+

Delhi: MCD ના ગૃહમાં હંગામો, મેયરના ટેબલ પર ચઢી વિપક્ષોએ કર્યો સૂત્રોચ્ચાર

Delhi Municipal Corporation : દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન (Delhi Municipal Corporation) ના ગૃહના વિશેષ સત્ર દરમિયાન આજે ભારે હોબાળો થયો છે. વિપક્ષી કાઉન્સિલરો મેયર શૈલી ઓબેરૉય (Shelly Oberoi)ના ટેબલ પાસે આવી…

Delhi Municipal Corporation : દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન (Delhi Municipal Corporation) ના ગૃહના વિશેષ સત્ર દરમિયાન આજે ભારે હોબાળો થયો છે. વિપક્ષી કાઉન્સિલરો મેયર શૈલી ઓબેરૉય (Shelly Oberoi)ના ટેબલ પાસે આવી જતા મામલો બિચક્યો છે. વિપક્ષી કાઉન્સિલરોએ મેયરના ટેબલ ચઢી કેટલાક કાગળો પણ ફાડી નાખ્યા છે. આ સત્ર જ્યાં સુધી સ્થાયી સમિતિની પુનઃ રચના કરવામાં ન આવે અને દિલ્હીના બજારોમાં દુકાનોને ડી-સીલ કરવામાં ન આવે ત્યાં સુધી સ્થાયી સમિતિને સત્તા નિહિત કરવા મુદ્દે ચર્ચા કરવા બોલાવાયું હતું.

 

સ્થાયી સમિતિની પુનઃ રચના 10 મહિનાથી પેન્ડીંગ

છેલ્લા 10 મહિનાથી સ્થાયી સમિતિની પુનઃ રચના કરવામાં આવી નથી. 18 સભ્યોની સ્થાયી સમિતિ એમસીડીના સર્વોચ્ચ નિર્ણય આપતી સંસ્થા છે અને તે તમામ નાણાંકીય નિર્ણય લેવા માટે પણ જવાબદાર છે.

 

સ્થાયી સમિતિની સત્તા ગૃહને સોંપવી અમાન્ય : વિપક્ષ

વિપક્ષી નેતા રાજા ઈકબાલ સિંહે સત્તાધારી આપની ટીકા કરતા કહ્યું કે, સ્થાયી સમિતિની સત્તા ગૃહને સોંપવી અમાન્ય અને ગેરબંધારણી છે. તેમણે કહ્યું કે, ગૃહ સ્થાયી સમિતિઓની સત્તા ન લઈ શકે, કારણ કે દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન (Delhi Municipal Corporation) એક્ટમાં આવી કોઈ જોગવાઈ નથી. સ્થાયી સમિતિની પુનઃ રચના કરવામાં વિલંબ થતા એમસીડીનું નાણાંકીય કામકાજ પ્રભાવિત થયું છે અને ઘણા પ્રસ્તાવોમાં પણ વિલંબ થયો છે. નિયમો અનુસાર કમિટીની મંજૂરી વગર 5 કરોડ રૂપિયાથી વધુના પ્રસ્તાવ પાસ ન થઈ શકે.

 

હંગામા વચ્ચે મેયરે 2 પ્રસ્તાવ પાસ

હંગામા વચ્ચે મેયરે 2 પ્રસ્તાવ પાસ કર્યા છે, જેમાં સ્ટેન્ડિંગ કમિટીની પાવર ગૃહને સોંપવામાં આવે તેમજ ધ સીલિંગનો પ્રસ્તાવ પાસ કરાયો છે. બીજીતરફ રાજા ઈકબાલે કહ્યું કે, ‘હાઉસ નહીં, ગૃહ ચલાવી રહ્યા છો, અધિકારીઓ બેસ્યા નહીં, મેયર ગાયબ થઈ ગયા, અમે વિરોધ કરીશું.’ હાલ હંગામા બાદ સુરક્ષાદળ તૈનાત કરાયું છે.

 

આ પણ વાંચો – PM MODI એ રશિયાના રાષ્ટ્રપતિ સાથે કયા મુદ્દાઓ પર ચર્ચા થઈ?

 

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

 

Whatsapp share
facebook twitter