+

ગુજરાતમાં કોરોનાનો પગપેસારો, તમામ રાજ્યમાં એક્શન મોડમાં

અહેવાલ તૌફિક શેખ છોડા ઉદેપુરમાં કોરોનાને લઈને સર્વે કામગીરી હાથ ધરવામાં આવી દેશના વિવિધ રાજ્યો સહિત ગુજરાતમાં પણ કોરોનાના કેસમાં વધારો થતો જોવા મળી રહ્યો છે. ત્યારે સમગ્ર દેશમાં જાહેર…

અહેવાલ તૌફિક શેખ

છોડા ઉદેપુરમાં કોરોનાને લઈને સર્વે કામગીરી હાથ ધરવામાં આવી

દેશના વિવિધ રાજ્યો સહિત ગુજરાતમાં પણ કોરોનાના કેસમાં વધારો થતો જોવા મળી રહ્યો છે. ત્યારે સમગ્ર દેશમાં જાહેર ચેતવણી સાથે એક્શન મોટ ઓન કરી દેવામાં આવ્યો છે. તેના કારણે ગુજરાતના વિવિધ શહેર-ગામડાઓમાં નાગરિકો માટે કોરોના ટેસ્ટ શરું કરવામાં આવ્યો છે. ત્યારે છોટા ઉદેપુર જિલ્લામાં કોરોના ટેસ્ટ શરું કરવામાં આવ્યો હતો. તેના અંતર્ગત સ્થાનિક આરોગ્ય કેન્દ્ર પર પાંચ શંકાસ્પદ દર્દીઓના ટેસ્ટ લેવામાં આવ્યા છે.

છોડા ઉદેપુરમાં જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા જાહેર સૂચન બહાર પાડવામાં આવ્યું

જો કે છોડા ઉદેપુર જિલ્લામાં આરોગ્ય અધિકારી સી બી ચોબિસાએ જણાવ્યું હતું કે  જિલ્લામાં કાર્યરત ઓક્સિજન પ્લાન્ટની મોકડ્રીલ કરી તેની ચકાસણી પણ કરવામાં આવી છે અને દરેક બ્લોક દીઠ ૬ ટીમ દ્વારા સર્વે ની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જિલ્લામાં ૪૬૦ ઓક્સિજન સિલિન્ડર હયાત છે. તેમજ 6 ઓક્સિજન પ્લાન્ટ કાર્યરત છે. આ સાથે જ છોટાઉદેપુર જનરલ હોસ્પિટલમાં સ્પેશિયલ કોવિડ વોર્ડ બનાવવાની સૂચના પણ આપવામાં આવી છે.

જનરલ હોસ્પિટલની ઓપીડી ને આધાર માનીએ તો રોજની ૨૦૦ ની ઓ.પી.ડી. માં ૫૦ થી ૬૦ કેસો શરદી ખાંસીમાં આવી રહ્યા છે. જો કે હાલ તબીબોના મતે સીઝનલ વાઈરલ ઇન્ફેક્શનનો પણ વાવર ચાલતો હોવાને કરાણ દર્દીઓનાં આંકડામાં વધારો જોવા મળી રહ્યો છે. જોકે હાલ છોટાઉદેપુર જિલ્લામાં કોરોના ટેસ્ટ પોઝિટિવ કેસની વાત કરીએ તો માર્ચ -૨૩ માં મળી આવેલ ચાર પોઝિટિવ કેશ બાદ એકપણ કેસ કોરોનાનો આજ દિન સુધી મળી આવેલ નથી.

આ પણ વાંચો: CHHOTA UDEPUR : ઢોલ-નગારા અને સરઘસ કાઢીને ઘેલવાંટ ગ્રામ પંચાયતનું લોકાર્પણ કરવામાં આવ્યું

 

 

 

 

Whatsapp share
facebook twitter