Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

ડેટિંગ એપમાં છેતરપિંડીના વધી રહ્યાં છે કિસ્સા, ધ્યાન રાખજો તમારી સાથે તો…

08:53 AM Apr 17, 2023 | Vipul Pandya


દુનિયા ખુબ ઝડપથી બદલાઇ રહી છે, બદલાતી દુનિયામાં કશું જ દૂર નથી હવે બધુ જ જાણે આપણી આસપાસ સમાઇ
ગયું છે
, નજીક આવી ગયું છે. આંગળીના ટેરવે બધુ
જ જાણે આપણી નજીક આવી ગયું છે. પણ કડવી વાસ્તવિકતા એ પણ છે કે, બધું જ નજીક જેટલું
આવી ગયું છે તેટલું જ અંતર લોકોની વચ્ચે વધતું ગયુ છે.

 

ફેસબુક, ઇન્સ્ટાગ્રામના જમાનામાં લોકોના હવે હજારો – લાખોમાં મિત્રો બની
ગયા છે, પણ સાચી મિત્રતા હવે શોધે પણ મળતી નથી તે પણ
, હવે આજના સમાજની વરવી વાસ્તવિકતા બની ગઇ છે. લોકો વાત કરવા માટે
હવે સોશિયલ પ્લેટફોર્મ શોધવા મજબૂર બન્યા છે. તેને પોતાના મનની વાત કરવા માટે
મિત્ર નથી અને રડવા માટે ખભો નથી એટલે જ આ એકલતાને કારણે માણસ હવે સોશિયલ મીડિયા
પ્લેટફોર્મ આધારીત બની ગયો છે અને તેને કારણે જ સોશિયલ ક્રાઇમ પણ વધવા લાગ્યું
છે
, તેમાં પણ આ એકલતાને કારણે જ ફ્રોડના
કિસ્સામાં વધારો થઇ રહ્યો છે.
 

 

દિલ્હીમાં ઘટી છેતરપિંડીની ઘટના

દિલ્હીમાં તાજેતરમાં એક એવો કિસ્સો સામે
આવ્યો છે કે, જેમાં ડેટિંગ એપના માધ્યમથી જાળમાં ફસાવીને લોકોને લૂંટતી એક ગેંગ ઝડપાઇ છે
, તેમાં 2 મહિલાઓ સહિત 3 લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ ગેંગ ઓનલાઇન એપ ટેિંડરથી NCRના અલગ અલગ વિસ્તારોમાં દિલ્હી-હરિયાણામાં લોકોનો સંપર્ક કરતા હતા.
ત્યાર બાદ તેમને પોતાની જાળમાં ફસાવીને બેહોશ કરી દેતા હતા અને પછી લૂંટની
ઘટનાને અંજામ આપતા હતા. પોલીસે આ મામલામાં હપ્પુ
, પૂજા શર્મા અને પૂનમ મહતો નામની મહિલાની ધરપકડ પણ કરી હતી.
આ મહિલાઓ એપના માધ્યમથી લોકોને પોતાની જાળમાં ફસાવતી હતી અને પછી તેમને રૂમમાં
બોલાવવામાં આવતા હતા અને ત્યાં ઊંઘની ગોળીઓનો પાવડર આપી તેઓને બેહોશ કરીને લૂંટ
ચલાવવામાં આવતી હતી. તેમના બિભત્સ ફોટા અને વીડિયો પણ લઇ લેવામાં આવતા અને તેમને
પાછળથી બ્લેકમેઇલ કરવામાં આવતા હતા.
 

 

ગુરુગ્રામમાં 64 લાખની ઠગાઇનો કિસ્સો 

થોડા દિવસ પહેલા ગુરુગ્રામમાં પણ આ
પ્રકારનો કિસ્સો સામે આવ્યો હતો જેમાં ડેટિંગ કંપનીના નામ પર
64 લાખ રૂપિયાની ઠગાઇનો મામલો સામે આવ્યો છે. ઓનલાઇન મળેલા ડેટિંગ
કંપનીના નંબર પર સંપર્ક કરીને એક યુવકે ફોન કર્યો અને કંપની કર્મચારી યુવતીએ
1 હજાર રૂપિયામાં રજિસ્ટ્રેશન કરાવીને યુવતી સાથે વાત પણ કરાવી દીધી.
ત્યાર બાદ તે યુવતી સાથે મુલાકાત કરવવાના નામ પર રિફંડેબલ રાશિ કહીને પીડિત યુવક
પાસેથી
64,66,000 રૂપિયાની ઠગાઇ કરી. પીડિત યુવકે જ્યારે પોતાના પૈસા પાછા
માંગ્યા તો તેને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપવામાં આવી.
 

 

ઓનલાઇન પ્રેમ પડ્યો મોંઘો

ડેટિંગ સાઇટ પર પ્રેમ કરવો એક
વ્યક્તિને પડ્યો મોંઘો. ડેટિંગ સાઇટ પર એનરોલ કરાવવાના બહાને એક
65 વર્ષના આધેડને ફસાવીને આરોપીઓએ 73.5 લાખ રૂપિયા પડાવી લીધા. આ પહેલા પણ મુંબઇના 79 વર્ષીય વૃધ્ધને ઇન્ટરનેટ પર ડેટિંગ ફ્રોડનો શિકાર થવાને લીધે 1.5 કરોડ રૂપિયાથી હાથ ધોવાનો વારો આવે છે. એક વિદેશી મહિલાએ તે વ્યક્તિને પોતાનો શિકાર બનાવ્યો હતો.

 

હૈદરાબાદમાં એક યુવક ફસાયો

હૈદરાબાદના મંસૂરાબાદમાં એક 23 વર્ષીય એન્જિનિયરિંગનો વિદ્યાર્થી ડેટિંગ સાઇટના ચક્કરમાં ફસાઇ ગયો
અને
14 લાખ ગુમાવવાનો વારો આવ્યો હતો. જે
સાઇટના ચક્કરમાં તે ફસાયો હતો તેમાં એસ્કોર્ટ સર્વિસ અને મહિલાઓ સાથે મિત્રતા કરાવવાની લાલચ આપવામાં આવતી હતી. આ યુવક તે વાતોમાં ફસાયો અને લાખો રૂપિયા ગુમાવ્યા.
 નોંધપાત્ર રીતે, ડેટિંગ એપ્સ દ્વારા લોકો પાસેથી પૈસા પડાવવાના કિસ્સાઓ વધી રહ્યા
છે. આવી સ્થિતિમાં સાવધાન રહેવાની જરૂર છે. 



જાણો કેવી રીતે તમે આ પ્રકારની
છેતરપિંડીથી બચી શકો છો

 

  • ડેટિંગ એપ પર પરિવાર અને મિત્રોની
    વિગતો જેવી તમારી અંગત માહિતી શેર કરશો નહીં.
  • કોઈપણ પ્રકારની એપ્લિકેશનમાં તમારી
    વાસ્તવિક જન્મ તારીખ આપવાનું ટાળો.
  • એપ્લિકેશનમાં તમારી બેંકિંગ વિગતો શેર
    કરવાનું ટાળો
    , તે સૌથી ખતરનાક છે.
  •  કોઈપણ પેઈડ ડેટિંગ એપનો ઉપયોગ કરવાનું
    ટાળો અને એપમાં તમારું નામ અને અન્ય માહિતી પણ શેર કરશો નહીં.
  • પ્લે સ્ટોર અથવા એપ સ્ટોર પરથી કોઈપણ
    ડેટિંગ એપ ડાઉનલોડ કરો
    , કોઈપણ અનધિકૃત પ્લેટફોર્મ પરથી એપ
    ડાઉનલોડ કરશો નહીં.
  • જો તમને મેલ અથવા મેસેજમાં ડેટિંગ
    સેવા માટે કોઈ સંદેશ મળે છે
    , તો તે સંદેશ
    ખોલવાનું અથવા સંદેશમાં જોડાયેલ કોઈપણ લિંક પર ક્લિક કરવાનું ટાળો.
  • છેતરપિંડીના મોટાભાગના કેસોમાં, છેતરપિંડી કરનારાઓ છોકરીઓના આકર્ષક ફોટા બતાવીને લોકોને ફસાવે છે, આ સંદેશાઓથી દૂર રહો.

 

ક્યારેક એકલતા ખૂબ પીડા આપે છે. એવું
લાગે છે કે કોઈ એવું હોવું જોઈએ જેની પાસેથી હૃદયની સ્થિતિ કહી શકાય
, કેટલીક વાતો કહેવા કોઇ હોવુ જોઈએ, કેટલીક વાતો સાંભળવા કોઇ જોઈએ. પરંતુ ઘણા લોકો એવા હોય છે જેમને
આવો જીવનસાથી નથી મળતો. આવા લોકો ઓનલાઈન ડેટિંગ એપ અને સાઈટ દ્વારા શિકાર બને છે.