+

LIC IPO 4 મેના રોજ ખુલશે, 9 મે સુધી કરી શકાશે રોકાણ

જો તમે પણ LICના IPOની રાહ જોઈ રહ્યા છો તો તમારા માટે સારા સમાચાર છે. લાંબા સમયથી રોકાણકારો એલઆઈસીના આઈપીઓની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા અને આજે આઈપીઓની તારીખ જાહેર કરવામાં આવી છે. એવું માનવામાં આવે છે કે 4 મેના રોજ LIC IPO ખુલશે. અને 9 મે સુધી રોકાણ કરી શકાશે. લાંબા સમયની રાહ જોયા બાદ આજે આખરે સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. javascript:nicTemp(); ઉલ્લેખનિય છે કે સરકારી વીમા કંપનીનો આ IPO સરકારના ડિસઇન્વેસ

જો તમે પણ LICના IPOની રાહ જોઈ રહ્યા છો તો તમારા
માટે સારા સમાચાર છે. લાંબા સમયથી રોકાણકારો એલઆઈસીના આઈપીઓની આતુરતાથી રાહ જોઈ
રહ્યા હતા અને આજે આઈપીઓની તારીખ જાહેર કરવામાં આવી છે. એવું માનવામાં આવે છે કે
4 મેના રોજ LIC IPO ખુલશે. અને 9 મે સુધી રોકાણ કરી શકાશે. લાંબા સમયની રાહ જોયા બાદ આજે આખરે સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. 

LIC IPO to open on May 4

Read @ANI Story | https://t.co/zDDDDmyHog#LICIPO #LIC #IPO #LICIPOlaunch pic.twitter.com/oyhvBuiyHM

— ANI Digital (@ani_digital) April 25, 2022

” title=”” target=””>javascript:nicTemp();

ઉલ્લેખનિય
છે કે સરકારી વીમા કંપનીનો આ IPO સરકારના ડિસઇન્વેસ્ટમેન્ટ લક્ષ્યાંકને પૂરો કરવા માટે ખૂબ જ
મહત્વપૂર્ણ છે.
LIC
IPO
ના લોન્ચિંગમાં ઘણા મહિનાઓથી
વિલંબ થયો છે. રશિયા-યુક્રેન યુદ્ધ સહિતના અનેક કારણે છેલ્લા ઘણા સમયથી માર્કેટમાં
મંદીનો માહોલ છે. જેના પગલે
LIC IPOમાં વિલંબ થઈ રહ્યો છે. તમને
જણાવી દઈએ કે આ
IPO દ્વારા કંપની 22,13,75,000 શેર ઈશ્યુ કરશે. શેરની ઈશ્યુ
કિંમત રૂ.
950-1000ની રેન્જમાં હોઈ શકે છે. આ
સિવાય જો આપણે લોટ સાઈઝની વાત કરીએ તો
LIC IPOના એક લોટમાં 15 શેર હોઈ શકે છે.

 

તમને જણાવી દઈએ કે સરકાર આ IPO દ્વારા લગભગ 21000 કરોડ રૂપિયા એકત્ર કરવાની યોજના બનાવી રહી છે. સરકાર પ્રારંભિક
પબ્લિક ઓફરિંગ (
IPO)માં લગભગ 3.5 ટકા હિસ્સો વેચવાની યોજના
બનાવી રહી છે. ફેબ્રુઆરીમાં સરકારે
LICમાં પાંચ ટકા હિસ્સો અથવા 316 કરોડ શેર વેચવાની યોજના બનાવી હતી. આ અંગેના દસ્તાવેજો સિક્યોરિટીઝ
એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયાને સબમિટ કરવામાં આવ્યા હતા.

 

Whatsapp share
facebook twitter