+

Rahul Gandhi : આવકવેરાની નોટિસ મળ્યા બાદ રાહુલ ગાંધીની પ્રથમ પ્રતિક્રિયા આવી સામે, જાણો શું કહ્યું…

લોકસભા ચૂંટણી પહેલા આવકવેરા વિભાગ દ્વારા કોંગ્રેસ (Congress)ને નોટિસ આપવામાં આવી છે. આ અંગે રાહુલ ગાંધી (Rahul Gandhi)એ સત્તાધારી ભાજપ પર આકરા પ્રહારો કર્યા છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર રાહુલ…

લોકસભા ચૂંટણી પહેલા આવકવેરા વિભાગ દ્વારા કોંગ્રેસ (Congress)ને નોટિસ આપવામાં આવી છે. આ અંગે રાહુલ ગાંધી (Rahul Gandhi)એ સત્તાધારી ભાજપ પર આકરા પ્રહારો કર્યા છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર રાહુલ ગાંધી (Rahul Gandhi)એ એક પોસ્ટમાં કહ્યું હતું કે, એવી કાર્યવાહી કરવામાં આવશે કે ફરી આ બધું કરવાની કોઈની હિંમત નહીં થાય. આ મારી ગેરંટી છે. તમને જણાવી દઈએ કે ભાજપ લોકસભા ચૂંટણી માટે ‘મોદીની ગેરંટી’ અભિયાન ચલાવી રહી છે, જે તેમના ચૂંટણી વચનો પૂરા કરવા માટે વડાપ્રધાન મોદીની પ્રતિબદ્ધતાને દર્શાવે છે. કોંગ્રેસ (Congress)ના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી (Rahul Gandhi)એ તેમના અગાઉના વીડિયોને ટેગ કર્યા હતા અને તેમની પોસ્ટ સાથે #BJPTaxTerrorism હેશટેગનો પણ ઉપયોગ કર્યો હતો.

કોંગ્રેસે ભાજપ પર “Tax Terrorism”નો આરોપ લગાવ્યો…

બીજી તરફ, કોંગ્રેસે (Congress) કહ્યું કે પાર્ટીને પાછલા વર્ષોના ટેક્સ રિટર્નમાં વિસંગતતાઓ માટે 1,800 કરોડ રૂપિયા જમા કરાવવા માટે આવકવેરા વિભાગ તરફથી નવી નોટિસ મળી છે. નોટિસને “ગંભીર” ગણાવતા, કોંગ્રેસે (Congress) ભાજપ પર “Tax Terrorism”નો આરોપ લગાવ્યો. કોંગ્રેસ (Congress)ના નેતા જયરામ રમેશે પત્રકાર પરિષદમાં કહ્યું કે કોંગ્રેસ (Congress)ને આર્થિક રીતે નબળી બનાવવાના પ્રયાસો થઈ રહ્યા છે, પરંતુ અમે ડરવાના નથી. ઈન્કમટેક્સ વિભાગની આ નોટિસ સામે કોંગ્રેસે (Congress) સપ્તાહના અંતે દેશવ્યાપી વિરોધ પ્રદર્શન કરવાનું પણ નક્કી કર્યું છે.

આવકવેરા વિભાગ તરફથી નોટિસ ફટકારી…

આ વર્ષે ફેબ્રુઆરીમાં કોંગ્રેસે (Congress) કહ્યું હતું કે કથિત આવકવેરા ડિફોલ્ટને કારણે પાર્ટીના બેંક ખાતાઓ ફ્રીઝ કરવામાં આવ્યા છે. પાર્ટીને કથિત ઓવરડ્યુ ટેક્સમાં રૂ. 130 કરોડ ચૂકવવા માટે નોટિસ આપવામાં આવી હતી. કોંગ્રેસે (Congress) કહ્યું કે તેને આવકવેરા વિભાગ તરફથી તાજી નોટિસ મળી છે, જેમાં તેને રૂ. 1,823.08 કરોડ ચૂકવવાનું કહેવામાં આવ્યું છે, અને આરોપ લગાવ્યો છે કે ભાજપ આવકવેરા કાયદાનું “ગંભીર ઉલ્લંઘન” કરી રહ્યું છે.

કોંગ્રેસના કોષાધ્યક્ષ અજય માકનનું નિવેદન

કોંગ્રેસના કોષાધ્યક્ષ અજય માકને કહ્યું કે આવકવેરા દ્વારા કોંગ્રેસને 1,823.08 કરોડ રૂપિયાનો દંડ ભરવા માટે નોટિસ મોકલી છે, પરંતુ આવકવેરા વિભાગ ભાજપ તરફ આંખ આડા કાન કરી રહ્યું છે. આવકવેરા વિભાગને માત્ર કોંગ્રેસ જ દેખાઈ રહી છે, અમારી પાર્ટીને હેરાન કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો : Jammu & Kashmir : BJP એ જાહેર કરી સ્ટાર પ્રચારકોની યાદી, PM મોદી સહિત આ નેતાઓ કરશે ચૂંટણી પ્રચાર…

આ પણ વાંચો : Kangana Ranaut : કંગના પોતાના મત વિસ્તારમાં જઇને શું બોલી, Video

આ પણ વાંચો : Lok Sabha Election : પત્નીઓના સહારે ‘સંસદ યાત્રા’…, બિહારના આ 4 બાહુબલીઓની સિયાસી ગેમ!

Whatsapp share
facebook twitter