+

રાહુલ ગાંધીના ચીન મુદ્દેના નિવેદન પર ભાજપ આક્રમક, જાણો કયા નેતાએ શું આપી પ્રતિક્રિયા

તવાંગ મામલાને લઈને કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી (Rahul Gandhi)ના નિવેદનથી હંગામો મચી ગયો છે. તેમણે જયપુરમાં પ્રેસ કોન્ફરન્સ કરી. આ દરમિયાન રાહુલ ગાંધીએ તાજેતરમાં તવાંગ અથડામણને લઈને મોદી સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. રાહુલે કહ્યું કે સરકાર ચીનની ધમકીને છુપાવવાનો પ્રયાસ કરી રહી છે. તેમના નિવેદન પર ભાજપના નેતાઓએ પોતાની પ્રતિક્રિયા આપવાનું શરૂ કર્યું છે. તવાંગ ઘર્ષણ મુદ્દે રાહુલ ગાંધીàª
તવાંગ મામલાને લઈને કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી (Rahul Gandhi)ના નિવેદનથી હંગામો મચી ગયો છે. તેમણે જયપુરમાં પ્રેસ કોન્ફરન્સ કરી. આ દરમિયાન રાહુલ ગાંધીએ તાજેતરમાં તવાંગ અથડામણને લઈને મોદી સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. રાહુલે કહ્યું કે સરકાર ચીનની ધમકીને છુપાવવાનો પ્રયાસ કરી રહી છે. તેમના નિવેદન પર ભાજપના નેતાઓએ પોતાની પ્રતિક્રિયા આપવાનું શરૂ કર્યું છે. 
તવાંગ ઘર્ષણ મુદ્દે રાહુલ ગાંધીના વિવાદાદિત નિવેદનથી રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. ચીનને લઈને આપેલા નિવેદન પર કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી ચારેબાજુથી ઘેરાઈ ગયા છે. ભાજપના ઘણા નેતાઓ રાહુલ ગાંધીને સીધા સવાલો પૂછી રહ્યા છે. ભાજપના નેતાઓએ રાહુલ ગાંધી પર શાબ્દિક પ્રહાર કર્યા છે. 
શું બોલ્યા અનુરાગ ઠાકુર?
કેન્દ્રીયમંત્રી અનુરાગ ઠાકુરે પ્રહાર કરતા કહ્યું કે, રાહુલ ગાંધી અને કોંગ્રેસને ભારતીય સેના પર વિશ્વાસ નથી. વધુમાં તેમણે કહ્યું કે, “રાહુલ ગાંધીના નિવેદનથી મને આશ્ચર્ય નથી થતું, જ્યારે ડોકલામ ઘટના બની અને સર્જિકલ સ્ટ્રાઈક કરવામાં આવી ત્યારે રાહુલ ગાંધી સવાલ ઉઠાવતા જોવા મળ્યા હતા. કદાચ રાહુલ ગાંધીને આપણી સેના પર વિશ્વાસ નથી.” અનુરાગ ઠાકુરે કહ્યું કે, આ 1962નું ભારત નથી, 2014નું ભારત છે. PM મોદીના નેતૃત્વમાં ભારત આગળ વધી રહ્યું છે. યુપીએ સરકાર 10 વર્ષ સુધી આપણી સેના માટે ફાઈટર જેટ, બુલેટપ્રુફ જેકેટ કે સ્નો બુટ ખરીદી શકી નથી. તમે આપણી સેના માટે શું કર્યું છે?

રાજ્યવર્ધનસિંહ રાઠોડે શું કહ્યું?
બીજી તરફ સાંસદ રાજ્યવર્ધનસિંહ રાઠોડે કહ્યું કે, “જ્યારે ચીન આપણી સરહદની અંદર આવ્યું ત્યારે રાહુલ ગાંધીના દાદા સૂતા હતા. રાહુલ ગાંધી જાણે છે કે ચીન શું કરવા જઈ રહ્યું છે. ચીનની કમ્યુનિસ્ટ પાર્ટીથી લઈને રાજીવ ગાંધી ફાઉન્ડેશન સુધી, ગાંધી પરિવારને રૂ.135 કરોડનું દાન મળ્યું હતું.” તેમણે કહ્યું કે, મોદી સરકારે સેનાને ફ્રી હેન્ડ આપ્યો છે, જો રાહુલ ગાંધીને ભારતીય સેના વિશે ખબર નથી તો બોલો નહીં. ભારત સુરક્ષિત છે અને સુરક્ષિત હાથમાં છે, આ માટે કોંગ્રેસને પેટમાં દુખાવો થઈ રહ્યો છે. રાઠોડે કહ્યું કે, ભારતીય સેના આજે સંપૂર્ણ રીતે તૈયાર છે.

ગૌરવ ભાટિયાએ શું બોલ્યા?
રાહુલ ગાંધીના નિવેદન પર નિશાન સાધતા ભાજપના પ્રવક્તા ગૌરવ ભાટિયાએ તેમની સરખામણી જયચંદ સાથે કરી અને તેમના પર સેનાનું મનોબળ તોડવાનો આરોપ પણ લગાવ્યો. 1962નો ઉલ્લેખ કરતા ગૌરવ ભાટિયાએ કહ્યું કે તેમને સમજવું જોઈએ કે આ 1962નું ભારત નથી. લાગે છે કે રાહુલે દેશના દુશ્મન સાથે સમજૂતી કરી છે. તેમણે કહ્યું, “એક ભારતીય હોવાના નાતે હું કહેવા માંગુ છું કે ભારતીય સેના દરેક ભારતીયનું ગૌરવ છે. આપણા જવાનો બતાવી રહ્યા છે કે આપણી તાકાત શું છે, તો પછી રાહુલ ગાંધી સેનાનું મનોબળ તોડવાની કોશિશ કેમ કરે છે. ભાજપના પ્રવક્તાએ કહ્યું કે છેલ્લા 8 વર્ષમાં ભારતની એક ઇંચ પણ જમીન પર અતિક્રમણ થયું નથી.

રાહુલ ગાંધીનું નિવેદન ભારત અને ભારતીય સેનાનું અપમાન કરતું છે : CM યોગી
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું કે, રાહુલ ગાંધીનું નિવેદન અપમાનજનક છે અને રાષ્ટ્ર વિરોધી તત્વોને પ્રેરણા આપે છે. આ આંતરરાષ્ટ્રીય સ્તરે ભારત અને ભારતીય સેનાનું અપમાન છે. અમે તેની નિંદા કરીએ છીએ. ડોકલામ ઘટના વખતે આપણા સૈનિકોનું સન્માન કરવાને બદલે તેમનું ચારિત્ર્ય સ્પષ્ટ દેખાતું હતું. યોગી આદિત્યનાથે કહ્યું કે, અમે ઈચ્છીએ છીએ કે કોંગ્રેસ અને રાહુલ ગાંધી દેશના સૈનિકો અને લોકોની માફી માંગે અને તેઓ દેશને વારંવાર મુશ્કેલીમાં મુકવાના કૃત્યથી બચે.

રાહુલ ગાંધી ચીનની ભાષા બોલે છે : જે પી નડ્ડા
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડાએ પણ આ અંગે પ્રતિક્રિયા આપી છે. નડ્ડાએ કહ્યું કે રાહુલ ગાંધીનું નિવેદન આપણી સેનાનું મનોબળ નીચું કરે છે. નડ્ડાએ વધુમાં કહ્યું, ‘રાહુલ ગાંધીના નિવેદનની જેટલી નિંદા કરીએ તેટલી ઓછી છે. ભારતીય સેના પરાક્રમ અને શક્તિનું પ્રતિક છે. જ્યારે પણ દેશ પર સંકટ આવ્યું ત્યારે ભારતીય સેના તત્પરતાથી દેશની સુરક્ષામાં લાગી ગઈ હતી. નડ્ડાએ વધુમાં કહ્યું કે અમે જાણીએ છીએ કે ચીનની કોમ્યુનિસ્ટ પાર્ટીએ કોંગ્રેસ પાર્ટી સાથે એમઓયુ પર હસ્તાક્ષર કર્યા હતા. રાજીવ ગાંધી ફાઉન્ડેશનને ચીની એમ્બેસીએ કેવી રીતે આર્થિક મદદ અને ભંડોળ આપ્યું છે તે આપણે જાણીએ છીએ. કદાચ આ જ કારણ છે કે રાહુલ ગાંધી વારંવાર ચીન અને પાકિસ્તાનની ભાષા બોલે છે.

હિમંતા વિશ્વ શર્માએ રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું 
આસામના મુખ્યમંત્રી હિમંતા વિશ્વ સરમાએ રાહુલ ગાંધીના નિવેદનને સેના પ્રત્યે નફરતનું નિવેદન ગણાવ્યું છે. આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ પોતાના ટ્વીટમાં કહ્યું છે કે, રાહુલ ગાંધીએ ચીન પ્રત્યેના પ્રેમમાં તમામ હદો વટાવી દીધી છે. તેનાથી વિપરિત વીડિયો પુરાવો છે. છતાં રાહુલ ગાંધી કહે છે કે ભારતીય સૈનિકોને ચીનીઓએ માર્યા છે. કોઈ ભારત અને ભારતીય સેનાને આટલી નફરત કેવી રીતે કરી શકે?
રાહુલ ભારતની છબીને નુકસાન પહોંચાડી રહ્યા છે : કિરેન રિજિજુ
તેમણે કહ્યું હતું કે, ‘રાહુલ ગાંધી માત્ર ભારતીય સેનાનું અપમાન નથી કરી રહ્યા, પરંતુ દેશની છબીને પણ નુકસાન પહોંચાડી રહ્યા છે. તેઓ માત્ર કોંગ્રેસ પાર્ટી માટે જ સમસ્યા નથી, પરંતુ તેઓ દેશ માટે મોટી શરમનું કારણ પણ બન્યા છે. મહત્વનું છે કે, કિરેન રિજિજુ પોતે પણ અરુણાચલ પ્રદેશથી આવે છે અને ત્યાંના સાંસદ પણ છે. તેમણે કહ્યું કે, લોકોને ભારતીય સશસ્ત્ર દળો પર ગર્વ છે.

કોંગ્રેસે વળતો જવાબ આપ્યો, સુખુએ કહ્યું- ભાજપની નર્વસનેસ વધી રહી છે
હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી સુખવિંદર સિંહ સુખુએ ભાજપ નેતાઓના નિવેદન પર પલટવાર કરતા કહ્યું કે, રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રાને લઈને ભાજપની ગભરાટ વધી રહી છે. આપણા જવાનોને નુકસાન થયું અને જો રાહુલ ગાંધીએ આવું કહ્યું હોય તો તે દેશ વિરોધી નિવેદન નથી. આ વાત એક એવા વ્યક્તિએ કહી છે કે જેના પરિવારના સભ્યોએ દેશ માટે બલિદાન આપ્યું છે.

ચીન પે ચર્ચા ક્યારે થશે : મલ્લિકાર્જુન ખડગે
કોંગ્રેસના વડા મલ્લિકાર્જુન ખડગેએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની સરકારની ટીકા કરી હતી અને પૂછ્યું હતું કે દેશમાં “ચીન પે ચર્ચા” ક્યારે થશે. પોતાના ટ્વીટમાં મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું, “ચીની સૈનિકો ડોકલામ વિસ્તારમાં જામફેરી રિજ સુધી નિર્માણ કરી રહ્યા છે, જે વ્યૂહાત્મક સિલિગુડી કોરિડોરની ખૂબ નજીક છે. આ બાબત આપણી રાષ્ટ્રીય સુરક્ષા માટે ખૂબ જ ચિંતાનો વિષય છે. મને કહો, નરેન્દ્ર મોદી, દેશમાં ક્યારે “ચીન પર ચર્ચા” થશે.

શું કહ્યું હતું રાહુલ ગાંધીએ?
અરુણાચલ પ્રદેશના તવાંગ સેક્ટરમાં થયેલી અથડામણને લઈને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ મોદી સરકાર પર નિશાન સાધ્યું હતું. રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો કે ચીને ભારતના 2000 ચોરસ કિલોમીટર વિસ્તાર પર કબજો જમાવ્યો છે પરંતુ કેન્દ્ર સરકાર તેને છુપાવવાનો પ્રયાસ કરી રહી છે. રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો કે ચીન ભારતની સરહદ પર યુદ્ધની તૈયારી કરી રહ્યું છે. તેમણે કહ્યું, “તેમની સંપૂર્ણ તૈયારી ચાલી રહી છે… તેમની સમગ્ર આક્રમક તૈયારી લદ્દાખ અને અરુણાચલ તરફ ચાલી રહી છે… બીજી તરફ ભારત સરકાર ઊંઘી રહી છે.”

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Whatsapp share
facebook twitter