+

17 ફેબ્રુઆરી સુધી ભરી શકાશે ફોર્મ : પંચાયત મંત્રી મેરજાની જાહેરાત

ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળે તલાટી કમ મંત્રી વર્ગ-3 સંવર્ગની ખાલી જગ્યાઓ પર સીધી ભરતીથી ઉમેદવારો પસંદ કરવા માટે ઓનલાઈન અરજીપત્ર મંગાવવામાં આવી રહ્યા છે ત્યારે  જાહેરાત પ્રમાણે અરજી પ્રક્રિયા  28 જાન્યુઆરી 2022થી શરૂ કરીને 15 ફેબ્રુઆરી સુધી અરજી કરવાની તારીખ હતી પરંતુ છેલ્લા 3 દિવસ થી ઓનલાઇન અરજી કરવામાં ઉમેદવારો સતત મુશ્કેલીનો સામનો કરી રહ્યા હતા તથા સર્વરમાં લોડ આવવાને કારણે àª
ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળે તલાટી કમ મંત્રી વર્ગ-3 સંવર્ગની ખાલી જગ્યાઓ પર સીધી ભરતીથી ઉમેદવારો પસંદ કરવા માટે ઓનલાઈન અરજીપત્ર મંગાવવામાં આવી રહ્યા છે ત્યારે  જાહેરાત પ્રમાણે અરજી પ્રક્રિયા  28 જાન્યુઆરી 2022થી શરૂ કરીને 15 ફેબ્રુઆરી સુધી અરજી કરવાની તારીખ હતી પરંતુ છેલ્લા 3 દિવસ થી ઓનલાઇન અરજી કરવામાં ઉમેદવારો સતત મુશ્કેલીનો સામનો કરી રહ્યા હતા તથા સર્વરમાં લોડ આવવાને કારણે હજુ પણ ઘણા વિદ્યાથીઓ છે જે ફોર્મ ભરી શક્યા નથી જેને લઈને પંચાયત મંત્રી બ્રિજેશ મેરાજાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું છે કે , ‘અરજી ફોર્મ સ્વીકારની તારીખ લંબાવી દેવામાં આવી છે’ .
ગુજરાતમાં 3437 તલાટી મંત્રીની જગ્યા સામે 15 લાખ થી વધુ અરજી કરવામાં આવી છે ત્યારે હજુ ભરતીના ફોર્મ અનેક ઉમેદવારો ભરી રહ્યાં છે. જેને પગલે ફોર્મ ભરવામા સમસ્યા ઉભી થઇ છે. જેને પરિણામે ફોર્મ ભરવાની મુદ્દત માં વધારો કરવામાં આવ્યો છે  હવે ફોર્મ ભરવાની મુદ્દતમાં 2 દિવસનો વધારો કરવામાં આવ્યો છે. જેમાં 15ના બદલે હવે 17 ફેબ્રુઆરી સુધી ફોર્મ ભરી શકાશે. પંચાયત રાજ્યમંત્રી બ્રિજેશ મેરજાનું આ અંગે જણાવ્યુ હતું કે ‘પંચાયતની જુદા જુદા સંવર્ગની જાહેરાત પ્રસિદ્વ કરી છે. આ તલાટી કમ મંત્રીના ફોર્મ ભરવામાં સમસ્યાની માહિતી મળી છે. આ માટે ડેટા સેન્ટરમાં વધુ બે સર્વર મુકવાનો આદેશ કરવામાં આવ્યો છે. આથી 21 તારીખ સુધી ફી ભરી શકશે. આ વખતે પણ ફોર્મ ભરવા લાંબી મુદત આપી છે’.
3437 જગ્યાઓ માટે ભરતી
ગુજરાતમાં 3437 જગ્યાઓ માટે તલાટી મંત્રીની સીધી ભરતી પ્રકિયા ઓનલાઇન શરુ કરવામાં આવી છે  જેમાં ગુજરાતના  લાખો ઉમેદવારોએ અરજી ભરવાની પ્રક્રિયામાં લાભ લીધો છે. પરંતુ  છેલ્લા 3 થી 4 દિવસથી અરજી ફોર્મ વધારે આવવાના કારણે વેબસાઈટમાં  ટેક્નિકલી ખામી સર્જાઈ છે અને ઉમેદવારો ફોર્મ ભરી શકતા નથી 
Whatsapp share
facebook twitter