+

CM Bhupendra Patel At Kheda: શિવરાત્રિના પાવન પર્વે ખેડા જિલ્લાને રૂ. 352.98 કરોડના વિકાસ પ્રકલ્પોની ભેંટ મળી

CM Bhupendra Patel At Kheda: ખેડા જિલ્લામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે (CM Bhupendra Patel) શિવરાત્રિ (Mahashivratri) ના પાવન પર્વે ડાકોરથી નવનિર્મિત Fly Over bridge સહિતના રૂપિયા 130.09 કરોડના 17 કામોનું લોકાર્પણ…

CM Bhupendra Patel At Kheda: ખેડા જિલ્લામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે (CM Bhupendra Patel) શિવરાત્રિ (Mahashivratri) ના પાવન પર્વે ડાકોરથી નવનિર્મિત Fly Over bridge સહિતના રૂપિયા 130.09 કરોડના 17 કામોનું લોકાર્પણ અને રૂપિયા 222.89 કરોડના 16 કામોના ખાતમુહૂર્ત કર્યું. કુલ રૂપિયા 352.98 કરોડના વિવિધ વિકાસ પ્રકલ્પોની ભેટ જિલ્લાવાસીઓના ચરણે ધરી હતી.

New Infrastructure Projects inaugurate At Kheda

  • વિકાસનો ઉત્સવ રણછોડરાયજીના ધામ ડાકોરમાં આજે ઉજવાયો
  • ખેડા જિલ્લામાં 24,500 થી વધુ પરિવારોને પાકું મકાન મળ્યું
  • 7.34 લાખ પરિવારોને આયુષ્માન કાર્ડ આપી તેમને આરોગ્ય સુરક્ષા કવચ પૂરું પાડ્યું

આ પ્રસંગે મુખ્યમંત્રી (CM Bhupendra Patel) એ ડાકોરના રણછોડરાયજીના દર્શન કર્યા અને વિશ્વ મહિલા દિવસ (International Women’s Day) ની જિલ્લાની મહિલાઓને શુભેચ્છા પાઠવી. તેમણે કહ્યું હતું કે, PM Modi એ માતા-બહેનોના ગૌરવ અને સામર્થ્યની પરંપરાને “ગ્યાન” એટલે કે ગરીબી, યુવા, અન્નદાતા અને નારી શક્તિના વિકાસ પર કેન્દ્રિત કરીને આગળ વધારી છે.

New Infrastructure Projects inaugurate At Kheda

 

વિકાસનો ઉત્સવ રણછોડરાયજીના ધામ ડાકોરમાં આજે ઉજવાયો

ખેડા જિલ્લાને મળેલ ડબલ વિકાસ કામોનો ઉલ્લેખ કરતાં મુખ્યમંત્રી (CM Bhupendra Patel) એ જણાવ્યું હતું કે, ખેડામાં PM Modi ની ગેરંટીને સાકાર કરતો વિકાસનો ઉત્સવ રણછોડરાયજીના ધામ ડાકોરમાં આજે ઉજવાયો છે. એટલું જ નહીં પરંતુ નડિયાદને મહાનગરપાલિકાનો દરજ્જો આપી ગુજરાત સરકારે PM Modi ના સસ્ટેનેબલ ડેવલપમેન્ટના વિચારને વેગ આપ્યો છે.

 

ખેડા જિલ્લામાં 24,500 થી વધુ પરિવારોને પાકું મકાન મળ્યું

તેમમે વધુમાં કહ્યું હતું કે. જિલ્લામાં પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના હેઠળ 15 લાખથી વધુ ગરીબોને નિ:શુલ્ક અનાજ આપવામાં આવ્યું છે. PMAY થકી છેલ્લા 5 વર્ષમાં ખેડા જિલ્લાના શહેરી અને ગ્રામીણ વિસ્તારના 24,500 થી વધુ પરિવારોનું પાકા મકાનનું સ્વપ્ન સાકાર થયું છે. જિલ્લાના 12 હજાર થી વધુ નાના વેપારી અને ફેરિયાઓને પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના હેઠળ 16 કરોડના લાભો થકી વધુ સશક્ત કરવામાં આવ્યા છે.

New Infrastructure Projects inaugurate At Kheda

7.34 લાખ પરિવારોને આયુષ્માન કાર્ડ આપી તેમને આરોગ્ય સુરક્ષા કવચ પૂરું પાડ્યું

જિલ્લાની 1.92 લાખ બહેનોને ગેસ કનેક્શન આપી તેઓને ચૂલાના ધુમાડાના ત્રાસથી મુક્ત કર્યા છે. એટલું જ નહિ પ્રધાનમંત્રી જન ધન યોજના હેઠળ જિલ્લામાં 6.81 લાખ બેંક ખાતા ખોલવાની સાથે જિલ્લામાં 7.34 લાખ પરિવારોને આયુષ્માન કાર્ડ આપી તેમને આરોગ્ય સુરક્ષા કવચ પૂરું પાડ્યું છે. આ પ્રસંગે ભારત સરકારના સંચાર રાજ્ય મંત્રી દેવુસિંહ ચૌહાણે મુખ્યમંત્રીના હસ્તે થયેલા વિકાસ પ્રકલ્પોના લોકાર્પણ-ખાતમુહૂર્ત ખેડા જિલ્લાના વિકાસને વધુ વેગ મળશે, તેવો દ્રઢ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

અહેવાલ કૃષ્ણા રાઠોડ

આ પણ વાંચો: Vadodara : શિવજી કી સવારીમાં શિવ પરિવારના દર્શન કરવા ઉમટ્યા ભક્તો

Whatsapp share
facebook twitter