+

ધોરણ 10 અને 12ની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર, જાણો ક્યારે શરૂ થશે બોર્ડની પરીક્ષા

ગાંધીનગરઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને ધોરણ 12 બોર્ડની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરી દેવામાં આવ્યો છે. ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષા 14 માર્ચથી શરૂ થશે. તો ધોરણ 12 સાયન્સની પરીક્ષા પણ 14 માર્ચથી શરૂ થશે. ધોરણ 10ની પરીક્ષા 28 માર્ચના રોજ પૂર્ણ થશે. જ્યારે ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષા 28 માર્ચ અને ધોરણ 12 સાયન્સની પરીક્ષા 25 માર્ચે પૂરી થશે. ધોરણ 10ની પરીક્à
ગાંધીનગરઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને ધોરણ 12 બોર્ડની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરી દેવામાં આવ્યો છે. ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષા 14 માર્ચથી શરૂ થશે. તો ધોરણ 12 સાયન્સની પરીક્ષા પણ 14 માર્ચથી શરૂ થશે. ધોરણ 10ની પરીક્ષા 28 માર્ચના રોજ પૂર્ણ થશે. જ્યારે ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષા 28 માર્ચ અને ધોરણ 12 સાયન્સની પરીક્ષા 25 માર્ચે પૂરી થશે.

ધોરણ 10ની પરીક્ષાનો કાર્યક્રમ
ધોરણ 10ની પરીક્ષા સવારે 10 કલાકે શરૂ થશે અને બપોરે 1.15 કલાક સુધી ચાલશે. 14 માર્ચે પ્રથમ ભાષાનું પેપર હશે. ત્યારબાદ 16 માર્ચે સ્ટાન્ડર્ડ ગણિત, 17 માર્ચે બેસિક ગણિતની પરીક્ષા લેવાશે. 20 માર્ચે વિજ્ઞાન, 23 માર્ચે સામાજિક વિજ્ઞાન, 25 માર્ચે અંગ્રેજી (દ્વિતીય ભાષા) અને 27 માર્ચે ગુજરાતી (દ્વિતીય ભાષા) ની પરીક્ષા લેવાશે. 28 માર્ચે ઓપ્શનલ વિષયની પરીક્ષા લેવાશે. 




ધોરણ 12 સાયન્સની પરીક્ષાનો કાર્યક્રમ
ધોરણ 12 સાયન્સની પરીક્ષાનો સમય બપોરે 3થી સાંજે 6.30 કલાક સુધી રાખવામાં આવ્યો છે. 14 માર્ચે ભૌતિક વિજ્ઞાન, 16 માર્ચે રસાયણ વિજ્ઞાન, 18 માર્ચે જીવ વિજ્ઞાન અને 20 માર્ચે ગણિતની પરીક્ષા લેવાશે. ત્યારબાદ 23 માર્ચે અંગ્રેજી (પ્રથમ અને દ્વીતિય ભાષા) અને 25 માર્ચે પ્રથમ ભાષા સહિત અન્ય વૈકલ્પિક વિષયોની પરીક્ષા લેવાશે. 
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Whatsapp share
facebook twitter