+

યુક્રેનમાંથી પરત ફરેલા વિદ્યાર્થીઓ પોતાનો અભ્યાસ પૂરો કરવા કરી ઓફર

યુક્રેનમાં રશિયાના સતત હુમલાને જોતા વિશ્વના દેશોની નજર આ બંને દેશો પર ટકેલી છે. યુક્રેન સંકટને ધ્યાનમાં રાખીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ​​હંગેરીના વડાપ્રધાન વિક્ટર ઓર્બન સાથે ફોન પર વાત કરી હતી. બંને નેતાઓએ યુક્રેનમાં ચાલી રહેલી પરિસ્થિતિ અંગે ચર્ચા કરી અને તાત્કાલિક યુદ્ધવિરામ અને વાતચીત દ્વારા સમસ્યાઓનું નિરાકરણ સુનિશ્ચિત કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. વડાપ્રà

યુક્રેનમાં રશિયાના સતત હુમલાને જોતા વિશ્વના દેશોની નજર આ બંને દેશો
પર ટકેલી છે. યુક્રેન સંકટને ધ્યાનમાં રાખીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ​​હંગેરીના
વડાપ્રધાન વિક્ટર ઓર્બન સાથે ફોન પર વાત કરી હતી. બંને નેતાઓએ યુક્રેનમાં ચાલી
રહેલી પરિસ્થિતિ અંગે ચર્ચા કરી અને તાત્કાલિક યુદ્ધવિરામ અને વાતચીત દ્વારા
સમસ્યાઓનું નિરાકરણ સુનિશ્ચિત કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો
હતો. વડાપ્રધાન ઓર્બને યુક્રેનમાંથી બહાર
કાઢવામાં આવેલા ભારતીય તબીબી વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી હતી અને કહ્યું હતું કે
જો તેઓ ઈચ્છે તો હંગેરીમાં તેમનો અભ્યાસ ચાલુ રાખી શકે છે.


હંગેરીના વડાપ્રધાન દ્વારા ભારતીય વિદ્યાર્થીઓને જે વાત કરવામાં આવી
હતી જેના લઈને વડાપ્રધાન મોદીએ આ ઉદાર ઓફરની પ્રશંસા કરી.
આ પહેલા મંગળવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નેધરલેન્ડના વડાપ્રધાન
માર્ક રુટે સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી. આ દરમિયાન પીએમ મોદીએ રુટ્ટે સાથે
યુક્રેનની વર્તમાન સ્થિતિ પર ચર્ચા કરી. વડાપ્રધાન કાર્યાલયે આ જાણકારી આપી.
પીએમઓએ કહ્યું કે
, વાટાઘાટો દરમિયાન વડાપ્રધાન મોદીએ
દુશ્મનાવટનો અંત લાવવા અને વાતચીત અને કૂટનીતિના માર્ગ પર પાછા ફરવાની ભારતની સતત
અપીલનો પુનરોચ્ચાર કર્યો. 
વડાપ્રધાને રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલી વાટાઘાટોનું સ્વાગત
કર્યું હતું અને વહેલા ઉકેલની આશા વ્યક્ત કરી હતી. પીએમ મોદીએ વડાપ્રધાન રુટ્ટેને
સંઘર્ષ વિસ્તારોમાંથી ભારતીય નાગરિકોને બહાર કાઢવામાં પ્રગતિ અને અસરગ્રસ્ત વસ્તી
માટે દવાઓ સહિત તાત્કાલિક રાહત પુરવઠાના સ્વરૂપમાં ભારતની સહાય વિશે માહિતી આપી
હતી.


યુક્રેનમાં ફસાયેલા 17 હજારથી વધુ વિદ્યાર્થીઓ ઘરે પરત ફર્યા

વિદેશ મંત્રાલયે કહ્યું કે યુદ્ધગ્રસ્ત યુક્રેનના સુમી શહેરમાંથી
તમામ ભારતીય વિદ્યાર્થીઓને બહાર કાઢવામાં આવ્યા છે અને વિદ્યાર્થીઓ બસોમાં
પોલ્ટાવા શહેર જવા રવાના થયા છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિન્દમ બાગચીએ ટ્વીટ
કર્યું છે કે
, આ માહિતી આપતા આનંદ થાય છે કે અમે
સુમીમાંથી તમામ ભારતીય વિદ્યાર્થીઓને બહાર કાઢ્યા છે. તેઓ હાલમાં પોલ્ટાવા શહેરમાં
જઈ રહ્યા છે જ્યાંથી તેઓ પશ્ચિમ યુક્રેન માટે ટ્રેનમાં ચડશે. નોંધનીય છે કે
24 ફેબ્રુઆરીએ યુક્રેન પર રશિયાના હુમલાની શરૂઆતથી ભારતે અત્યાર
સુધીમાં પૂર્વી યુરોપિયન દેશમાં ફસાયેલા
17,100થી વધુ ભારતીય વિદ્યાર્થીઓને પરત લાવ્યા છે. સુમીમાં ઘણા દિવસોથી
રશિયન અને યુક્રેનિયન સૈનિકો વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે.


આજે યુદ્ધનો 14મો દિવસ

તમને જણાવી દઈએ કે રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધનો આજે 14મો દિવસ છે. બંને દેશો વચ્ચેનો આ સંઘર્ષ ક્યાં સુધી ચાલુ રહેશે તેની
હાલમાં કોઈ ખાતરી નથી. બંને દેશો વચ્ચે યુદ્ધવિરામને લઈને ત્રણ રાઉન્ડની વાતચીત પણ
થઈ છે પરંતુ કોઈ ઉકેલ આવ્યો નથી. ત્યારે આજે બંને પક્ષો યુક્રેનમાં ફસાયેલા
નાગરિકોને સુરક્ષિત રીતે બહાર કાઢવા માટે સુરક્ષિત કોરિડોર પર સંમત થયા છે
. જે પછી મોટી સંખ્યામાં લોકો બહાર આવ્યા
છે.

Whatsapp share
facebook twitter