+

VADODARA : 50 વિવિધ કાર્યક્રમો થકી મતદાર જાગૃતિ અભિયાન હાથ ધરાશે

VADODARA : ભારતના ચૂંટણી પંચ (ELECTION COMMISSION OF INDIA) ની માર્ગદર્શિકા અનુસાર વડોદરા શહેર જિલ્લામાં લોકસભા (LOKSABHA 2024) સામાન્ય ચૂંટણીમાં જિલ્લા ચૂંટણી અધિકારી બિજલ શાહના માર્ગદર્શન હેઠળ મહતમ મતદાન થકી…

VADODARA : ભારતના ચૂંટણી પંચ (ELECTION COMMISSION OF INDIA) ની માર્ગદર્શિકા અનુસાર વડોદરા શહેર જિલ્લામાં લોકસભા (LOKSABHA 2024) સામાન્ય ચૂંટણીમાં જિલ્લા ચૂંટણી અધિકારી બિજલ શાહના માર્ગદર્શન હેઠળ મહતમ મતદાન થકી લોકશાહીને વધુ મજબૂત બનાવવા ટીમ સ્વીપ દ્વારા તા.૦૧.૦૪.૨૦૨૪ થી તા. ૦૪.૦૫.૨૦૨૪ સુધી કુલ ૩૪ દિવસમાં ૫૦ થી વધુ નવીનતમ મતદાર જાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ૫૦ થી વધુ સંસ્થાઓ જોડાઈને સહિયારો પ્રયાસો કરી વધુને વધુ મતદાન થાય તે માટે સ્વીપ એકટીવિટીને વધુ વેગવંતી બનાવવામાં આવશે.

સંકલનના તમામ અધિકારીઓની ઉપસ્થિતિમાં લોન્ચિગ

મતદાર જાગૃતિ માટે ટીમ સ્વિપ દ્વારા ૫૦ થી વધુ પ્રવૃત્તિઓના પ્લાનરનું કલેકટર કચેરી ખાતે જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી બી.એ.શાહ,નિવાસી અધિક કલેકટર ડો.બી.એસ.પ્રજાપતિ, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી વિવેક ટાંક,સ્વીપના નોડલ રાકેશ વ્યાસ,મહેશ પાંડે,કૉ ઓર્ડિનેટર ડો.સુધીર જોશી,એ.આર.ઓ અને સંકલનના તમામ અધિકારીઓની ઉપસ્થિતિમાં લોન્ચિગ કરવામાં આવ્યું હતું.

સ્લોગન રેલી સિવાય કોલેજ કક્ષાએ સેમિનાર ટોક શો કરાશે

આ પ્રવૃતિઓમાં મુખ્યત્વે શાળા કક્ષાએ ક્વીઝ, વકતૃત્વ,રંગોળી, ચિત્ર,પોસ્ટર,સ્લોગન રેલી સિવાય કોલેજ કક્ષાએ સેમિનાર ટોક શો, ડાઈલોગ શો, ગૃપ ડિસ્કશન, વિડીયો મેકિંગ સહિતની પ્રવૃતિઓનું આયોજન તેમજ PWD વોટર્સ માટે રંગોળી,વિવિધ રમતગમત સ્પર્ધા,સાઇન લેંગ્વેજ અપીલ સહિત સક્ષમ એપ અંગે જાણકારી આપવાનું આયોજન કરવામાં આવ્યું છે.

અનેકવિધ રચનાત્મક કાર્યક્રમોનું આયોજન

થર્ડ જેન્ડર મતદારોમાં જાગૃતિના કાર્યક્રમો સહિત સ્ટેન્ડી,પોસ્ટર,હોર્ડીંગ, બેનર વિવિધ જગ્યાઓ પર લગાવી પ્રચાર પ્રસાર કરવામાં આવશે. રિક્ષા, સાઇકલ રેલી દ્વારા પ્રચાર તેમજ વોટેથોન, રમતગમત સ્પર્ધા, રેડિયો FM લાઈવ ઇવેન્ટ તથા અનેકવિધ રચનાત્મક કાર્યક્રમો સહિતનું આ દિવસો દરમ્યાન આયોજન કરવામાં આવ્યું છે. ટીમ સ્વીપ વડોદરા તમામ મતદારોને લોકશાહીના આ મહાપર્વમાં ઉત્સાહપૂર્વક ભાગ લઈ મહતમ મતદાન કરવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે.

શાળાઓના છાત્રોના છ લાખ જેટલા વાલીઓએ મતદાન કરવાના સંકલ્પ લીધા

જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી મહેશ પાંડેએ જણાવ્યું કે, વડોદરા જિલ્લાની સરકારી પ્રાથિમક શાળામાં ૧.૨૦ લાખ બાળકો અભ્યાસ કરે છે. આ બાળકો મારફત મતદાન કરવાના સંકલ્પપત્રો ભરાવવા માટે જિલ્લા ચૂંટણી અધિકારી બિજલ શાહે સૂચના આપી હતી. તેથી પ્રાથમિક શાળાઓમાં સંકલ્પત્રોનું વિતરણ કરવામાં આવ્યું હતું. અત્યાર સુધીમાં પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા ૧.૧૦ લાખ, માધ્યમિક શાળામાં ૧.૩૦ લાખ તથા શાસનાધિકારી કચેરી હેઠળની શાળામાં ૪૦ હજાર સંકલ્પપત્રો ભરાવવામાં આવ્યા છે. એક સંકલ્પ પત્રમાં છાત્રાના માતાપિતાના સંકલ્પને ગણવામાં આવે તો પણ છએક લાખ લોકોએ સંકલ્પ લીધાનું કહી શકાય છે.

આ પણ વાંચો — VADODARA : નર્મદા ભુવનના જનસેવા કેન્દ્રની વ્યથા, “મેં પાની પાની હો ગયા”

Whatsapp share
facebook twitter