Kheda: ખેડાના ઠાસરા તાલુકામાં હત્યાનો બનાવ સામે આવ્યો છે. મળતી વિગતો પ્રમાણે ઠાસરા તાલુકાના મોરઆંબલી ગામે ખુની ખેલ ખેલાયો છે. અહીં એક લગ્ન પ્રસંગ દરમિયાન યુવક પર ઘાતકી હથિયારોથી હુમલો થયાની ઘટના બની હતી. સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે કોઈ બાબતે માથાકૂટ થતા વિવાદે ઉગ્ર સ્વરૂપ લેતા કારમાં આવેલા શખ્શોએ ઘાતક હથિયારો વડે હુમલો કર્યા હતો. નોંધનીય છે કે, આ હુમલામાં યુવકનું ઘટના સ્થળ પર જ મોત થયું હતું.
મૃતકને પીએમ અર્થે ઉમરેઠ સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો
મળતી જાણકારી પ્રમાણે આ જીવલેણ હુમલામાં 5 વ્યક્તિઓને ઈજાઓ પહોંચી હતી. જેમાંથી એક વ્યક્તિને ગંભાર ઈજા પહોંચતા ઘટના સ્થળ પર જ મોત નિપજ્યુ હતૂં. નોંધનીય છે કે, આ ખુની ખેલમાં ગોવિંદસિંહ પ્રભાતસિંહ સોલંકીનું મૃત્યુ થયાના સમાચાર સામે આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, મરણ જનાર વ્યક્તિને પીએમ અર્થે ઉમરેઠ સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ સાથે સાથે અન્ય 4 ઇજા પામનાર વ્યક્તિઓને ખાનગી હોસ્પિટલ સારવાર અર્થે ખસેડાયા હતાં. સારવાર લઈ રહેલા ઇજાગ્રસ્તોની વાત કરવામાં આવે તો, લાબસિંહ સોલંકી, નટવરસિંહ સોલંકી, મહેન્દ્રસિંહ સોલંકી અને વિક્રમસિંહ સોલંકી અત્યારે સારવાર હેઠળ છે.
સમગ્ર મામલે પોલિસ દ્વારા સઘન તપાસ હાથ ધરવામાં આવી
નોંધનીય છે કે, હત્યાના બનાવની જાણ થતા નડિયાદ ડીવાયએસપી સહિત પોલીસ કાફલો મોરઆમલી ગામે પહોંચ્યો હતા. અહીં સમગ્ર મામલે પોલિસ દ્વારા સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી. તમને જણાવી દઇએ કે, કેટલાક લોકો ગાડીમાં આવ્યા અને લગ્ન દરમિયાન હુમલો કર્યો હતો. જેમાં ચાર લોકો ઘાયલ થયા છે જ્યારે એક મૃત્યુ ઘટના સ્થળ પર જ મોત થયાના સમાચાર સામે આવ્યા છે. સમગ્ર બનાવની વાત કરવામાં આવે તો ઠાસરા તાલુકાના મોરઆંબલી ગામે ખુની ખેલ ખેલાયો હતો.