+

Chotaudepur : કવાંટ તાલુકામાં છેવાડાના બસ્કરી ફળિયાના લોકોને પીવાના પાણી માટે ફાંફા

Chotaudepur : ગુજરાત રાજ્યનાં 33 જિલ્લાઓમાં સૌથી પછાત છોટાઉદેપુર (Chotaudepur)જિલ્લાનો કવાંટ તાલુકો ગણાય છે. એ ઉપરાંત મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્ર રાજ્યના સરહદી વિસ્તારમાં હજુ સુધી વિકાસ પહોંચ્યો નથી.  વરવી વાસ્તવિકતા…

Chotaudepur : ગુજરાત રાજ્યનાં 33 જિલ્લાઓમાં સૌથી પછાત છોટાઉદેપુર (Chotaudepur)જિલ્લાનો કવાંટ તાલુકો ગણાય છે. એ ઉપરાંત મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્ર રાજ્યના સરહદી વિસ્તારમાં હજુ સુધી વિકાસ પહોંચ્યો નથી.  વરવી વાસ્તવિકતા સામે આવી છે.કવાંટ તાલુકાના હાફેશ્વર થી નર્મદા નદીનું પાણી પાઇપ લાઇન મારફતે  દાહોદ સુધી પહોંચાડવામાં આવ્યું છે. પરંતુ હાફેશ્વર જૂથ ગ્રામ પંચાયતના તુરખેડા ગામનાં બસ્કરી ફળિયામાં નિવાસ કરતાં 30 ઘરોના 125 જેટલાં પરિવારના સભ્યો અને પશુઓ પીવાના પાણી માટે વલખા મારી રહ્યાં છે.

 

ડુંગર ચઢી ઘર સુધી પાણી લાવવા માટે મજબૂર બન્યા

Chotaudepur તુરખેડા ગામના આ ફળિયામાં ગુજરાત ફર્સ્ટની રૂબરૂ મુલાકાત દરમિયાન સ્થાનિક લોકોની આપવીતી જણાવતાં એક તબ્બકે હૃદયમાં કંપી ઉઠ્યો હતો. આ જ નર્મદા નદીનું પાણી છેક કચ્છ સૌરાષ્ટ્ર સુધી પહોંચી ગયું પરંતુ હજુ જે વિસ્તારમાંથી નર્મદા નદી પસાર થાય તેજ ગામડાઓ પાણી માટે વલખાં મારે છે.નર્મદા નદીના કિનારે વસેલા આ બસ્કરી ફળિયાની મહિલાઓ સાથે પુરુષો અનેક ડુંગરા ઉતરી બે કિલોમીટર દૂર નર્મદા નદીમાં પીવાનું પાણી લેવા જાય છે.નર્મદા નદીનું ડહોળુ પાણી ભરી બેડાઓ માથે મૂકી મહિલાઓ અનેક ડુંગર ચઢી ઘર સુધી પાણી લાવવા માટે મજબૂર બની છે.

પાણીની તીવ્ર તંગી વેઠતા સ્થાનિક લોકોની   વેદના

નર્મદા નદીના કાંઠા થી ખાલી હાથે ટેકરા ચઢવું મુશ્કેલ છે. ત્યારે મજબુત બાવઢાની આદિવાસી મહિલાઓ માથે પાણીના બેડા ઉંચકી ટેકરા ચઢી પાણી લાવે તેના હૃદય ધ્રુજી ઉઠે અને આંખો અશ્રુ સારે તેવાં દ્રશ્યો સર્જાયા હતા. પાણીની તીવ્ર તંગી વેઠતા સ્થાનિક લોકો જણાવી રહ્યા છે કે,બે કિલોમીટર ચાર ડુંગર ચઢી ને માથે પાણી લઈ જવા માટે રસ્તા માં બે ત્રણ જગ્યાએ બેડા ઉતારી થાક ઉતારવો પડે છે. અને આ રીતે ઢોર અને પરિવાર માટે પાણી લાવવું પડે છે, નાહવા ધોવાં માટે નર્મદા નદી એ જઈએ છીએ પણ પાણીમાં ખુબ મોટા પ્રમાણમાં મગર હોવાથી મગર ની પણ બીક લાગતી હોય છે. પશુઓ નદીમાં પાણી પીવા જાય તો ઘણા પશુઓને મગર ખેચી લઈ ગયાના બનાવો બન્યા છે. તો આ ફળિયા માં ૩ જેટલાં હેન્ડ પંપ માટે બોર ઉતારવામાં આવ્યા પરંતુ પાણી નહીં આવવાથી આ બોર પણ ફેલ ગયા છે. જેથી આ ફળિયાના લોકો ને નર્મદા નદીનું ડહોળુ પાણી પીવા માટે મજબુર બનવું પડ્યું છે.

 

 

અત્રે મહત્વની બાબત એ છે સરકાર દ્વારા જન જનના કલ્યાણ માટે કરોડો રૂપિયા ખર્ચવામાં આવે છે અને લોકોની સુખાકારી વધે તેવા ભગીરથ પ્રયાસો હાથ ધરવામાં આવે છે. તેવામાં આજે પણ જીલ્લાના અંતરિયાળ ગામોમાં હજુ પણ પાણી જેવી પ્રાથમિક જરૂરિયાત માટે લોકો વલખા મારી રહ્યા છે તે એક સત્ય હકીકત છે. બસ્કરી ફળિયા સુધી પહોંચવા માટે રસ્તો નથી, ત્યાં ના બાળકો માટે આંગણવાડી, પ્રાથમિક શાળા કે આરોગ્ય કોઈ સુવિધા નથી, જેને લઈને ત્યાં ના બાળકો ને શિક્ષણ થી પણ વંચિત છે. ત્યારે તેવુ કેહવુ ક્યાંય ખોટું નથી કે અહીંના લોકો આજે 21 મી સદીમાં પણ એક વસમી પીડામાં જીવન વ્યતીત કરવા મજબૂર બન્યા છે.

અહેવાલ -તોફીક શેખ -છેટાઉદેપુર 

આ  પણ  વાંચો VADODARA : દોઢ વર્ષ પહેલાની લૂંટનો આરોપી ચોકીદાર બન્યો

આ  પણ  વાંચો VADODARA : વાહકજન્ય રોગ નિયંત્રણ ઝુંબેશમાં 14 લાખ લોકોને આવરી લેવાયા

આ  પણ  વાંચો – Amreli : ધોમધખતા તાપમાં પાણી માટે જંગલના રાજાનો રજળપાટ, વાઇરલ VIDEO એ વનતંત્રની પોલ ખોલી!

Whatsapp share
facebook twitter