+

Ayodhya: રામમંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લઈ કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય

Ayodhya: અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા (Ram Mandir Pran Pratishtha) અંગે કેન્દ્ર સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં કેન્દ્ર સરકારે તમામ ઓફિસો અડધો દિવસ માટે ખુલ્લી રહેશે તેવી…

Ayodhya: અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા (Ram Mandir Pran Pratishtha) અંગે કેન્દ્ર સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં કેન્દ્ર સરકારે તમામ ઓફિસો અડધો દિવસ માટે ખુલ્લી રહેશે તેવી જાહેરાત કરતો પરિપત્ર આપ્યા છે. આ માટે 22 જાન્યુઆરીએ રજા અડધો દિવસ રહેશે.

 

 

કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે કહ્યું કે અયોધ્યામાં રામલ્લાના અભિષેકને ધ્યાનમાં રાખીને 22 જાન્યુઆરીએ કેન્દ્ર સરકારના તમામ કાર્યાલય અડધા દિવસ માટે બંધ રહેશે. તેમણે કહ્યું કે, કેન્દ્ર સરકારની કચેરીઓમાં 22 જાન્યુઆરીએ અડધા દિવસની રજાનો નિર્ણય લોકોમાં ભારે ઉત્સાહને જોતા લેવામાં આવ્યો છે.

 

કયા રાજ્યોએ રજા જાહેર કરી છે?
રામ લલ્લાના અભિષેક સમારોહને ધ્યાનમાં રાખીને ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, ગોવા, હરિયાણા અને છત્તીસગઢમાં જાહેર રજા જાહેર કરવામાં આવી છે. આ સિવાય બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયા (BCI) એ પણ CJI DY ચંદ્રચુડને પત્ર લખીને 22 જાન્યુઆરીએ દેશભરની તમામ કોર્ટમાં રજા જાહેર કરવાની વિનંતી કરી છે. PM  મોદીએ મંદિરના ઉદ્ઘાટનની તૈયારીઓને લઈને તમામ મંત્રીઓ પાસેથી ફીડબેક લીધા છે. મંત્રીઓને દિવાળીની જેમ ઉજવણી કરવાનું કહેવામાં આવ્યું છે. તેમને 22 જાન્યુઆરીએ તેમના ઘરમાં દીવા પ્રગટાવવા અને ગરીબોને ભોજન આપવાનું કહેવામાં આવ્યું છે. એવું પણ કહેવામાં આવ્યું છે કે 22 જાન્યુઆરી પછી તેમના સંસદીય ક્ષેત્રના લોકોને ટ્રેનમાં અયોધ્યા લઈ  જવામાં  આવશે.

 

ધાર્મિક વિધિઓનો ક્રમનો  પ્રારંભ 

આ ધાર્મિક વિધિ 22 જાન્યુઆરી સુધી ચાલશે. મંગળવારે વિધિની પ્રક્રિયા શરૂ થઈ હતી જે બુધવારે સરયુ નદીના કિનારે કલશની પૂજા સાથે ચાલુ રહી હતી. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના સભ્ય અનિલ મિશ્રા, તેમની પત્ની અને અન્યોએ સરયુ નદીના કિનારે ‘કલશ પૂજન’ કર્યું હતું. આ પહેલા રામ મંદિરના મુખ્ય પૂજારી સત્યેન્દ્ર દાસે કહ્યું હતું કે ધાર્મિક વિધિઓ શરૂ થઈ ગઈ છે અને 22 જાન્યુઆરી સુધી ચાલશે. 11 પૂજારીઓ તમામ દેવી-દેવતાઓને આહ્વાન કરતી ધાર્મિક વિધિઓ કરી રહ્યા છે.

 

 

રામલલાની મૂર્તિ ગર્ભગૃહમાં લાવવામાં આવી

ઉલ્લેખનીય છે કે બુધવારે રાત્રે રામલલાની મૂર્તિને રામ મંદિરના ગર્ભગૃહમાં આગમન  થયું  હતું . મૂર્તિને અંદર લાવતા પહેલા, ગર્ભગૃહમાં વિશેષ પૂજા કરવામાં આવી હતી. મિશ્રાએ કહ્યું કે ગુરુવારે ગર્ભગૃહમાં મૂર્તિની સ્થાપના કરવામાં આવે તેવી શક્યતા છે. મૂર્તિને ટ્રકમાં મંદિરમાં લાવવામાં આવી હતી. રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ 22 જાન્યુઆરીએ બપોરે 12:20 વાગ્યે શરૂ થશે અને બપોરે 1 વાગ્યે સમાપ્ત થવાની ધારણા છે.

આ  પણ  વાંચો  Postage Stamp: પીએમ મોદીએ જાહેર કરી રામ મંદિરની ટપાલ ટિકિટ, કહ્યું કે આ…

Whatsapp share
facebook twitter