Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

DAHOD : અહો આશ્ચર્યમ! જિલ્લામાં અહી ભર ઉનાળામાં વરસ્યા બરફના કરા 

05:52 PM Apr 11, 2024 | Harsh Bhatt
  • દાહોદ જિલ્લાના વાતાવરણ મા પલ્ટો
  • શહેર સહિત જિલ્લામાં ભારે પવન સાથે વાદળો છવાયા
  • લીમડી સહિત આસપાસ ના વિસ્તારો મા વરસાદ
  • મિરાખેડી માં બરફ ના કરા સાથે વરસાદ
  • ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ

DAHOD : ભર ઉનાળામાં બરફના કરાની વર્ષા એ પણ આપણા ગુજરાતમાં! આવું કદાચ તમે પહેલા નહીં સાંભળ્યું હોય. પરંતુ ગુજરાતના દાહોદમાં આવી ઘટના આજે થવા પામી છે. દાહોદ ( DAHOD ) જિલ્લામાં કમોસમી વરસાદ સાથે બરફના કરા વરસ્યા છે. બરફના કરા ઉનાળાની કાળજાળ ગરમીમાં વરસતા લોકોને જરૂરથી મીઠી ઠંડકનો અનુભવ થયો છે.

ભર ઉનાળામાં વરસ્યા બરફના કરા

દાહોદ ( DAHOD ) જિલ્લામાં આજરોજ અચાનક વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. દાહોદ ( DAHOD ) શહેર સહિત જિલ્લામાં ભારે પવન સાથે વાદળો છવાયા હતા. લીમડી સહિત આસપાસના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ પણ આવ્યો હતો. પરંતુ મિરાખેડીમાં તો વરસાદ સાથે સાથે બરફના કરા પણ વરસ્યા હતા, જે બાદ ભર ઉનાળામાં બરફના કરા થતાં લોકોમાં અચરજ અને કુતૂહલ સર્જાયું હતું. કમોસમ વરસાદના કારણે સમગ્ર વિસ્તારમા ઠંડક પ્રસરી જવા પામી હતી.

હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની આ આગાહી…..

હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની આગાહી મુજબ, રાજ્યમાં કાળઝાળ ગરમી વચ્ચે 12થી 15 એપ્રિલ દરમિયાન કમોસમી વરસાદ પડી શકે છે. ગુજરાતના (Gujarat) કેટલાક ભાગોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે. આંધી અને ગાજવીજ સાથે વરસાદ થવાની આગાહી હવામાન નિષ્ણાતે વ્યક્ત કરી છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે (Ambalal Patel) જણાવ્યું કે, 17મી એપ્રિલ બાદ રાજ્યમાં ગરમીનું પ્રમાણ વધવાની શક્યતા છે. રાજ્યમાં તાપમાનનો પારો 43 ડિગ્રી સુધી જવાની સંભાવના છે. રાજ્યમાં આવનારા દિવસોમાં બેવડી ઋતુનો અનુભવ લોકો કરી શકે છે. જણાવી દઈએ કે, હાલ રાજ્યના કેટલાક જિલ્લાઓમાં ગરમીનો પારો 41 ડિગ્રીને પાર પહોંચ્યો છે.

કયાં કેટલું તાપમાન?

રાજ્યમાં સૌધી વધુ તાપમાન રાજકોટ (Rajkot) ખાતે નોંધાયું હતું. રાજકોટમાં તાપમાન 41.7 ડિગ્રી સુધી નોંધાયું છે. ત્યારે અમદાવાદમાં 41.5 ડિગ્રી, ભુજમાં 41.1 ડિગ્રી, ગાંધીનગરમાં (Gandhinagar) 41.0 અને અમરેલીમાં (Amreli) 40.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે. ડીસા અને ડાંગમાં 39.4 ડિગ્રી, વડોદરામાં (Vadodara) 38.6, છોટા ઉદેપુરમાં 38.3 ડિગ્રી, દાહોદમાં 38.0 ડિગ્રી, ભાવનગરમાં 37.5 ડિગ્રી, નલિયામાં 37.0 ડિગ્રી, જામનગરમાં 36.5 ડિગ્રી, સુરતમાં (Surat) 34.2 ડિગ્રી, વલસાડમાં 36.4 ડિગ્રી અને વેરાવળમાં 31.7 ડિગ્રી સુધી તાપમાન નોંધાયું છે. જો કે, આગામી ત્રણ દિવસ દરમિયાન ગરમીથી આંશિક રાહત મળે તેવી આગાહી હવામાન વિભાગ (weather department) દ્વારા કરવામાં આવી છે. આગામી સમયમાં 3 ડિગ્રી સુધી ગરમીનાં પ્રમાણમાં ઘટાડો થવાની સંભાવના છે.

આ પણ વાંચો : AMBAJI : ત્રીજા નોરતે ખાસ જવેરા આરતીમાં ઊમટ્યું ભક્તોનું ઘોડાપૂર