+

IGI Airport Delhi: એરપોર્ટને બોમ્બથી ઉડાવવાની ધમકી આપનારા બન્ને રાજકોટના વતની: સૂત્રો

IGI Airport Delhi: દિલ્હી પોલીસે અત્યારે બે યાત્રિયોની ધરપકડ કરી છે. મળતી વિગતો પ્રમામે આ બન્ને આરોપીઓ પર 5 એપ્રિલે દિલ્હીના આઈજીઆઈ એરપોર્ટ (IGI Airport) ને પરમાણુ બોમ્બથી ઉડાવી દેવાની…

IGI Airport Delhi: દિલ્હી પોલીસે અત્યારે બે યાત્રિયોની ધરપકડ કરી છે. મળતી વિગતો પ્રમામે આ બન્ને આરોપીઓ પર 5 એપ્રિલે દિલ્હીના આઈજીઆઈ એરપોર્ટ (IGI Airport) ને પરમાણુ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપી હતી. નોંધનીય છે કે, તપાસ દરમિયાન તે બન્ને આરોપીઓની ઓળખ પર કરી લેવામાં આવી છે. આમાંથી એકનું નામ જિજ્ઞેશ માલાની અને બીજાનું નામ કશ્યપ કુમાર લાલાની છે. જે ગુજરાતના રાજકોટ શહેરના રહેવાશી તેવું તપાસમાં સામે આવ્યું છે.

પોલીસે બે આરોપીઓની કરી ધરપકડ

માહિતી આપતાં પોલીસે જણાવ્યું કે યાત્રીઓ જિજ્ઞેશ મલાન અને કશ્યપ કુમાર લાલાનીએ સુરક્ષા તપાસની જરૂરિયાત અંગે પ્રશ્ન કર્યો હતો. તેણે કહ્યું કે અકાસા એરની ફ્લાઈટમાં ચઢતા પહેલા તેની તપાસ કરવામાં આવી હતી. અકાસા એરના એરલાઈન સ્ટાફ દ્વારા દાખલ કરવામાં આવેલી એફઆઈઆરમાં કહેવામાં આવ્યું છે કે સેકન્ડરી લેડર પોઈન્ટ સિક્યુરિટી (SLPC) અકાસા એરની ફ્લાઈટ માટે જઈ રહી હતી.

પોલીસે આ મામલે વધુ કાર્યવાહી હાથ ધરી

આ દરમિયાન સ્ટાફે જિજ્ઞેન માલાની અને કશ્યપ કુમાર લાલાનીને તપાસ માટે કહ્યું હતું. શોધખોળ દરમિયાન એકે કહ્યું કે જ્યારે તે પહેલાથી જ થઈ ચૂકી છે ત્યારે તમે શા માટે તપાસ કરો છો. સ્ટાફે જવાબ આપ્યો, સર, આ અમારી ટ્યુટી છે. જેના જવાબમાં એક મુસાફરે કહ્યું કે, ‘તમે શું કરશો, હું પરમાણુ બોમ્બ લઈને આવું છું.’ આથી તે બન્નેની ધરપકડ કરી લેવામાં આવી અને આગળની તપાસ શરૂ કરી દેવામાં આવી છે. આખરે તેમનો શું ઇરાદો હતો તે મામલે અત્યારે તપાસ ચાલી રહીં છે.

પોલીસે વધુ કાર્યવાહીના ભાગરૂપે અત્યારે તે બન્ને આરોપીઓને કસ્ટડીમાં લીધા છે. નોંધનીય છે કે, આ બન્ને આરોપીઓ ગુજરાતના રાજકોટના રહેવાશી છે. જો કે, તેમણે IGI Airport સ્ટાફ સાથે કરેલી ગેરવર્તણુક અને ધમકીના કારણે તેમની ધરપકડ કરવામાં આવી છે. સૌ કોઈ જાણે છે કે, એરપોર્ટના નિયમો ખુબ જ કડક હોય છે.

આ પણ વાંચો: Solar Eclipse 2024 : આજનું ગ્રહણ જોવા Google એ કરી આ ખાસ વ્યવસ્થા

આ પણ વાંચો: Surya Grahan : Aditya L-1 ગ્રહણ જોઈ શકશે નહીં, ISROના ચીફ એસ સોમનાથે આપ્યું મોટું કારણ

આ પણ વાંચો: High Court ની મહત્વની ટિપ્પણી, હિન્દુ લગ્નો માટે કન્યાદાન જરૂરી નથી, એક્ટમાં આવી કોઈ જોગવાઈ નથી…

Whatsapp share
facebook twitter