+

બિલ વગરના ચાલતા આઇફોનના વેચાણ મામલે સુરત ક્રાઇમ બ્રાન્ચના હાથે મોટી સફળતા

સુરતના (Surat) અડાજણ વિસ્તારમાં આવેલા રૂષભ ચાર રસ્તા પાસે સંગિની મેગનસ કોમ્પ્લેક્સમા કાપડ ની દુકાન માં બિલ વગર વેચાતા મોબાઈલ ઓની બાતમી મળતા ક્રાઇમ બ્રાન્ચે (Crime Branch) ગત અઠવાડિયે દરોડા પાડ્યા હતા. પોલીસે (Police) ફઇમ ફારૂક મોતીવાલા અને સઇદ ઇબ્રાહીમ પટેલ ને ડિતેન. કરી કાર્યવાહી કરી હતી, કાપડની આડમાં 238 એપલ કંપનીના ફોન, તેમજ 61 જેટલી સ્માર્ટ વોચ, અને 264 ચાર્જર સહિત 160 જેટલી યુએસબી ચાર્જર, કેબલ, સાથે જ
સુરતના (Surat) અડાજણ વિસ્તારમાં આવેલા રૂષભ ચાર રસ્તા પાસે સંગિની મેગનસ કોમ્પ્લેક્સમા કાપડ ની દુકાન માં બિલ વગર વેચાતા મોબાઈલ ઓની બાતમી મળતા ક્રાઇમ બ્રાન્ચે (Crime Branch) ગત અઠવાડિયે દરોડા પાડ્યા હતા. પોલીસે (Police) ફઇમ ફારૂક મોતીવાલા અને સઇદ ઇબ્રાહીમ પટેલ ને ડિતેન. કરી કાર્યવાહી કરી હતી, કાપડની આડમાં 238 એપલ કંપનીના ફોન, તેમજ 61 જેટલી સ્માર્ટ વોચ, અને 264 ચાર્જર સહિત 160 જેટલી યુએસબી ચાર્જર, કેબલ, સાથે જ લેપટોપ, અને આઇફોનના ખાલી બોક્સ નંગ 250 તથા 700 સ્ટીકર કબજે કરી બિલ વગરનો મોબાઈલ વેચનાર બન્નેને જેલ ભેગા કર્યા હતા, પોલીસે કુલ રૂ. 92.25 લાખનો મુદ્દામાલ કબજે લઇ એક મસ્ત મોટું કોભાંડ પકડવાની દિશામાં કામગીરી શરૂ કરી દીધી છે.
ક્રાઇમ બ્રાન્ચે વિદેશથી આઇફોન અને સ્માર્ટ વોચ લૂઝ પેકિંગમાં મંગાવી ખાલી બોક્સમાં પેકિંગ કરી તેના પર આઇએમઇઆઇ નંબરવાળા સ્ટીકર લગાડી વેચવાના કથિત રેકેટનો પર્દાફાશ કર્યા બાદ મુંબઇથી એપલ કંપનીની લીગલ કામ સંભાળતી કંપનીના અધિકારીએ ક્રાઇમ બ્રાન્ચે સુરતના બે અને મુંબઇના ઠગ સહિત ત્રણ વિરુદ્ધ કોપીરાઇટ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી શરૂ કરી છે. તેમની પાસેથી મળેલા 238 આઇફોન પૈકી 33 મોબાઇલ ફોન XR મોડેલના હતા, પરંતુ ફોન વેચનાર મોબાઈલ ની બોડી સાથે ચેડાં કરી 13 પ્રોની બોડી લગાવી કોભાંડ આચરતા હતા તે સાથે જ તેમની પાસેથી મળેલા ચાર્જર, બોક્સ એપલ કંપનીને બદલે ડુપ્લિકેટ હોવાનું પણ પોલીસ તપાસમાં ખુલ્યું છે. 
પોલીસની તપાસ દરમિયાન આરોપીઓની પૂછરછમાં કોભાંડ અંગેની કેટલીક હકીકતો સામે આવી છે.મુંબઇના અંધેરીમાં રહેતો ઇમરાન માલમ દુબઇથી તથા લોકલ માર્કેટમાંથી મંગાવી તેમને મોકલતો હોવાનું તેઓ એ પોલીસ સમક્ષ કબુલ્યું છે. પોલીસે મોબાઇલ ફોન અને ચાર્જરની તપાસ હેતુ એપલ કંપની વતી લીગલ કામ સંભાળતી ગ્રીફીન ઇન્ટેલ એક્યુઅલ પ્રોપર્ટી સર્વિસને જાણ કરતાં તેમનો પ્રતિનિધિ વિજય પવાર મુંબઇથી સુરત દોડી આવ્યો હતો.ચાર્જર ડુપ્લિકેટ હોવાનો પ્રાથમિક તપાસમાં જ અભિપ્રાય આપી દેવાયો હતો. 236 પૈકી 33 મોબાઇલ ફોન એવા હતા જેની ઉપર થટીન પ્રોની બોડી ચડાવી વેચાતા હતા પરંતુ વાસ્તવમાં તે XR મોડેલનો ફોન હતો. ગઠિયાઓએ લોકોને છેતરવા બોડી મોડીફાઇ કરી હતી. સમગ્ર મામલે ક્રાઇમ બ્રાન્ચે આ મામલે કોપીરાઇટ એક્ટની કલમ હેઠળ ત્રણેય વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Whatsapp share
facebook twitter