+

T20 સીરિઝ પહેલા શ્રીલંકાને લાગ્યું કોરોનાનું ગ્રહણ, વાનિન્દુ હસરંગા ટીમમાંથી Out

ભારત અને શ્રીલંકા વચ્ચે આવતી કાલે એટલે કે 24 ફેબ્રુઆરીના રોજ T20 સીરિઝની પ્રથમ મેચ રમાવાની છે. જણાવી દઇએ કે, ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો લાગ્યા બાદ હવે શ્રીલંકાની ટીમ માટે પણ એક ખરાબ સમાચાર સામે આવ્યા છે.  શ્રીલંકાના સ્ટાર સ્પિનર વાનિન્દુ હસરંગા ભારત સામેની ત્રણ મેચની T20I શ્રેણીમાંથી બહાર થઈ ગયો છે. મળી રહેલી માહિતી અનુસાર, તે કોવિડમાંથી હજુ ઠીક થયો નથી. એક અઠવાડિયા પહેલા ઓસ્ટ્રેલિયા સીરà
ભારત અને શ્રીલંકા વચ્ચે આવતી કાલે એટલે કે 24 ફેબ્રુઆરીના રોજ T20 સીરિઝની પ્રથમ મેચ રમાવાની છે. જણાવી દઇએ કે, ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો લાગ્યા બાદ હવે શ્રીલંકાની ટીમ માટે પણ એક ખરાબ સમાચાર સામે આવ્યા છે.  
શ્રીલંકાના સ્ટાર સ્પિનર વાનિન્દુ હસરંગા ભારત સામેની ત્રણ મેચની T20I શ્રેણીમાંથી બહાર થઈ ગયો છે. મળી રહેલી માહિતી અનુસાર, તે કોવિડમાંથી હજુ ઠીક થયો નથી. એક અઠવાડિયા પહેલા ઓસ્ટ્રેલિયા સીરિઝ દરમિયાન હસરંગા કોવિડ પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું હતું, ત્યાર બાદ હવે લેટેસ્ટ ટેસ્ટમાં તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જણાવી દઇએ કે, આવતીકાલે એટલે કે ગુરુવારે લખનઉમાં પ્રથમ T20 મેચ રમાવાની છે. શ્રીલંકા મીડિયા અનુસાર, વાનિન્દુ હસરંગા ઓસ્ટ્રેલિયામાં કોરોના પોઝિટિવ જોવા મળ્યો હતો પરંતુ તેનો લેટેસ્ટ રિપોર્ટ નેગેટિવ આવ્યો નથી. તે હજુ પણ ઓસ્ટ્રેલિયામાં છે. આપને જણાવી દઈએ કે, વાનિન્દુ હસરંગા છેલ્લા એક વર્ષથી શાનદાર ફોર્મમાં છે. ઓસ્ટ્રેલિયા સામેની T20 સીરિઝમાં તેણે 2 મેચમાં 5 વિકેટ ઝડપી હતી. વળી, ભારત સામેની છેલ્લી T20 શ્રેણીમાં, હસરંગાએ 3 મેચમાં 7 વિકેટ લીધી હતી. 

જોકે, સીરિઝની શરૂઆત પહેલા ભારતીય ટીમને પણ આંચકો લાગ્યો છે. T20 સીરિઝની શરૂઆત પહેલા જ ભારતીય ટીમ ઈજાથી ઝઝૂમી રહી છે. ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડી દીપક ચહર અને સૂર્યકુમાર યાદવ T20 શ્રેણીમાંથી બહાર થઈ ગયા છે. સૂર્યકુમાર યાદવને હેમસ્ટ્રિંગની સમસ્યા છે, જ્યારે દીપક ચહરને વેસ્ટ ઈન્ડિઝ સામેની T20 મેચમાં ઈજા થઈ હતી. 
IPL 2022ની હરાજીમાં હસરંગા આ લીગના ઈતિહાસનો સૌથી મોંઘો શ્રીલંકન ખેલાડી બન્યો છે, તેને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે IPL 2022ની બેંગલુરુમાં મેગા ઓક્શનમાં રૂ.10.75 કરોડમાં ખરીદ્યો હતો.
શ્રીલંકાની ટીમ: 
દાસુન શનાકા (કેપ્ટન), પાથુમ નિશાન્કા, કુશલ મેન્ડિસ, ચરિથ અસલંકા (વાઈસ-કેપ્ટન), દિનેશ ચંડીમલ, દાનુષ્કા ગુણાથિલાકા, કામિલ મિસ્રા, જેનિથ લિયાનેગ, ચમાકી કરુણારત્ને, દુષ્મંતા ચમીરા, લાહિરુ કુમારા, બિનુરા ફર્નાન્ડો, શિરન ફર્નાન્ડો, મહીશ તિક્ષાણા, જેફ્રી વંડરસે, પ્રવીણ, જયાવિકરામા, એશિયન ડેનિયલ (અનામત) 
Whatsapp share
facebook twitter