+

Cold Wave : ઉત્તર ભારત ઠંડીની ઝપટમાં, IMD એ જાહેર કરી ચેતવણી

Cold Wave : ઉત્તર ભારતમાં શીત લહેર યથાવત છે. દેશની રાજધાની દિલ્હી સહિત ઉત્તર ભારતના રાજ્યોમાં ઠંડીનો કહેર યથાવત છે. શનિવારે પંજાબ, હરિયાણા અને ઉત્તર પ્રદેશ (Uttar Pradesh) ના વિવિધ…

Cold Wave : ઉત્તર ભારતમાં શીત લહેર યથાવત છે. દેશની રાજધાની દિલ્હી સહિત ઉત્તર ભારતના રાજ્યોમાં ઠંડીનો કહેર યથાવત છે. શનિવારે પંજાબ, હરિયાણા અને ઉત્તર પ્રદેશ (Uttar Pradesh) ના વિવિધ વિસ્તારોમાં ગાઢ ધુમ્મસ (Dense fog) છવાયું હતું, જ્યારે રાજસ્થાનમાં ઠંડીની લહેર (Cold Wave) વચ્ચે ઘણી જગ્યાએ તાપમાનનો પારો 10 ડિગ્રી સેલ્સિયસથી નીચે નોંધાયો હતો. મળી રહેલી માહિતી અનુસાર, ઉત્તર ભારતમાં ઠંડીથી રાહત મળવાની હાલ કોઈ શક્યતા નથી. ઘટી રહેલા તાપમાનના કારણે ઠંડક પ્રસરી રહી છે. કોલ્ડ વેવને કારણે ઠંડીનું પ્રમાણ નોંધપાત્ર રીતે વધ્યું છે અને સમગ્ર દિલ્હીમાં ગાઢ ધુમ્મસ છવાઇ ગયું છે. IMD એ ઠંડા દિવસને લઈને ચેતવણી જાહેર કરી છે.

લઘુત્તમ તાપમાન 6 થી 10 ડિગ્રી વચ્ચે રહ્યું

રાષ્ટ્રીય રાજધાની દિલ્હી અને તેની આજુબાજુના જિલ્લાઓમાં ખૂબ ગાઢ ધુમ્મસ જોવા મળી રહી છે. દિલ્હી-એનસીઆર (Dlehi-NCR) માં રસ્તાઓ પર ધુમ્મસના જાડા સ્તર જોવા મળી રહ્યા છે. પરિસ્થિતિ એવી છે કે દિવસ દરમિયાન અંધારું હોય છે અને વાહનો ધીમી ગતિએ આગળ વધી રહ્યા છે. ધુમ્મસની અસર ટ્રેન (Train) અને એર ફ્લાઈટ (Flight) પર જોવા મળી રહી છે. ગાઢ ધુમ્મસને કારણે દેશભરમાંથી દિલ્હી આવતી 11 ટ્રેનો મોડી પડી રહી છે. ઉપરાંત, ઘણી ફ્લાઇટ્સ કાં તો વિલંબિત થશે અથવા રદ થશે.

દિલ્હી IGI એરપોર્ટ પર રવિવારે સવારે ધુમ્મસ જોવા મળી, જેના કારણે વિઝિબિલિટી ઓછી છે. લોકો 50 મીટર સુધી જોઈ શકતા નથી. ઉત્તર ભારતના ઘણા રાજ્યોમાં પણ આવી જ સ્થિતિ છે. ભારતીય હવામાન વિભાગ (IMD) એ ઉત્તર ભારતના ઘણા રાજ્યોમાં ઠંડા દિવસોને લઈને એલર્ટ (Alert) જાહેર કર્યું છે. દિલ્હી, બિહાર, ઉત્તર પ્રદેશ, પંજાબ, હરિયાણા, મધ્યપ્રદેશ, રાજસ્થાન, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, સિક્કિમમાં લઘુત્તમ તાપમાન 6 થી 10 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે નોંધાયું છે.

ઘણા રાજ્યોમાં 24 જાન્યુઆરી સુધી તીવ્ર શીત લહેર રહેશે

IMD એ બિહાર, પંજાબ, હરિયાણા અને ચંદીગઢમાં 24 જાન્યુઆરી સુધી તીવ્ર ઠંડીની આગાહી કરી છે. ઉત્તર ભારતમાં આગામી બે દિવસ સુધી ગાઢ ધુમ્મસ અને તીવ્ર શીત લહેર થવાની સંભાવના છે. ઠંડીથી બચવા લોકો કાં તો તેમના ઘરોમાં છુપાઈ ગયા છે અથવા બોનફાયરની સામે બેઠા છે.

આ પણ વાંચો – જાણે CAT – 1 કેટેગરીના રન-વે વિશે! કેમ દેશમાં આવા રન-વે ઓછા છે?

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Whatsapp share
facebook twitter