+

World Cup 2023 : બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાન વચ્ચે આજે ટક્કર, શાકિબ પાસે ઈતિહાસ રચવાની તક

આજે બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાન વચ્ચે વર્લ્ડ કપ 2023ની ત્રીજી મેચ રમાનાર છે. બંને ટીમના બેટ્સમેનોની સ્પિનરો સામે કઠિન કસોટી થશે. બંને ટીમો પાસે સારા સ્પિનરો છે. અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશની ટીમો…

આજે બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાન વચ્ચે વર્લ્ડ કપ 2023ની ત્રીજી મેચ રમાનાર છે. બંને ટીમના બેટ્સમેનોની સ્પિનરો સામે કઠિન કસોટી થશે. બંને ટીમો પાસે સારા સ્પિનરો છે. અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશની ટીમો વનડેમાં 15 વખત આમને-સામને આવી ચુકી છે. જેમાંથી બાંગ્લાદેશે 9 અને અફઘાનિસ્તાને 6 જીત મેળવી છે. આજે બે મેચ રમાવાની છે. પ્રથમ મેચ બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાન વચ્ચે સવારે 10:30 વાગ્યાથી અને બીજી મેચ દક્ષિણ આફ્રિકા અને શ્રીલંકા વચ્ચે બપોરે 2 વાગ્યાથી રમાશે.

 

હાલમાં, શાકિબ અલ હસન 8 ઓલરાઉન્ડરોની યાદીમાં સામેલ છે જેમણે વર્લ્ડ કપમાં 1000+ રન બનાવ્યા છે અને 10+ વિકેટ લીધી છે. અહીં તે ચોથા સ્થાને છે. આ 8 ઓલરાઉન્ડરોમાં શાકિબના નામે સૌથી વધુ વિકેટ છે. તેણે વર્લ્ડ કપમાં અત્યાર સુધી 34 વિકેટ ઝડપી છે. રનના મામલામાં તે આ ઓલરાઉન્ડરોમાં ચોથા સ્થાને છે. તેના નામે 1146 રન છે. તે આ યાદીમાં ટોચ પર રહેલા ક્રિસ ગેલથી માત્ર 40 રન પાછળ છે.

 

શાકિબની વર્લ્ડ કપ કારકિર્દી
શાકિબ અલ હસને વર્ષ 2007માં વર્લ્ડ કપમાં ડેબ્યૂ કર્યું હતું. આ વખતે તે પોતાનો 5મો વર્લ્ડ કપ રમી રહ્યો છે. અત્યાર સુધી શાકિબે ચાર વર્લ્ડ કપમાં કુલ 29 મેચ રમી છે. આ મેચોમાં શાકિબે 45.84ની બેટિંગ એવરેજથી 1146 રન બનાવ્યા છે. તેણે વર્લ્ડ કપમાં બે સદી પણ ફટકારી છે. શાકિબે વર્લ્ડ કપ 2019માં 600થી વધુ રન બનાવ્યા હતા. સાથે જ શાકિબ બોલિંગના મામલે પણ ઘણો પ્રભાવશાળી રહ્યો છે. તેણે વર્લ્ડ કપમાં 35.94ની બોલિંગ એવરેજથી 34 વિકેટ લીધી છે.

 

બાંગ્લાદેશ સંભવિત ટીમ

શાકિબ અલ હસન (C), તન્જીદ તમીમ, લિટન દાસ (wkt), નઝમુલ હુસૈન શાંતો, તૌહીદ હૃદોય, મુશફિકુર રહીમ, મહમુદુલ્લાહ, મેહદી હસન મિરાજ, તસ્કીન અહેમદ, હસન મહમૂદ, શોરીફુલ ઈસ્લામ

અફઘાનિસ્તાન

હશમતુલ્લાહ શાહિદી (C), રહેમાનુલ્લા ગુરબાઝ, ઈબ્રાહિમ ઝાદરાન, રહમત શાહ, નજીબુલ્લાહ ઝાદરાન, મોહમ્મદ નબી, રાશિદ ખાન, અઝમતુલ્લા ઉમરઝઈ, મુજીબ-ઉર-રહેમાન, ફઝલહક ફારૂકી, નવીન-ઉલ-હક

આ  પણ  વાંચો –આજે દિલ્હીમાં દક્ષિણ આફ્રિકા અને શ્રીલંકા વચ્ચે મેચ,જાણો સંભવિત ખેલાડીઓ

 

 

Whatsapp share
facebook twitter