+

Rajkot : ગાયની અડફેટથી યુવાનનું મોત, કોર્પોરેશનને 14 લાખ વળતર ચૂકવવા આદેશ

Rajkot : રાજ્યમાં અનેક નાગરિકો રખડતા ઢોરની અડફેટમાં આવવાથી મૃત્યુને ભેટી ચૂક્યાં છે. રખડતી ગાયથી મૃત્યુ પામનારના પરિવારને 13.70 લાખ રૂપિયાનું વળતર (Compensation) ચૂકવવા રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન (Rajkot Municipal Corporation)…

Rajkot : રાજ્યમાં અનેક નાગરિકો રખડતા ઢોરની અડફેટમાં આવવાથી મૃત્યુને ભેટી ચૂક્યાં છે. રખડતી ગાયથી મૃત્યુ પામનારના પરિવારને 13.70 લાખ રૂપિયાનું વળતર (Compensation) ચૂકવવા રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન (Rajkot Municipal Corporation) ને અદાલતે આદેશ કર્યો છે. Gujarat માં આ પ્રથમ ઘટના હશે કે, તંત્રએ વળતર ચૂકવવું પડશે. અત્રે નોંધનીય છે કે, રખડતા ઢોરથી મૃત્યુ પામવાના કેસમાં અમદાવાદ, રાજકોટ (Rajkot) સહિત રાજ્યભરમાં તંત્ર સામે ભૂતકાળમાં ફરિયાદો નોંધાઈ ચૂકી છે.

શું છે સમગ્ર મામલો ?

ઑગસ્ટ-2018માં Rajkot માં રહેતા અને ખાનગી કંપનીમાં ફરજ બજાવતા સિક્યોરિટી ગાર્ડ મુકેશ રાઠોડ બાઈક લઈને નોકરી જતાં હતાં. સવારના સમયે રસ્તામાં રખડતી એક ગાય બાઈક સાથે ટકરાતા મુકેશભાઈને ગંભીર ઇજાઓ થઈ હતી. સારવાર દરમિયાન તેમનું થોડીક જ મિનિટોમાં હોસ્પિટલના બિછાને મોત થયું હતું.

મૃતક સામે પોલીસે FIR નોંધી હતી

રખડતી ગાય ટકરાવાથી થયેલા અકસ્માતના કેસમાં Rajkot ની થોરાળા પોલીસે (Thorala Police) મૃતક મુકેશ રાઠોડ સામે FIR નોંધી હતી. પોલીસે નોંધેલી ફરિયાદમાં આરોપ લગાવાયો હતો કે, મુકેશ રાઠોડે બેદરકારીપૂર્વક વાહન હંકારતા તેમનું મોત નિપજ્યું. ગાય માલિક સામે કાર્યવાહી કરવાના બદલે પોલીસે મૃતક સામે જ ફરિયાદ નોંધી દીધી હતી.

મૃતકના પત્ની અને વકીલની અદાલતમાં રજૂઆત

મૃતક મુકેશ રાઠોડના પત્ની મીનાબહેને દલીલ કરી હતી કે, રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન, પોલીસ અને કલેક્ટર ઓફિસની બેદરકારીથી તેમના પતિનું મોત નિપજ્યું છે. આ ઘટના માટે મ્યુનિસિપલ કોર્પોરેશન જવાબદાર હોવા છતાં પોલીસે મૃતક સામે FIR નોંધી દીધી હતી. ફરિયાદીના વકીલ કે. બી. રાઠોડે બંધારણની કલમ 21 હેઠળ વ્યક્તિને જીવનનો અધિકાર મળે છે. વડી અદાલતોના કેટલાંક ચુકાદા ટાંકીને રજૂઆત કરી હતી કે, નાગરિકના જાનમાલના રક્ષણની જવાબદારી તંત્રની છે. જ્યારે તંત્ર રક્ષણ કરવામાં નિષ્ફળ જાય તો તેણે વળતર ચૂકવવું પડે.

RMC ને વળતર ચૂકવવા કોર્ટનો આદેશ

મીનાબહેન રાઠોડે 15 લાખનું વળતર મેળવવા Rajkot ની સિવિલ કોર્ટ (Civil Court) ના દ્વાર ખખડાવ્યા હતાં. સિનિયર સિવિલ જજ આઈ. એમ. શેખે (Senior Civil Judge I M Shaikh) દલીલ-રજૂઆતો સાંભળ્યા બાદ રાઠોડના પરિવારને વળતર ચૂકવવા આદેશ કર્યો છે. શેખે આદેશ આપતા કહ્યું છે કે, આ કેસ દાખલ થયો ત્યારથી રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનને 6 ટકાના દરે વ્યાજ પણ ચૂકવવાનું રહેશે. મૃતકની ઉંમર, આવક અને તેમના પર આશ્રિત લોકોના આધારે વળતરની રકમ નક્કી કરવામાં આવી હતી.

AMC ને 2 લાખ વળતર ચૂકવવાનો હતો HCનો  આદેશ

વર્ષ 2022માં અમદાવાદ (Ahmedabad) ના નરોડામાં રખડતા ઢોરે ભાવિન પટેલ નામના યુવાનનો ભોગ લીધો હતો. આ મામલે યોગ્ય કાર્યવાહી કરવા તેમજ મૃતકના પરિવારને 2 લાખનું વળતર ચૂકવવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (Ahmedabad Municipal Corporation) ને ગુજરાત હાઈકોર્ટે (Gujarat High Court) આદેશ કર્યો હતો. જો કે, આ મામલે મૃતકના પરિવારે યોગ્ય વળતર આપવાની માગ કરી હતી.

આ પણ વાંચો : CR Patil : આવતીકાલે ક્ષત્રિય સમાજની સંકલન સમિતિ સાથે ભાજપના ક્ષત્રિય આગેવાનોની બેઠક

આ પણ વાંચો : Gujarat : રાજ્યમાં ક્ષત્રિય સમાજનો ઠેર ઠેર વિરોધ

આ પણ વાંચો : Sabarkantha : લોકસભા ચૂંટણી પૂર્વે સૌથી મોટું ઘમાસાણ, સાબરકાંઠામાં ભાજપના ઉમેદવારનો વિરોધ યથાવત…

Whatsapp share
facebook twitter