VADODARA : વડોદરા (VADODARA) પાસે વાઘોડિયા પોલીસ મથકમાં યુનિવર્સલ બંગ્લોઝ (હોમ્સ) સાઇટના કોન્ટ્રાક્ટર, બિલ્ડર અને દેખરેખ કરનારા પર શ્રમિકે ફરિયાદ નોંધાવી છે. સાઇટ પાસેથી વિજ લાઇન જતી હોવા છતાં તેમની જોડે જોખમરૂપ કામગીરી કરાવવામાં આવતા એકનું મોત નિપજ્યું હતું. જે અંગે ત્રણ સામે ફરિયાદ નોંધાઇ છે.
છાતીના ભાગ સુધી દાઝી ગયો
વાઘોડિયા પોલસીસ મથકમાં રાદુ કરસનભાઇ મુનિયા (ઉં. 40) (રહે. જાબુઆ, મધ્યપ્રદેશ) એ નોંધાવેલી ફરિયાદ અનુસાર, તે કડીયાકામ કરે છે. 21, મે ના રોજ તેઓ વતન એમપીમાં હાજર હતા. દરમિાયન 9 વાગ્યે તેમને ભાઇ જે જગ્યાએ કામ કરતો હતો ત્યાંથી શ્રમિકનો ફોન આવ્યો હતો. અને જણાવ્યું કે, નાનાભાઈ નાહટીયો મકાન પર સેન્ટીંગ પાટીયા કાઢવાનું કામ કરતો હતો. તે વખતે મકાન પરથી પસાર થતી વિજ લાઇનના તારનો કરંટ લાગતા તે પડી ગયો હતો. બાદમાં તેને સારવા માટે લઇ જવામાં આવ્યો હતો. બાદમાં તેઓ વડોદરા સરકારી દવાખાને આવી પહોંચ્યા હતા. દરમિયાન નાનોભાઇ નાહટીયો સારવાર માટે દાખલ હતો. તેને માથામાં કરંટ લાગતા તે છાતીના ભાગ સુધી દાઝી ગયો હતો.
સારવાર દરમિયાન મૃત્યુ થયું
તેવામાં તેના પત્ની દિપાને પુછતા તેણે જણાવ્યું કે, ગોરજ નજીક નવી બનતી સાઇટ પર મજુરી કોન્ટ્રાક્ટર ફેજલભાઇના નીચે કામ કરતા હતા. મકાનોની દેખરેખ બિલ્ડર દિપક દેસાઇ રાખતા હતા. અને સોસાયટીના મેઇન બિલ્ડર મહેશભાઇ દેસાઇ છે. તેઓ અવાર-નવાર આવતા રહેતા હતા. 21, મે ના રોજ તેઓ (પતિ) મકાન પર લાગેલા લેન્ટર ભરવા માટે લાકડા અને પાટીયા ઉતારવા માટે લોખંડની પરાઇ લઇને ચઢ્યા હતા. અને ઉપરથી ત્રણ તાર વાળી લાઇટની લાઇન જતી હતી, નીતે તેઓ પાટીયુ કાઢવાનું કામ કરી રહ્યા હતા. તે વખતે માથાનો ભાગ અને લોખંડની પરાઇ તારને અડી જતા તેઓ બેભાન થઇને નીચે પડ્યા હતા. બાદમાં શેઠને ફોન કરતા 108 એમ્બ્યુલન્સ મોકલી આપવામાં આઅવી હતી. જ્યાં નાહટીયા ભાઇને સરકારી દવાખાને લઇ જવામાં આવ્યા હતા. બાદમાં આ અંગે વાઘોડિયા પોલીસ મથકમાં જાણ કરવામાં આવી હતી. બાદમાં હોસ્પિટલમાં સારવાર દરમિયાન નાહટીયાભાઇનું મૃત્યુ થયું હતું. પોસ્ટમોર્ટમ કર્યા બાદ મૃતદેહની અંતિમ વિધી વતનમાં કરવામાં આવી હતી.
છતાં કામ કરાવતા હતા
વતનમાં મૃતકની પત્ની દિપાએ જણાવ્યું કે, અમે મજુરી કામ કરતા હોય ત્યાં કોન્ટ્રાક્ટર ફેજલભાઇ (રહે. વડોદરા), બિલ્ડર મહેશભાઇ દામજીભાઇ દેસાઇ (રહે. સુરત) અને સાઇટ પર દેખરેખ કરનારા બિલ્ડરના સગા ભાઇ દિપકભાઇ દામજીભાઇ દેસાઇ (રહે. વડોદરા) નાઓને મકાન પરથી લાઇટના થાંભલાની લાઇન નિકળે છે. અને તેના પર કરંટ લાગે તેમ હોવા છતાં અમારી પાસે કામ કરાવતા હતા. જેના કારણે પતિનું કરંટ લાગતા મોત નિપજ્યું હતું. તેઓ ભણેલા-ગણેલા ન હોવાના કારણે કોઇ કાર્યવાહી કરી ન્હતી.
હેવી વિજ લાઇન પસાર થતી હતી
બાદમાં આ વાતની જાણ સમાજના આગેવેનો અને સરચંપને કરવામાં આવતા યુનિવર્સલ બંગ્લોઝ (હોમ્સ) (Universal Homes) ના કોન્ટ્રાક્ટર ફેજલભાઇ (રહે. વડોદરા), બિલ્ડર મહેશભાઇ દામજીભાઇ દેસાઇ (રહે. સુરત) અને સાઇટ પર દેખરેખ કરનારા બિલ્ડરના સગા ભાઇ દિપકભાઇ દામજીભાઇ દેસાઇ (રહે. વડોદરા) સામે વાઘોડિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. સુત્રોના જણાવ્યા અનુસાર, એમજીવીસીએલની હેવી લાઇન ગોરજ જ્યોતિગ્રામની વિજ લાઇન અહિંયાથી પસાર થઇ રહી છે.
આ પણ વાંચો — VADODARA : છેવાડાની સોસાયટીમાં ચડ્ડી-બનિયાનધારી ગેંગની દહેશત