+

ઠંડી સાબિત થઇ જીવલેણ! દેશના આ વિસ્તારમાં છેલ્લા 24 કલાકમાં 25 લોકોના મોત, જાણો પૂરી વિગત

દિલ્હી સહિત સમગ્ર ઉત્તર ભારતમાં હાડ થીજાવતી ઠંડી પડી રહી છે. જે હવે જીવલેણ સાબિત થઇ રહી છે. શીત લહેર (Cold Wave) સાથે ગાઢ ધુમ્મસ પણ પડી રહ્યું છે, જેના કારણે વાહનવ્યવહાર પણ પ્રભાવિત થઈ રહ્યો છે. ઠંડીના આ પ્રકોપના કારણે હાર્ટ એટેક અને બ્રેન હેમરેજ જેવી સમસ્યાઓ વધી રહી છે. તાજા સમાચાર મુજબ ઉત્તર પ્રદેશના કાનપુર જિલ્લામાં હાર્ટ એટેક અને બ્રેન હેમરેજથી ગુરુવારે 5 જાન્યુઆરીએ અંદાજે 25 લોકોના મà
દિલ્હી સહિત સમગ્ર ઉત્તર ભારતમાં હાડ થીજાવતી ઠંડી પડી રહી છે. જે હવે જીવલેણ સાબિત થઇ રહી છે. શીત લહેર (Cold Wave) સાથે ગાઢ ધુમ્મસ પણ પડી રહ્યું છે, જેના કારણે વાહનવ્યવહાર પણ પ્રભાવિત થઈ રહ્યો છે. ઠંડીના આ પ્રકોપના કારણે હાર્ટ એટેક અને બ્રેન હેમરેજ જેવી સમસ્યાઓ વધી રહી છે. તાજા સમાચાર મુજબ ઉત્તર પ્રદેશના કાનપુર જિલ્લામાં હાર્ટ એટેક અને બ્રેન હેમરેજથી ગુરુવારે 5 જાન્યુઆરીએ અંદાજે 25 લોકોના મોત થયા છે.
ઠંડીના કારણે લોકો માટે જીવવું મુશ્કેલ બન્યું
દેશના ઘણા ભાગોમાં ભારે ઠંડી પડી રહી છે. ગુરુવારે પણ ભારે ઠંડીનો પ્રકોપ જોવા મળ્યો હતો. સમગ્ર ઉત્તર ભારત ગાઢ ધુમ્મસની ચાદરથી ઢંકાયેલું છે. આજે દેશની રાજધાની દિલ્હીમાં છેલ્લા બે વર્ષમાં સૌથી નીચું તાપમાન નોંધાયું હતું. કડકડતી ઠંડીના કારણે લોકો માટે જીવવું મુશ્કેલ બન્યું છે. આવી સ્થિતિમાં જ્યાં જનજીવન પ્રભાવિત થઈ રહ્યું છે ત્યાં આ શિયાળો હવે જીવલેણ પણ સાબિત થઈ રહ્યો છે. મહત્વનું છે કે, કાનપુર જિલ્લામાં ગુરુવારે હાર્ટ એટેક અને બ્રેઈન એટેકના કારણે 25 લોકોના મોત થયા હતા. જેમાં 7 લોકોના સારવાર દરમિયાન મોત નીપજ્યા હતા જ્યારે 15 દર્દીઓ હોસ્પિટલ પહોંચતા પહેલા જ મૃત્યુ પામ્યા હતા. વળી બ્રેઈન એટેકના કારણે 3 લોકોના મોત થયા છે. 
39 દર્દીઓના કરાયા ઓપરેશન
મળી રહેલી માહિતી અનુસાર, 5 જાન્યુઆરી, ગુરુવારે, 723 દર્દીઓ તેમની સારવાર માટે કાનપુર જિલ્લામાં હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ પહોંચ્યા. જેમાંથી 40થી વધુ દર્દીઓની હાલત ચિંતાજનક હોવાનું જાણવા મળ્યું હતું. સાવચેતીના પગલારૂપે તેમને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હાર્ટ ઇન્સ્ટિટ્યૂટના તબીબોએ જણાવ્યું હતું કે, ગત દિવસે 723 દર્દીઓમાંથી 39ના ઓપરેશન કરયા હતા. એક દર્દીની એન્જીયોગ્રાફી કરવામાં આવી હતી. તો ત્યાં સારવાર દરમિયાન 7 લોકોના મોત થયા હતા. તેમાંથી 18 હૃદયરોગના દર્દીઓ કાર્ડિયોલોજીની ઈમરજન્સીમાં પણ પહોંચી શક્યા નથી.
ધુમ્મસના કારણે તાપમાનમાં ભારે ઘટાડો
હવામાન વિભાગની આગાહી અનુસાર, ઝાંસી ગુરુવારે 3.9 ડિગ્રી સેલ્સિયસ તાપમાન સાથે સૌથી ઠંડું રહ્યું હતું. ફતેહપુર-નજીબાબાદ (4.0 ડિગ્રી), કાનપુર નગર (4.4), અયોધ્યા-મુઝફ્ફરનગર (4.5) અને વારાણસી (4.6)માં લઘુત્તમ તાપમાન 5 ડિગ્રી સેલ્સિયસથી નીચે નોંધાયું હતું. મોટાભાગના શહેરોના લઘુત્તમ તાપમાનમાં 5 ડિગ્રી સુધીનો તફાવત નોંધાયો હતો. વળી, નજીબાબાદનું મહત્તમ તાપમાન 9 ડિગ્રીએ પહોંચી ગયું હતું. દિવસના મહત્તમ તાપમાન અનુસાર, મુઝફ્ફરનગર 9.3, મેરઠ-બહરાઇચ 10.6, પ્રયાગરાજ 11 ડિગ્રી પર ધ્રૂજ્યું. મોટાભાગના શહેરોમાં પણ દિવસના પારામાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો હતો. વળી, ઘણા વિસ્તારોમાં ઘણા દિવસો સુધી સૂર્ય ભગવાનના દર્શન થઈ શક્યા ન હતા.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
Whatsapp share
facebook twitter