+

મોરૈયા મટોડા રેલ્વે સ્ટેશન વચ્ચે ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ

21મી ફેબ્રુઆરીના રોજ સાડા આઠ વાગ્યે મોરૈયા રેલવે સ્ટેશનમાં ફરજ બજાવતા ટ્રેક મેન્ટનર અને કી મેન મોરૈયા અને મટોડા રેલ્વે સ્ટેશન વચ્ચે પાટાના જોઈન્ટ, વેલ્ડીંગ ,પોઇન્ટ્સના બોલ્ડ, સલેપાટ ચેક કરતા હતા તે દરમિયાન 10 મીટરના ગાળામાં પાટા પર પ્રેશર મેન્ટેન માટે લગાવામાં આવેલા 134 સલેપાટના 286 એન્કર અજાણ્યા વ્યક્તિઓએ કાઢી ઝાડી ઝાખરમાં ફેંકી દીધા હતા. જેને લઈને સાબરમતી રેલ્વે પોલીસ સ્ટેશનમાં à
21મી ફેબ્રુઆરીના રોજ સાડા આઠ વાગ્યે મોરૈયા રેલવે સ્ટેશનમાં ફરજ બજાવતા ટ્રેક મેન્ટનર અને કી મેન મોરૈયા અને મટોડા રેલ્વે સ્ટેશન વચ્ચે પાટાના જોઈન્ટ, વેલ્ડીંગ ,પોઇન્ટ્સના બોલ્ડ, સલેપાટ ચેક કરતા હતા તે દરમિયાન 10 મીટરના ગાળામાં પાટા પર પ્રેશર મેન્ટેન માટે લગાવામાં આવેલા 134 સલેપાટના 286 એન્કર અજાણ્યા વ્યક્તિઓએ કાઢી ઝાડી ઝાખરમાં ફેંકી દીધા હતા. જેને લઈને સાબરમતી રેલ્વે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.
પશ્ચિમ રેલવે ભાવનગર ડિવિઝનના મોરીયા રેલ્વે સ્ટેશન ખાતે પાંચ માસથી ટ્રેક મેન્ટેનર તરીકે નોકરી કરતા અમહમદ હુસેન મન્સૂરીએ સાબરમતી રેલ્વે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે, 21મી ફેબ્રુઆરીના રોજ મોંરૈયા રેલ્વે સ્ટેશનથી મટોડા રેલ્વે સ્ટેશન વચ્ચે તેમની સાથેના કી મેન મદનલાલ પાલ સાથે ટ્રેક ઉપર ERC, પાટાના જોઈન્ટ વેલ્ડીંગ, પોઇન્ટના બોલ્ડ, રેલ ફ્રેકચર, સલેપાટ વગેરે ચેક કરવાની કામગીરી કરતા હતા, ત્યારે મોરૈયા અને મટોડા રેલ્વે સ્ટેશન વચ્ચે પાટા પર સલેપાટ ઉપર 134 સ્લીપર ઉપર પાટાની આજુબાજુએ 286 એન્કર નીકળેલા હતા. જેને લઈને ટ્રેક મેન્ટેનર અહમદ હુસૈન અને કી મેન મદનલાલે તેની જાણ મોરૈયા રેલ્વે સ્ટેશનના સ્ટેશન માસ્તર અને ધોળકા CPWને જાણ કરી હતી. અને સમયસૂચકતા ધોળકા તરફથી આવતી માલગાડીને મટોડા રેલ્વે સ્ટેશન ખાતે ઘટનાસ્થળ પર પહોંચે તે પહેલા અટકાવી દીધી હતી. 
થોડી વાર બાદ મોરૈયા અને મટોડા રેલ્વે સ્ટેશનના સ્ટાફના કર્મચારીઓ બનાવ સ્થળે પહોંચ્યા હતા. RPFના જવાનોએ રેલ્વે પાટાની આજુબાજુ તપાસ કરતા તે વખતે પાટાની આજુબાજુ ઝારી ઝાખરમાંથી તેમજ પાણીના ખાબોચિયામાંથી તમામ 268 એન્કર (ERC)મળી આવ્યા હતા. અને તમામ એન્કર ERC ફરીથી પાટા પર લગાવામાં આવ્યા હતા. આમ સમય સૂચકતાને કારણે મોટી ઘટના ટળી હતી. સમગ્ર ઘટનાને લઈને મોરૈયા રેલ્વે સ્ટેશનમાં ફરજ બજાવતા ટ્રેક મેન્ટનરે અજાણ્યા આરોપી સામે ફરિયાદ નોંધાવી છે.
Whatsapp share
facebook twitter