Iphone હમેશાથી તેના અવનવા ફીચર્સને કારણે ચર્ચામાં રહે છે. Iphone ના યુનિક અને ઉપયોગી ફીચર્સ તેના યુસર્સને ઘણા પસંદ પણ ખૂબ આવે છે. આ દિવસોમાં કંપની એક ઍક્સેસિબિલિટી ફીચર પર કામ કરી રહી છે જે આઇફોનનો ઉપયોગ કરવાની રીતને બદલી દેશે.હવે તાજેતરમાં Apple દ્વારા Iphone માં નવા ફીચર્સનો સમાવેશ કરવામાં આવ્યા છે. તાજેતરના iOS 17.5 અપડેટ સાથે પણ, કંપનીએ iPhoneમાં ઘણા નવા ફીચર્સ ઉમેર્યા છે.
કંપની eye to scroll અને navigate ફીચર લાવી રહી છે
Apple Now Lets You Use Eyes To Scroll And Navigate On iPhones And iPads: Here’s Howhttps://t.co/EUWlQQAUrX
— MSN India (@msnindia) May 16, 2024
પ્રાપ્ત અહેવાલો અનુસાર હવે ટૂંક સમયમાં તમે તમારા Iphone ને આંખના ઈશારો પર ઓપરેટ કરી શકશો. હા, કંપની eye to scroll અને navigate ફીચર લાવી રહી છે. આઇ ટ્રેકિંગ નામ સૂચવે છે તેમ, તમે હવે તમારા આઇફોન પર નેવિગેટ કરવા અને સ્ક્રોલ કરવા માટે તમારી આંખોનો ઉપયોગ કરી શકો છો. આ ફીચર તમારા iPhone અથવા iPad ના ફ્રન્ટ કેમેરાનો ઉપયોગ કરીને કામ કરશે. નોંધનીય છે કે, સુવિધા નવા અને જૂના તમામ iPhone અને iPad વપરાશકર્તાઓ માટે ઉપલબ્ધ હશે.
Apple ટૂંક સમયમાં જ દરેક માટે આ ફીચર રોલ આઉટ કરી શકે છે
આ ફીચરનો ઉપયોગ કરવા માટે તમારે નવો iPhone ખરીદવાની જરૂર પડશે નહીં. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે Apple આ ફીચરને સુધારવા માટે AIનો પણ ઉપયોગ કરી શકે છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે Apple ટૂંક સમયમાં જ દરેક માટે આ ફીચર રોલ આઉટ કરી શકે છે, જે કંપનીની એપ્સ અને થર્ડ પાર્ટી એપ્સને પણ સપોર્ટ કરશે.
આ ફીચર માટે કોઈ વધારાના હાર્ડવેર અથવા ટૂલ્સની પણ જરૂર નથી
આ ફીચર A12 ચિપસેટ અથવા પછીના બધા iPhones અથવા iPads પર ઉપયોગમાં લઈ શકાશે. નોંધનીય છે કે, સામાન્ય યુઝર્સની સાથે-સાથે એવું કહેવામાં આવી રહ્યું છે કે આ ફીચર વિકલાંગ લોકોને ઘણી મદદ કરશે. આંખના ટ્રેકિંગને ઉપયોગ કરવા માટે કોઈ વધારાના હાર્ડવેર અથવા ટૂલ્સની પણ જરૂર નથી, જે ઘણા લોકો માટે અસરકારક હેન્ડ્સ-ફ્રી સુવિધા પ્રદાન કરશે. વધુમાં એ પણ જાણવા મળી રહ્યું છે કે, આઇ ટ્રેકિંગ ફીચર સેટઅપ કરવું પણ ખૂબ જ સરળ હશે.
આ પણ વાંચો : Alert : સાયબર ક્રિમિનલ્સ અપનાવી રહ્યા છે રોજ નવી તરકીબો..!