+

વિદેશ જવા ઈચ્છતા લોકોને સતર્ક કરતો કિસ્સો, કબૂતરબાજીના રેકેટનો પર્દાફાશ

કબૂતરબાજી, આ શબ્દ નવો નથી, વર્ષોથી વિદેશ જવાની લાલચ રાખતા લોકોને ગેરકાયદેસર રીતે મોકલવામાં આવે છે. તાજેતરમાં જ કેનેડા બોર્ડર પર ઘૂસવાનો પ્રયત્ન કરતા ગુજરાતી પરિવારનું ઠંડીમાં ઠૂંઠવાઈ જવાના કારણે મોત થયું હતું. આ ઘટનામાં પણ કબૂતરબાજી જવાબદારી હતી. ત્યારે ગાંધીનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચે આવી જ કબૂતરબાજીનારેકેટનો પર્દાફાશ કર્યો છે. નવ પરિણીત દંપતિને વિદેશ જવાની આપતા લાલચઅમદાવાદ
કબૂતરબાજી, આ શબ્દ નવો નથી, વર્ષોથી વિદેશ જવાની લાલચ રાખતા લોકોને ગેરકાયદેસર રીતે મોકલવામાં આવે છે. તાજેતરમાં જ કેનેડા બોર્ડર પર ઘૂસવાનો પ્રયત્ન કરતા ગુજરાતી પરિવારનું ઠંડીમાં ઠૂંઠવાઈ જવાના કારણે મોત થયું હતું. આ ઘટનામાં પણ કબૂતરબાજી જવાબદારી હતી. ત્યારે ગાંધીનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચે આવી જ કબૂતરબાજીના
રેકેટનો પર્દાફાશ કર્યો છે. 
નવ પરિણીત દંપતિને વિદેશ જવાની આપતા લાલચ
અમદાવાદ અને મહેસાણાના દંપતિ જેઓ વિદેશ જવા માગતા હાય તેઓનો આ ગેંગ સંપર્ક કરતી હતી. ગેંગે સૌથી પહેલા દંપતિઓને વિદેશ મોકલવાની લાલચે દિલ્લી અને કોલકત્તા બોલાવ્યા હતા. ત્યારબાદ આ દંપતિઓને
ગોંધી રાખવામાં આવ્યા હતા અને તેમની પાસેથી રૂપિયા પડાવવામાં આવ્યા. સમગ્ર કેસ આવતા LCBની 
જુદી જુદી ટીમ હવાઈ માર્ગેથી દિલ્લી અને કોલકત્તા રવાના થઈ. દિલ્લી સ્પેશિયલ સેલની મદદથી ભોગ બનનારનું
લોકેશન ટ્રેસ કરવામાં આવ્યું. બાળકો સહિત 15 લોકોને લોકલ ક્રાઈમ બ્રાન્ચે મુક્ત કરાવ્યા.
 ગેંગનો મુખ્ય સુત્રધાર ઝડપાયો
 વિદેશ જવા માંગતા લોકોને છેલ્લાં 3 મહિનાથી બંદૂકની અણીએ ગેરકાયદેસર ગોંધી રાખી ડરાવી- ધમકાવી રૂપિયા પડાવતી ગેંગના મુખ્ય સુત્રધારને ઝડપી  લેવામાં આવ્યો છે. ગાંધીનગર LCBએ ફસાયેલા તમામ લોકોને દિલ્લી તેમજ કોલકત્તા ખાતેથી છોડાવ્યા છે. સમગ્ર કેસમાં પૂછપરછમાં મોટો ખુલાસો થયો છે.
લોકોને ભેેગા કરવા એજન્ટની લેવાઈ મદદ
 રાજેશ નટવરલાલ પટેલ નામના એજન્ટનાં મારફતે તમામ લોકોને કોલકત્તા અને દીલ્હી બોલાવ્યા હતા..જ્યાં સુશિલ રોય,  સંતોષ રોય તેમજ કમલ સિંઘાનિયા નામના માણસોએ ભેગા મળી આ તમામ લોકોને ગેરકાયદેસર ગોંધી રાખ્યા અને તેઓની ઉપર અમાનવીય ત્રાસ ગુજારી પરિવારને ફોન  કરાવી ધાક ધમકી આપી તમામ લોકો કેનેડા પહોચી ગયા છે,  તેવુ કહેવડાવી પરિવાર પાસેથી અલગ અલગ રકમ મળી ૨ કરોડ ૩૫ લાખ જેટલી રકમ ખંડણી સ્વરૂપે વસુલી હતી..તેવામાં આ ટોળકીએ આવા ગુન્હાઓને અગાઉ પણ અંજામ આપ્યો હોવાનુ ખુલ્યું છે. આ ગુનામાં હાલ એક આરોપી રાજેશ નટવરલાલ પટેલની અટકાયત કરવામાં આવેલ છે અને બાકીના આરોપીઓની શોધખોળ ચાલુ છે. આ બાબતે માણસા પોલીસ મથકે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.. સાથે જ અને ફરાર આરોપીઓને પકડવા કાર્યવાહી કરવામાં આવી રહી છે તેમજ અન્ય એજન્ટ રમેશભાઈ સોમાભાઈ પટેલની પણ પૂછપરછ કરાઈ રહી છે. ત્યારે આ ગુનામાં મોટુ રેકેટ ખુલવાની શક્યતાઓ સેવાઈ રહી છે.
Whatsapp share
facebook twitter