+

Parimal Nathwani એ PM મોદી અને અમિત શાહના કર્યાં વખાણ, કરી આ ખાસ અપીલ

રાજ્યમાં બે દિવસ બાદ લોકસભા ચૂંટણી (Lok Sabha elections) માટે મતદાન થવાનું છે. ત્યારે રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીએ (Parimal Nathwani) લોકોને ખાસ અપીલ કરી છે. તેમણે ભારતીય જનતા પાર્ટી (BJP)…

રાજ્યમાં બે દિવસ બાદ લોકસભા ચૂંટણી (Lok Sabha elections) માટે મતદાન થવાનું છે. ત્યારે રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીએ (Parimal Nathwani) લોકોને ખાસ અપીલ કરી છે. તેમણે ભારતીય જનતા પાર્ટી (BJP) તરફી મતદાન કરવા અપીલ કરી છે. પરિમલ નથવાણીએ ખંભાળિયા (Khambhalia) ખાતે યોજાયેલ એક સામાજીક કાર્યક્રમમાં હાજરી આપી હતી. દરમિયાન, તેમણે જામનગર લોકસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર પૂનમબેન માડમ અને પીએમ મોદી માટે મતદાન કરવા અપીલ કરી હતી.

પરિમલ નથવાણીએ પીએમ મોદી (PM Narendra Modi) અને ગૃહરમંત્રી અમિત શાહના વખાણ કરતા કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિદેશોમાં પણ ધાક છે. પીએમ મોદીએ એક દાયકામાં કરેલું કામ ગૌરવની વાત છે. PM મોદીના સુકાનીમાં દેશ પ્રગતિ કરી રહ્યો છે. પીએમ મોદીએ આટલા વર્ષમાં જે કરી બતાવ્યું છે તે કોઈ કરી શક્યું નથી. આપણા માટે આ ગૌરવની વાત છે. જામનગર (Jamnagar) જિલ્લો પણ પ્રગતિના પથમાં છે. આ તેમની લોકસભા છે. પૂનમબેન માડમ (Poonamben Madam) અહીંથી ઉમેદવાર છે. આથી મારી સૌ લોહાણા સમાજને (Lohana Samaj) વિંનતી છે કે સવારે જ્યારે મતદાન મથક શરૂ થઈ જાય ત્યારે વહેલી સવારમાં વધુમાં વધુ મતદાન કરવું. તેમણે કહ્યું કે, આપણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મજબૂત બનાવવાના છે.

PM મોદીના નેતૃત્વમાં દેશ પ્રગૃતિના પથ પર છે : પરિમલ નથવાણી

પરિમલ નથવાણીએ (Parimal Nathwani) આગળ કહ્યું કે, આ સૌ જાણો છો કે IPL નો સમય છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિતભાઈ શાહ (Amitbhai Shah) આપણા દેશના એમ્પાયર અને લેગ એમ્પાયર છે. એ આપણા માટે ગૌરવની વાત છે. આપણો જિલ્લો પણ પ્રગતિના પથ પર છે. ખંભાડિયા પણ પ્રગૃતિ કરશે. આ સાથે તેમણે લોહાણા સમાજને નમન, વંદન કરી આભાર માન્યો હતો.

આ પણ વાંચો – Rajkot : પત્રિકાકાંડમાં ક્રાઇમ બ્રાંચ એક્શન મોડમાં! પરેશ ધાનાણીના ભાઇ સામે કરશે આ મોટી કાર્યવાહી!

આ પણ વાંચો – Kshatriya Andolan : કારડીયા રાજપૂત અને ક્ષત્રિય દરબાર સમાજનો BJP ને ટેકો, કોળી સમાજનું પણ સમર્થન

આ પણ વાંચો – Junagadh : ઉપલા દાતારના મહંત 75 વર્ષથી નથી કરી શક્યા મતદાન..

Whatsapp share
facebook twitter