+

Congress : વધુ એક દિગ્ગજ નેતાએ ચૂંટણી લડવાનો કર્યો ઇન્કાર

Congress : ગુજરાતના રાજકારણના સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે. કોંગ્રેસ (Congress)ના વધુ એક દિગ્ગજ નેતાએ ચૂંટણી લડવામાંથી પીછેહટ કરી છે. ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ નેતા પરેશ ધાનાણી રાજકોટથી ચૂંટણી લડવાના…

Congress : ગુજરાતના રાજકારણના સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે. કોંગ્રેસ (Congress)ના વધુ એક દિગ્ગજ નેતાએ ચૂંટણી લડવામાંથી પીછેહટ કરી છે. ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ નેતા પરેશ ધાનાણી રાજકોટથી ચૂંટણી લડવાના હતા પરંતુ તેમણે કોંગ્રેસ હાઇકમાન્ડ સમક્ષ ચૂંટણી લડવાની ના પાડી દીધી છે.

પરેશ ધાનાણીએ ચૂંટણી લડવાનો ઇન્કાર કરી દીધો

રાજકોટ લોકસભા બેઠક પરથી કોંગ્રેસના નેતા પરેશ ધાનાણીને ટિકિટ આપવાની હતી પરંતુ હવે પરેશ ધાનાણીએ ચૂંટણી લડવાનો ઇન્કાર કરી દીધો છે. પરેશ ધાનાણીએ ચૂંટણી ના લડવાની પોતાની ઈચ્છા હાઇકમાન્ડ સમક્ષ વ્યક્ત પણ કરી દીધી છે. કૌટુંબિક કારણસર પરેશ ધાનાણીએ ચૂંટણી લડવાનો ઇન્કાર કર્યો છે.

તેમણે કહ્યું કે મેં અગાઉ જ ચૂંટણી લડવાની ના પાડી હતી

ગુજરાત ફર્સ્ટ સાથે પરેશ ધાનાણીએ ટેલિફોનિક વાતચીત કરી હતી જેમાં તેમણે કહ્યું કે મેં અગાઉ જ ચૂંટણી લડવાની ના પાડી હતી. કોંગ્રેસ હાઇકમાન્ડની ઈચ્છા છતાં ધાનાણી ચૂંટણી ન લડવા પર અડગ છે. પરેશ ધાનાણીએ હાઇકમાન્ડ પાસે પણ સ્થિતિ સ્પષ્ટ કરી હતી. પરેશ ધાનાણી ન લડે તો હિતેશ વોરાનું નામ લગભગ નક્કી ગણાઇ રહ્યું છે.

કોંગ્રેસના ઘણા ઉમેદવારોએ સામેથી ચૂંટણી લડવાની હાઇકમાન્ડને ના પાડી

ઉલ્લેખનિય છે કે અગાઉ પણ કોંગ્રેસના ઘણા ઉમેદવારોએ સામેથી ચૂંટણી લડવાની હાઇકમાન્ડને ના પાડી દીધી હતી. તાજેતરમાં અમદાવાદમાં પણ રોહન ગુપ્તાએ ટિકિટ મળી હોવા છતાં ચૂંટણી લડવાની ના પાડી દીધી હતી.

આ પણ વાંચો—- Lok Sabha Election 2024: કોંગ્રેસે પ્રેસ કોન્ફરન્સ યોજી સરકાર પર કર્યા વાક્ પ્રહાર

આ પણ વાંચો— VADODARA : ચૂંટણીને લઇ રૂ. 10 લાખથી વધુની શંકાસ્પદ રોકડ સામે થશે કાર્યવાહી, હેલીપેડ-એરપોર્ટ દેખરેખ હેઠળ

આ પણ વાંચો—- BY-ELECTION : 5 બેઠકોની પેટા ચૂંટણીમાં આ રહ્યા BJP-CONGRESS ના મુરતિયા

 

Whatsapp share
facebook twitter