+

India-Italy History: એ 6 ભારતીય શૂરવીરો જેણી જર્મનીના અત્યારમાંથી Italy ને આઝાદી અપાવી

India-Italy History: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશની કમાન સંભાળી છે. તો વડાપ્રધાન મોદીએ શરુઆતી કાર્યભાલમાં આંતરરાષ્ટ્રીય સ્તરે Italy મુલાકાત લીધી છે. જોકે હાલમાં, Italy ની અંદર G7 Summit નું આયોજન કરવામાં…

India-Italy History: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશની કમાન સંભાળી છે. તો વડાપ્રધાન મોદીએ શરુઆતી કાર્યભાલમાં આંતરરાષ્ટ્રીય સ્તરે Italy મુલાકાત લીધી છે. જોકે હાલમાં, Italy ની અંદર G7 Summit નું આયોજન કરવામાં આવ્યું છે. જોકે ભારતએ G7 Summit નો ભાગ નથી. પરંતુ વૈશ્વિક મુદ્દામાં ભારતની વિચારણા આગવી ભૂમિકા ભજવે છે. તે ઉપરાંત વડાપ્રધાન મોદીને G7 Summit માં આઉટરીચ સેશન માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું.

  • Italy એ ભારતીય સેનામાં યુવાનોની ભરતી કરી

  • સિપાહીઓની ઉંમર માત્ર 16 થી 18 વર્ષની વચ્ચે

  • 6 ભારતીય સૈનિકોના નામ નીચે જણાવેલા

તો Italy નો ભારત સાથે ભૂતકાળથી એક ગાઢ અને અનોખો સંબંધ છે. કારણ કે… બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન 50 હજારથી વધુ Indian Soldiers એ નાઝી જર્મનોથી ઇટલીને આઝાદ કરવામાં મદદ કરી હતી. એવું કહી શકાય કે ઇટલીને નાઝી જર્મનોથી આઝાદ કરાવવા માટે ભારતીયોએ પણ લોહી વહાવ્યું છે. તે સમયે Italy એ ભારતીય સેનામાં યુવાનોની ભરતી કરી હતી. જેથી તેઓ યુદ્ધમાં દુશ્મનોનો બહાદુરીથી સામનો કરી શકે.

સિપાહીઓની ઉંમર માત્ર 16 થી 18 વર્ષની વચ્ચે

આ જ સમયગાળા દરમિયાન કોન્સ્ટેબલ Kamal Ram ની પણ ભરતી કરવામાં આવી હતી. Italy ને આઝાદ કરવા માટે 4,8 અને 10 ની ઈન્ફૈન્ટ્રી તૈનાત કરવામાં આવી હતી. તો 8 ની પંજાબ રેજિમેન્ટમાં સિપાહી Kamal Ram નો સમાવેશ કરવામાં આવ્યો હતો. અને પંજાબ રેજિમેન્ટને Kamal Ram ના નેતૃત્વમાં સીરિયાના મારફતે Italy પહોંચાડવામાં આવી હતી. જોકે પંજાબ રેજિમેન્ટમાં હિન્દુ, મુસ્લિમ અને પંજાબના સૈનિકા દ્વારા કાફલો તૈયાર કરવામાં આવ્યો હતો. તે ઉપરાંત આ તમામ સિપાહીઓની ઉંમર માત્ર 16 થી 18 વર્ષની વચ્ચે હતી.

દુશ્મનના વિસ્તારમાં ઘૂસી ગયા અને જર્મન સૈનિકને મારી નાખ્યા

12 મે 1944 ના રોજ Kamal Ram ની રેજિમેન્ટે મુસ્તાવ લાઇન પર હુમલો કર્યો અને ગારી નદી પાર કરવાનો પ્રયાસ કર્યો. આ સમય દરમિયાન જર્મન સૈનિકોએ તેમને જોયા અને ચાર મશીનગન વડે તેમને ઘેરી લીધા. હવે દુશ્મનની આ ચોકી કબજે કરવી જરૂરી હતી, તેથી કંપની કમાન્ડરે અન્ય સૈનિકોને જમણી બાજુથી દુશ્મન મોરચો કબજે કરવા કહ્યું. તે પછી Kamal Ram કાંટાવાળા તાર પાર કરીને દુશ્મનના વિસ્તારમાં ઘૂસી ગયા અને જર્મન સૈનિકને મારી નાખ્યા.

6 ભારતીય સૈનિકોના નામ નીચે જણાવેલા

તે દરમિયાન જર્મનો સામે લડનારા 6 Indian Soldiers ને Italy માં વિક્ટોરિયા ક્રોસ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા હતા. તમને જણાવી દઈએ કે વિક્ટોરિયા ક્રોસ બ્રિટનમાં સૈનિકોને આપવામાં આવતું સૌથી મોટું સન્માન છે. તે 6 Indian Soldiers માં કોન્સ્ટેબલ Kamal Ram પણ સામેલ હતા.

  • નાઈક ​​યશવંત ઘડગે – ત્રીજી બટાલિયન, 5 મી મરાઠા લાઇટ ઇન્ફન્ટ્રી
  • સિપાહી અલી હૈદર – 6ઠ્ઠી રોયલ બટાલિયન, 13 મી ફ્રન્ટિયર ફોર્સ રાઈફલ્સ
  • સિપાહી નામદેવ જાધવ- પ્રથમ બટાલિયન, 5મી મરાઠા લાઇટ ઇન્ફન્ટ્રી
  • સિપાહી Kamal Ram – ત્રીજી બટાલિયન, 8મી પંજાબ રેજિમેન્ટ
  • રાઈફલમેન થમન ગુરુંગ- પ્રથમલી બટાલિયન, 5મી રોયલ ગુરખા રાઈફલ્સ
  • રાઈફલમેન શેર બહાદુર થાપા- પ્રથમલી બટાલિયન, 9 ગોરખા રાઈફલ્સ
Whatsapp share
facebook twitter