+

High Alert In Punjab: ખેડૂત આંદોલનને લઈ હરિયાણાના 7 જિલ્લામાં 3 દિવસ માટે ઈન્ટરનેટ સેવા બંધ

High Alert In Punjab: હરિયાણા સરકારે 11 ફેબ્રુઆરીથી રાજ્યના સાત જિલ્લામાં ત્રણ દિવસ માટે Internet સેવાઓ બંધ કરવાનો નિર્ણય લીધો છે. આ તમામ જિલ્લાઓ Punjab ની સરહદને અડીને આવેલા છે.…

High Alert In Punjab: હરિયાણા સરકારે 11 ફેબ્રુઆરીથી રાજ્યના સાત જિલ્લામાં ત્રણ દિવસ માટે Internet સેવાઓ બંધ કરવાનો નિર્ણય લીધો છે. આ તમામ જિલ્લાઓ Punjab ની સરહદને અડીને આવેલા છે.

  • 13 ફેબ્રુઆરી રાતે 12 કલાક સુધી Internet સેવા બંધ
  • જાહેર દુકાનો ખુલ્લી રાખવામાં આવશે
  • ટ્રાફિક એડવાઈઝરી પણ જારી કરી છે

13 ફેબ્રુઆરી રાતે 12 કલાક સુધી Internet સેવા બંધ

રાજ્યના ગૃહ સચિવ ટીવીએસએન પ્રસાદે શનિવારે સાંજે જારી કરેલા આદેશમાં જણાવ્યું છે કે ખેડૂતોની દિલ્હી તરફ કૂચને ધ્યાનમાં રાખીને રાજ્યના અંબાલા, કુરુક્ષેત્ર, કૈથલ, જીંદ, હિસાર, ફતેહાબાદ અને સિરસા જિલ્લામાં 11 ફેબ્રુઆરીએ સવારે 6 વાગ્યાથી 13 ફેબ્રુઆરી સુધી Internet સેવાઓ 12 કલાક સુધી બંધ રહેશે.

High Alert In Punjab

High Alert In Punjab

જાહેર દુકાનો ખુલ્લી રાખવામાં આવશે

આદેશ અનુસાર WhatApp, Facebook, X વગેરે દ્વારા મેસેજ મોકલી શકાશે નહીં. સામાન્ય લોકોની સુવિધાને ધ્યાનમાં રાખીને, આ સમયગાળા દરમિયાન વ્યક્તિગત સંદેશા મોકલવા, Phone Recharge, Banking SMS, Voice Calls, બ્રોડબેન્ડ દ્વારા ઇન્ટરનેટ સેવા, કોર્પોરેટ અને સ્થાનિક લાઇન્સ સરળતાથી ચાલુ રહેશે.

ટ્રાફિક એડવાઈઝરી પણ જારી કરી છે

ખેડૂતોના સંગઠનો દ્વારા 13 ફેબ્રુઆરીએ દિલ્હી આંદોલન કરવા માટે આપવામાં આવેલા કોલને ધ્યાનમાં રાખીને હરિયાણા પોલીસે મુસાફરોની સુવિધા માટે સાવચેતીના પગલા તરીકે Traffic Advisory પણ જારી કરી છે. હરિયાણાથી પંજાબ સુધીના તમામ મુખ્ય માર્ગો પર વાહનવ્યવહાર ખોરવાઈ જવાની શક્યતા છે. તેથી સામાન્ય જનતાને તાત્કાલિક સંજોગોમાં જ પંજાબ જવાની અપીલ કરવામાં આવી છે.

આ પણ વાંચો: Gujarat PSI Suspende: અયોગ્ય રીતે રજા લેતા રાજ્યમાં 5 PSI સસ્પેન્ડ કરવામાં આવ્યા

Whatsapp share
facebook twitter