Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

કોરોનાને લઈને મોટા સમાચાર,અમદાવાદમાં કોરોનાથી પ્રથમ મોત

08:28 PM Dec 26, 2023 | Hiren Dave

 

 

 

 

 

 

કોરોનાનો નવો વેરિઅન્ટ હવે લોકોમાં ભય ઊભો કરી રહ્યો છે. જેમાં નવા કેસની સાથે હવે અમદાવાદમાં મોતની ઘટના પણ સામે આવી રહી છે. અમદાવાદમાં કોરોનાથી મહિલાનું મોત થતાંના સમાચાર સામે આવી રહ્યા છે. જેના કારણે લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.

 

દરિયાપુરના 82 વર્ષના મહિલાનું સારવાર દરમિયાન મોત

આ અંગેની માહિતી અનુસાર, અમદાવાદમાં કોરોનાથી લાંબા સમય બાદ મોતની ઘટના સામે આવી છે. જેમાં કોવિડ- 19 ની નવી લહેરમા અમદાવાદમા પ્રથમ મૃત્યુ થયુ છે. દરિયાપુરના 82 વર્ષના મહિલાનું સારવાર દરમિયાન મોત થયુ છે. મહિલાની ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી.

અમદાવાદમાં કોરોનાના વધુ બે કેસ પોઝિટિવ સામે આવ્યા

અમદાવાદમાં કોરોનાના વધુ બે કેસ પોઝિટિવ સામે આવ્યા છે. જેમાં સરખેજ અને રાણીપમાં કોરોના કેસ નોંધાયા છે. ગઈકાલે પાંચ જ્યારે આજે બે કેસ પોઝિટિવ છે. સિંગાપોરથી પરત ફર્યા બાદ એક વ્યક્તિ કોરોના પોઝિટિવ આવ્યો છે. તેમજ અમદાવાદમાં કોરોના એક્ટિવ કેસની સંખ્યા 35 થઈ છે.

1 અમેરિકા અને 1 કઝાકિસ્તાનથી ગુજરાતમાં આવ્યા

અગાઉ અમદાવાદમાં કોરોનાના 11 કેસની વાત કરીએ તો તેમાં 7 પુરુષ અને 4 મહિલા દર્દીઓના સમાવેશ થાયો હતો. નોંધાયેલા કેસમાં થલતેજ, બોડકદેવ, નવરંગપુરા, સાબરમતી, એસપી સ્ટેડિયમ, વટવા અને જોધપુરમાં કોરોના વાયરસના નવા કેસ નોંધાયા હતા. સંક્રમિત દર્દીઓ દુબઇ, કેરેલા, હૈદરાબાદ, અમેરિકા, કેનેડા, કઝાકસ્તાનથી આવ્યા હોવાનું સામે આવ્યું છે. આ સાથે જ શહેરમાં હાલ કોવિડના 33ની જગ્યાએ 35 એક્ટિવ કેસ થયા છે. નવા નોંધાયેલા લોકોની ટ્રાવેલ હિસ્ટ્રીમાં હાલ 6 લોકોની ટ્રાવેલ હિસ્ટ્રી મળી છે. જેમાં 1 દુબઈ, 1 કેરળ, 1 હૈદરાબાદ, 1 કેનેડાથી ગુજરાત આવ્યા છે. જ્યારે 1 અમેરિકા અને 1 કઝાકિસ્તાનથી ગુજરાતમાં આવ્યા છે.

આ  પણ  વાંચો –છોટાઉદેપુરમાં પ્રાચીન ભારતીય પરંપરાને સંલગ્ન સ્પર્ધાનું કરાયું આયોજન