+

Amit Shah : નરોડામાં અમિત શાહે કહ્યું – આપણા નરેન્દ્રભાઈએ સેન્ચુરી મારવાનું કામ..!

લોકસભાની ચૂંટણીના (Lok Sabha elections) પ્રચાર માટે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ (Amit Shah) આજે ગુજરાતની મુલાકાતે છે. અમદાવાદના નરોડા (Naroda) ખાતે તેમણે વિશાળ જનસભાને સંબોધી હતી. દરમિયાન, તેમણે કોંગ્રેસ પર…

લોકસભાની ચૂંટણીના (Lok Sabha elections) પ્રચાર માટે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ (Amit Shah) આજે ગુજરાતની મુલાકાતે છે. અમદાવાદના નરોડા (Naroda) ખાતે તેમણે વિશાળ જનસભાને સંબોધી હતી. દરમિયાન, તેમણે કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા અને સાથે જ ગુજરાતમાં 25 એ 25 બેઠકો પર કમળ ખીલશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

છેલ્લા 23 વર્ષમાં ગુજરાતમાં એક પણ કરફ્યૂ નથી : અમિત શાહ

અમદાવાદ પૂર્વના ભાજપ ઉમેદવાર હસમુખ પટેલના (Hasmukh Patel) સમર્થનમાં આજે નરોડા વિસ્તારમાં વિશાળ જનસભાનું આયોજન કરાયું હતું, જેમાં કેન્દ્રીય ગૃહ અને સહકારમંત્રી અમિત શાહે હાજરી આપી હતી અને સભાને સંબોધી હતી. દરમિયાન, અમિત શાહે કોંગ્રેસે પર આકરા પ્રહાર કર્યા હતા અને કહ્યું કે, અગાઉ કોંગ્રેસના (Congress) રાજમાં 6 મહિના સુધી કરફ્યૂ રહેતું હતું. પરંતુ, છેલ્લા 23 વર્ષમાં ગુજરાતમાં એક પણ કરફ્યૂ જોવા મળ્યું નથી. તેમણે કહ્યું કે, મલ્લિકાર્જુન ખડગે (Mallikarjun Khadge) સ્ટેટમેન્ટ આપ્યું કે ગુજરાત અને રાજસ્થાનવાળાને કાશ્મીર જોડે શું લેવાદેવા ? તેમને ખબર નથી આ નરોડા અને ગુજરાતના લોકો કાશ્મીર માટે જીવ આપે એવા છે.

‘PM મોદીએ સેન્ચ્યુરી મારી દેવાનું કામ પૂર્ણ કરી દીધું છે’

અમિત શાહે (Amit Shah) કહ્યું કે, હવે સમગ્ર દેશમાંથી નક્સલવાદ અને આતંકવાદ દૂર કરવામાં આવી રહ્યો છે. 5 ઓગસ્ટે કાશ્મીરમાંથી (Kashmir) 370 હટાવવામાં આવી હતી. કાશ્મીરમાં હાલ શાંતિનો માહોલ છે. કાશ્મીર વિકાસ તરફ આગળ વધી રહ્યું છે. અમિત શાહે કહ્યું કે, 2 તબક્કાના મતદાન પૂર્ણ થયું છે. આ સાથે PM મોદીએ સેન્ચુરી મારી દેવાનું કામ પૂર્ણ કરી દીધું છે. ભાજપનો (BJP) રથ ખૂબ જ ઝડપથી ‘400 પાર’ની દિશામાં આગળ વધી રહ્યો છે. કેન્દ્રીય ગૃહમંત્રીએ કહ્યું કે, ત્રીજા ચરણોમાં ગુજરાતની 25 બેઠકો પર મતદાન થવાનું છે. આપણે 25 એ 25 બેઠકો પર કમળ ખીલાવવાનું છે. તેમણે કહ્યું કે, હું સમગ્ર દેશમાં પ્રવાસ કરું છું, જ્યાં પણ જાઉ ત્યાં ‘મોદી મોદી’ના નારા લાગે છે. આ લોકપ્રિયતા નરેન્દ્રભાઈને (PM Narendra Modi) મળી તેનું મોડલ ગુજરાતે આપ્યું છે. ગુજરાતમાંથી મોદી સાહેબે વિકાસની શરૂઆત કરી હતી અને વડાપ્રધાન બન્યા પછી નરેન્દ્ર મોદીજી એ તમામ જગ્યાઓ પર વિકાસની શરૂઆત કરી છે.

 

 

આ પણ વાંચો – Amit Shah : સાબરકાંઠામાં આંતરિક જૂથવાદને નાથવા ગાંધીનગરમાં મંથન, અમદાવાદમાં વિશાળ જનસભા સંબોધશે

આ પણ વાંચો – Gujarat First EXCLUSIVE : BJP, ક્ષત્રિય આંદોલન વિશે કોંગ્રેસના દિગ્ગજ નેતા પવન ખેરાએ શું કહ્યું ? જુઓ સંપૂર્ણ સંવાદ

આ પણ વાંચો – Rajkot : પરશોત્તમ રૂપાલાનાં સમર્થનમાં લેઉવા-કડવા પાટીદાર એક મંચ પર, આ તારીખે યોજાશે સ્નેહમિલન સમારોહ

Whatsapp share
facebook twitter