Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Diploma Engineering : વિદ્યાર્થીઓ માટે મહત્ત્વના સમાચાર, આજથી રજિસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ, જાણો છેલ્લી તારીખ

10:36 AM Apr 15, 2024 | Vipul Sen

ડિપ્લોમા ઇજનેરીના (Diploma Engineering) વિદ્યાર્થીઓ માટે એક મહત્ત્વના સમાચાર આવ્યા છે. ડિપ્લોમા ઈજનેરીમાં પ્રવેશ માટે આજથી રજિસ્ટ્રેશન (registration) પ્રક્રિયા શરૂ થઈ છે. સીટુડી માટે વિદ્યાર્થીઓ 30 એપ્રિલ સુધી રજિસ્ટ્રેશન કરી શકશે. ઇજનેરીની 35,446 બેઠકો માટે 15 મે સુધી પ્રવેશ પ્રક્રિયા ચાલુ રહેશે.

દેશમાં હાલ લોકસભા ચૂંટણીનો (Lok Sabha elections) માહોલ જામ્યો છે. ત્યારે આ વચ્ચે ડિપ્લોમા ઇજનેરીના (Diploma Engineering) વિદ્યાર્થીઓ માટે મહત્ત્વના સમાચાર આવ્યા છે. માહિતી મુજબ, ડિપ્લોમા ઈજનેરીમાં પ્રવેશ માટે આજથી રજિસ્ટ્રેશનની પ્રક્રિયા શરૂ થઈ છે. સીટુડી માટે વિદ્યાર્થીઓ 30 એપ્રિલ સુધી રજિસ્ટ્રેશન કરી શકશે. રજિસ્ટ્રેશન કરવા માટે વિદ્યાર્થીઓ સત્તાવાર વેબસાઇટ પર જઈને માહિતી મેળવી શકે છે. વિદ્યાર્થીઓ gujdiploma.admissions.nic.in પર જઈ રજિસ્ટ્રેશનની પ્રક્રિયા કરી શકશે.

ધો. 10 પાસ વિદ્યાર્થી પણ ડિપ્લોમા ઇજનેરીમાં પ્રવેશ મેળવી શકશે

પ્રાપ્ત અહેવાલ અનુસાર, પ્રવેશ સમિતિ દ્વારા ઓટીપી ઉમેદવારોના રજિસ્ટર્ડ મોબાઇલ નંબર અને ઈમેલ આઇડી પર મોકલવામાં આવશે. વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન દરમિયાન યુઝર આઇડી બનાવતી વખતે પોતાના મોબાઇલ નંબર અને ઈમેલનો ઉપયોગ કરવાનો રહેશે. અને તે મોબાઇલ અને ઈમેલ આઇડીને સમગ્ર પ્રવેશ પ્રક્રિયા દરમિયાન એક્ટિવ રાખવા પડશે. ઉમેદવાર સંપૂર્ણ વિગતો ભરેલાં રજિસ્ટ્રેશન ફોર્મ કમિટીની વેબસાઇટ પરથી ડાઉનલોડ કરી શકાશે. આવનારા દિવસોમાં ધો. 10 પાસ વિદ્યાર્થી પણ ડિપ્લોમા ઇજનેરીમાં પ્રવેશ મેળવી શકશે.

 

આ પણ વાંચો – AHMEDABAD : શહેરની વિવિધ હોસ્ટેલમાં ‘મતદાન જાગૃતિ’ અભિયાન કાર્યક્રમ યોજાયો

આ પણ વાંચો – VADODARA : 10 હજાર વિદ્યાર્થીઓની માનવ સાંકળ મતદાન જાગૃતિનો સંદેશ આપશે

આ પણ વાંચો – JEE Mains exam : આજથી દેશભરમાં Jee મેન્સ પરીક્ષાનો પ્રારંભ, પ્રાથમિક શાળાઓમાં પણ વાર્ષિક પરીક્ષા શરૂ