+

Chhotaudepur Ballot Election: જિલ્લામાં પોસ્ટલ બેલેટ મતદાનના બીજો દિવસે અધિકારીઓ સહભાગી થયા

Chhotaudepur Ballot Election: છોટાઉદેપુર જિલ્લામાં ચૂંટણી કામગીરીમાં રોકાયેલા કર્મીઓ માટે આજે બીજા દિવસે પોસ્ટલ બેલેટ મતદાન પ્રક્રિયામાં 1374 મતદાતાઓએ મતદાન કર્યું હતું. બે દિવસમાં કુલ 2686 મતદાતાએ પોસ્ટલ બેલેટથી મતદાન…

Chhotaudepur Ballot Election: છોટાઉદેપુર જિલ્લામાં ચૂંટણી કામગીરીમાં રોકાયેલા કર્મીઓ માટે આજે બીજા દિવસે પોસ્ટલ બેલેટ મતદાન પ્રક્રિયામાં 1374 મતદાતાઓએ મતદાન કર્યું હતું. બે દિવસમાં કુલ 2686 મતદાતાએ પોસ્ટલ બેલેટથી મતદાન કર્યું છે. રાજ્ય ચુંટણી પંચ દ્વારા કોઈપણ મતદાર મતદાનથી વંચિત ના રહે અને વધુમાં વધુ મતદાન થાય તે અંગેના તમામ ભગીરથ પ્રયાસો હાથ કરવામાં આવી રહ્યા છે.

  • પોસ્ટલ બેલેટ મતદાનની પ્રક્રિયા શરૂ કરવામાં આવી

  • અધિકારીઓ, કર્મચારીઓ અને પત્રકારોએ પોસ્ટલ મતદાન કર્યું

  • પ્રથમ દિવસે 1312 મતદાતાઓએ મતદાન કર્યું હતું

લોકોમાં મતદાન જાગૃતિ આવે તે માટે શેરી નાટકો અઠવાડીક હાટ બજારમાં તેમજ જાહેર સ્થળોએ ભજવવામાં આવે છે. રાજ્યમાં ત્રીજા તબક્કામાં 7 મી મેના રોજ લોકસભાની 25 બેઠકો માટે રાજ્યમાં મતદાન યોજાશે અને આ ચૂંટણી કામગીરીમાં રાજ્યના લાખો કર્મચારીઓ તેમજ પત્રકારો તેમની ફરજના ભાગરૂપે જોડાશે. તેઓ મતદાનથી વંચિત ના રહે અને તેઓ મતદાનના દિવસે તેઓની ફરજ નિભાવી શકે તે માટે તા. 29 મી એપ્રિલથી પોસ્ટલ બેલેટ મતદાનની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.

આ પણ વાંચો: Gujarat Weather : મતદાનના દિવસે રાજ્યમાં હીટવેવની સંભાવના, હવામાન નિષ્ણાતની આગાહી

અધિકારીઓ, કર્મચારીઓ અને પત્રકારોએ પોસ્ટલ મતદાન કર્યું

જે અંતર્ગત છોટાઉદેપુર લોકસભામાં સમાવેશ તમામ વિધાનસભા વિસ્તારમાં પોસ્ટલ બેલેટ મતદાન પ્રક્રિયાનો પ્રારંભ કરાયો છે. જેમાં ચૂંટણી ફરજ પરના જોડાયેલા અધિકારીઓ, કર્મચારીઓ અને પત્રકારોએ પોસ્ટલ મતદાન કર્યું હતું. ચૂંટણી ફરજ પરના કર્મચારીઓ, પત્રકારો પોલીસ અધિકારીઓ, પોલીસ કર્મીઓ, તેમજ સહિતના મતદારોએ મતદાન કરી અને લોકશાહીના મહાપર્વ માં યોગદાન કરી પોતાની નાગરિક તરીકે ની ફરજ અદા કરી હતી. અત્રે ખાસ ઉલ્લેખનીય છે કે, યોજાયેલ મતદાન પ્રક્રિયામાં કર્મચારીઓએ લોકશાહીના પર્વમાં પોતાની ભાગીદારી ઉત્સાહભેર નોંધાવી હતી.

આ પણ વાંચો: Amit Shah : સાબરકાંઠામાં આંતરિક જૂથવાદને નાથવા ગાંધીનગરમાં મંથન, અમદાવાદમાં વિશાળ જનસભા સંબોધશે

પ્રથમ દિવસે 1312 મતદાતાઓએ મતદાન કર્યું હતું

છોટાઉદેપુર જિલ્લામાં બે દિવસમાં થયેલ પોસ્ટલ બેલેટ મતદાન ની વિગતવાર વાત કરીએ તો પ્રથમ દિવસે 1312 મતદાતાઓએ મતદાન કર્યું હતું.જેમાં છોટાઉદેપુર વિધાનસભામાં 546, પાવી જેતપુર વિધાનસભામાં 308 અને સંખેડા વિધાનસભામાં 458 મતદાતાઓએ મતદાન કર્યું હતું. છોટાઉદેપુર જિલ્લામાં આજે બીજા દિવસે કુલ 1374 મતદાતાઓએ પોસ્ટલ બેલેટ થી મતદાન કર્યું હતું.

જિલ્લા અધિકારીઓએ સહભાગિતા નોંધાવી

જેમાં છોટાઉદેપુર વિધાનસભામાં 426, પાવી જેતપુર વિધાનસભામાં 344 અને સંખેડા વિધાનસભામાં 604 મતદાતાઓએ મતદાન કર્યું હતું. એમ બે દીવસમાં કુલ 2686 મતદાતાઓ એ મતદાન કર્યું હતું. આ તકે જિલ્લા ચૂંટણી અધિકારી અનીલ ધામેલિયા ઉપરાંત જિલ્લા પોલીસ અધિક્ષક આઈ.જી. શેખ, નિવાસી અધિક કલેકટર શૈલેષ ગોકલાણી, પ્રાંત અધિકારી વિમલ બારોટ સહિતના અધિકારીઓએ પોસ્ટલ બેલેટથી મતદાન કરીને લોકશાહીના અવસરમાં પોતાની સહભાગિતા નોંધાવી હતી.

અહેવાલ તૌફિક શૈખ

આ પણ વાંચો: Surat : ચૂંટણી પહેલા AAP માં વધુ એક ઝટકો, પિયુષ દેસાઈ કર્યો કેસરીયા

Whatsapp share
facebook twitter