમય ચાલેલી આ બેઠકમાં NSA અજિત ડોભાલે સ્પષ્ટ કહ્યું કે લદ્દાખના બાકીના વિસ્તારોમાંથી સૈન્યને તાત્કાલિક હટાવી લેવું જોઈએ, સૈન્ય હટાવ્યા વિના દ્વિપક્ષીય સંબંધો સામાન્ય નહીં થાય. સરહદ પર શાંતિ પુનઃસ્à
ચીનના વદેશ મંત્રી વાંગ યી ભારતના પ્રવાસે આવ્યા છે. આ દરનિયાન શુક્રવારે દિલ્હીમાં તેમણે રાષ્ટ્રીય સલાહકાર (NSA)અજીત ડોભાલ તથા વિદેશ મંત્રી એસ. જયશંકર સાથે મુલાકાત કરી. લગભગ એક કલાક જેટલો સમય ચાલેલી આ બેઠકમાં NSA અજિત ડોભાલે સ્પષ્ટ કહ્યું કે લદ્દાખના બાકીના વિસ્તારોમાંથી સૈન્યને તાત્કાલિક હટાવી લેવું જોઈએ, સૈન્ય હટાવ્યા વિના દ્વિપક્ષીય સંબંધો સામાન્ય નહીં થાય. સરહદ પર શાંતિ પુનઃસ્થાપિત કરવાથી જ પરસ્પર વિશ્વાસ વધશે. હાલની સ્થિતિ બંને દેશોના હિતમાં નથી. 
અજીત ડોભાલને મળ્યા બાદ વાંગ યીએ તેમને ચીન આવવાનું આમંત્રણ આપ્યું હતું. ભારત-ચીન સીમા વિવાદ અને કાશ્મીર પર ટીપ્પણી બાદ ચીનના વિદેશ મંત્રી વાંગ યીની આ મુલાકાત ઘણી મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. પાકિસ્તાનમાં યોજાયેલા ઓર્ગેનાઈઝેશન ઓફ ઈસ્લામિક કોઓપરેશન (OIC) સમિટમાં ચીને કાશ્મીર પર ટિપ્પણી કરી હતી, જેના પર ભારતે નારાજગી વ્યક્ત કરી હતી. વાંગ યીની ભારત મુલાકાત અંગે ગઈકાલે બપોર સુધી સસ્પેન્સ હતું, જો કે સાંજે તેઓ કાબુલમાં તાલિબાનોને મળ્યા બાદ દિલ્હી પહોંચ્યા હતા.

અજીત ડોભાલે શું કહ્યું?

સૂત્રોના જણાવ્યા પ્રમાણે ભારતે શાંતિની પુનઃસ્થાપના માટે રાજદ્વારી અને સૈન્ય સ્તરે સકારાત્મક વાતચીત ચાલુ રાખવાની વાત કરી છે. અજિત ડોભાલે વાંગ યીને કહ્યું કે એ સુનિશ્ચિત થવું જોઈએ કે કોઈપણ કાર્યવાહીથી બંને દેશોની સુરક્ષાનું ઉલ્લંઘન ન થાય. આ દિશામાં પ્રયત્નો કરવા પડશે. સાથે જ બાકી રહેલા પ્રશ્નોનું શક્ય તેટલું જલદી નિરાકરણ આવવું જોઈએ. વર્તમાન પરિસ્થિતિ કોઈના હિતમાં નથી અને માત્ર શાંતિ જ એકબીજામાં વિશ્વાસ જગાડશે.

એસ. જયશંકરે શું કહ્યું?
વિદેશમંત્રી એસ. જયશંકરે પણ ચીનના વિદશમંત્રી સાથે બેઠક કરી હતી. ત્યારબાદ મીડિયાને સંબોધિત કરતા તેમણે કહ્યું કે ‘ચીનના વિદેશ મંત્રી વાંગ યી સાથે મારી વાતચીત હમણાં જ પૂર્ણ થઈ છે. અમે લગભગ 3 કલાક ચર્ચા કરી. ખુલ્લા અને સ્પષ્ટ રીતે એક વ્યાપક મૂળ એજન્ડા વિશએ ચર્ચા કરી. અમે અમારા દ્વિપક્ષીય સંબંધો વિશે ચર્ચા કરી જે એપ્રિલ 2020થી ચીનની કાર્યવાહીના પરિણામે ખરાબ થયા હતા.  અમે ચીનના વિદેશ મંત્રીને દેશની ભાવના જણાવી. બંને દેશ વચ્ચે સામાન્ય સંબંધો માટે એપ્રિલ 2020 પહેલાની સ્થિતિને પુનઃસ્થાપિત કરવી જરૂરી છે.”’
અજિત ડોભાલને ચીન જવા આમંત્રણ
ચીની વિદેશ મંત્રીએ અજીત ડોભાલને વાટાઘાટાને આગળ વધારવા માટે ચીનની મુલાકાત લેવા આમંત્રણ આપ્યું છે. આમંત્રણનો સકારાત્મક પ્રતિસાદ આપતા ડોભાલે કહ્યું કે તેઓ તાકીદના મુદ્દાઓને સફળતાપૂર્વક ઉકેલ્યા બાદ ચીનની મુલાકાત લઈ શકે છે.
Whatsapp share
facebook twitter