+

BJP : સાબરકાંઠામાં ભાજપે જાહેર કરેલા ઉમેદવારનો ઉગ્ર વિરોધ, ભાજપ પ્રમુખને ઉમેદવાર બદલવા કરાઇ માંગ

લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે ચૂંટણીના મહાયુદ્ધનું રણશિંગું ફૂંકાઈ ગયું છે. હવે આ સમયે ગુજરાતના સાબરકાંઠા ભાજપમાં ( BJP ) રાજનીતિનો માહોલ ગરમાયો છે. 24 તારીખના…

લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે ચૂંટણીના મહાયુદ્ધનું રણશિંગું ફૂંકાઈ ગયું છે. હવે આ સમયે ગુજરાતના સાબરકાંઠા ભાજપમાં ( BJP ) રાજનીતિનો માહોલ ગરમાયો છે. 24 તારીખના રોજ ભારતીય જનતા પાર્ટી ( BJP ) દ્વારા લોકસભાના ઉમેદવારની 5 મી યાદી જાહેર કરવામાં આવી હતી. આ યાદીમાં સાબરકાંઠા તરફથી શોભનાબેન બારૈયાનું નામ સામે આવ્યું હતું. આ પહેલા સાબરકાંઠાથી ચૂંટણી લડવા માટે ભીખાજી ઠાકોર મેદાનમાં આવ્યા હતા, પરંતુ તેમની ચૂંટણીમાં અનિચ્છા બાદ શોભનાબેન બારૈયાનું નામ સામે આવ્યું હતું. હવે તેમના સામે પણ સાબરકાંઠામાં વિરોધ શરૂ થયો છે.

સાબરકાંઠા લોકસભાના ઉમેદવારને લઈને હવે નારાજગીના સુર રેલાયા

ભાજપે ( BJP ) જાહેર કરેલ સાબરકાંઠા લોકસભાના ઉમેદવારને લઈને હવે નારાજગીના સુર રેલાયા છે. ભાજપ દ્વારા જાહેર કરવામાં આવેલા ઉમેદવાર શોભનાબેન બારૈયાનું નામ ઉમેદવાર તરીકે જાહેર થતાં તેમની સામે વિરોધ શરૂ થયો છે. ભાજપ કાર્યાલય ખાતે ઉમેદવાર શોભના બારૈયાનો વિરોધ કરવામાં આવ્યો છે. કાર્યકર્તાઓ દ્વારા હિંમતનગર કાર્યાલય ખાતે ભારે વિરોધ કરવામાં આવી રહ્યો છે.

કાર્યકર્તાઓએ ભાજપ પ્રમુખને ઉમેદવાર બદલવા કરી માગ

ભીખાજી ઠાકોરના બાદ કોંગ્રેસના આયાતી પૂર્વ ધારાસભ્યની પત્ની શોભનાબેન બારૈયાનું નામ ભાજપના ઉમેદવાર તરીકે સામે આવ્યું હતું. પરંતુ હવે ભાજપના ઉમેદવારને હટાવવા ભાજપના જ કાર્યકરો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. કોંગ્રેસમાંથી આવેલા પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયાના પત્નીને ટીકીટ અપાઈ તે અંગે વિસ્તારમાં રોષ જોવા મળી રહ્યો છે.

કાર્યકર્તાઓએ ભાજપ પ્રમુખને ઉમેદવારને બદલવા માંગ કરી છે. ઉમેદવાર નહીં બદલાય તો મોટા પ્રમાણમા રાજીનામની ચીમકી પણ આપવામાં આવી છે. આ પહેલા ઉમેદવાર ભીખાજી ઠાકોરનો પણ વિરોધ કરવામાં આવ્યો હતો.

25-30 વર્ષથી ભાજપ માટે સક્રિય કામ કરતા કાર્યકરોમાં ભારે રોષ

સાબરકાંઠા-અરવલ્લીમાં ભાજપના કાર્યકરોમાં આક્રોશ એટલી હદે જોવા મળ્યો છે કે,  25-30 વર્ષથી ભાજપ માટે સક્રિય કામ કરતા કાર્યકરોમાં ભારે રોષ દેખાયો છે. આ વિરોધમાં મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા હતા. એટલું જ નહીં યુવાન મતદારથી લઇ જુના મતદારોએ વિડીયો બનાવીને પોતાનો આ વિરોધ નોંધાવ્યો હતો. વધુમાં કાર્યકર્તાઓ દ્વારા એવા બેનર પણ લવાયા હતા કે જેમાં ભીખાજી ઠાકોરને ટિકિટ નહીં મળે તો ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવશે તેવું લખેલ હતું.

ભીખાજી ઠાકોરના બદલાયા સૂર

સમગ્ર બાબત અંગે સાબરકાંઠાના પૂર્વ ધારાસભ્ય ભીખાજી ઠાકોર દ્વારા પણ પહેલા આ બાબત અંગે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. નોંધનીય છે કે સાબરકાંઠા બેઠક ઉપરથી પહેલા ભીખાજીને જ ટિકિટ સોંપવામાં આવી હતી. પરંતુ તેમના સ્થાને શોભના ઠાકોરને ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા હતા. ભીખાજી ઠાકોરે પહેલા તેમનો વિરોધ નોંધાવતા કહ્યું હતું કે, વર્તમાન ઉમેદવાર શોભનાબેન બારૈયા આયાતી ઉમેદવાર છે.

પરંતુ ત્યાર બાદ ભીખાજી ઠાકોરએ ગાંધીનગર કમલમ ખાતે પાર્ટી હાઈ કમાન્ડ સાથે બેઠક કરી હતી. બેઠક બાદ ભીખાજી ઠાકોરના સૂર બદલાયા હતા અને તેમણે કહ્યું હતું કે, સાબરકાંઠા ના ઉમેદવાર પાર્ટી હાઈ કમાન્ડ નક્કી કર્યા છે, હું તે પસંદગી સાથે સહમત છું.

આ પણ વાંચો : ભરૂચ બેઠક પર ચતુષ્કોણીય જંગ સર્જાવાની સ્થિતિ, છોટુ વસાવા પોતે લડી શકે છે ચૂંટણી

આ પણ વાંચો : BY-ELECTIONS : ગુજરાતની 5 બેઠકોના BJP ના આ રહ્યા મુરતિયા

Whatsapp share
facebook twitter