+

અંબાલાલ પટેલની ચોંકાવનારી આગાહી, તૈયાર રહેજો હવે…!

Ambalal Patel : રાજ્યમાં આકરી ગરમી અને ક્યાંક માવઠા વચ્ચે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે (Ambalal Patel ) ચોંકાવનારી આગાહી કરી છે. અંબાલાલ પટેલે આગાહી કરી છે કે આજથી સમગ્ર રાજ્યમાં…

Ambalal Patel : રાજ્યમાં આકરી ગરમી અને ક્યાંક માવઠા વચ્ચે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે (Ambalal Patel ) ચોંકાવનારી આગાહી કરી છે. અંબાલાલ પટેલે આગાહી કરી છે કે આજથી સમગ્ર રાજ્યમાં આકરી ગરમી પડશે અને 26 મે થી 4 જૂન વચ્ચે રોહિણી નક્ષત્રનો વરસાદ થશે.

આકરી લૂ તથા પવન અને વંટોળ પણ રહેશે

અરબી સાગરમાં બે ચક્રાવાત આકાર લઇ રહ્યા છે અને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ચોંકાવનારી આગાહી કરી છે કે આજથી સમગ્ર રાજ્યમાં આકરી ગરમી પડશે. તેમણે ચેતવણી ઉચ્ચારી છે કે રાજ્યમાં વિવિધ સ્થળો પર ગરમીનો પારો 45 ડિગ્રી સુધી પહોંચી શકે છે અને આકરી લૂ તથા પવન અને વંટોળ પણ રહેશે.

26 મે થી 4 જૂન વચ્ચે રોહિણી નક્ષત્રનો વરસાદ

અંબાલાલ પટેલે કહ્યું કે આગામી 26 મે થી 4 જૂન વચ્ચે રોહિણી નક્ષત્રનો વરસાદ થશે અને આંધી વંટોળ સાથે વરસાદ થતા ગરમીમાં રાહત થશે. તેમણે કહ્યું છે કે 30 જૂન સુધી હવામાનમાં પલટો આવતા ગરમીમાં વધઘટ થશે અને થોડી રાહત મળશે.

7 થી 14 જૂન દરમિયાન ગુજરાતમાં ચોમાસું

અંબાલાલ પટેલે એમ પણ કહ્યું છે કે રાજ્યમાં ચોમાસું વહેલું શરુ થવાની શક્યતા છે. તેમણે કહ્યું કે 7 થી 14 જૂન દરમિયાન ગુજરાતમાં ચોમાસું આવવાની શક્યતા છે. આજથી આંદોમાન ટાપુ પર ચોમાસાની ગતિવિધિ શરૂ થઇ જશે.

17થી 24 જૂને ભારે ગાજવીજ અને પવન સાથે વરસાદ

તેમણે કહ્યું કે 24 મે સુધીમાં અંદમાન ટાપુ પર ચોમાસું બેસી જશે. સાથે સાથે બંગાળના ઉપસાગરમાં ચક્રવાત પણ સર્જાઈ શકે તેમ જણાવતા તેમણે કહ્યું કે 28 મેથી ભારતના દક્ષિણ છેડે વરસાદ આવી શકે છે. 17થી 24 જૂને ભારે ગાજવીજ અને પવન સાથે વરસાદ થઈ શકે તેવી પણ તેમણે આગાહી કરી છે.

આ પણ વાંચો—– Summer : આજથી ખાસ સાચવજો, ચેતવણી જાહેર…!

આ પણ વાંચો—– Satta Bazaar માં વધુ એક બુકીએ બહાર પાડ્યા ભાવ, રૂપાલા, પૂનમ માડમ સહિત BJP ઉમેદવારોને લઈ કર્યાં આ દાવા!

Whatsapp share
facebook twitter