+

VADODARA : VMC માં ખાલી પડેલી જગ્યા નહી ભરાય તો સામુહિક રાજીનામાની ચીમકી

VADODARA : વડોદરા મહાનગર પાલિકા (VADODARA – VMC) માં 12 મહત્વની ખાલી પડેલી જગ્યાઓ ભરવામાં પાલિકાને રસ ન હોય તેવું લાગી રહ્યું છે. જેના કારણે અન્ય કર્મીઓ પર કામનું ભારણ…

VADODARA : વડોદરા મહાનગર પાલિકા (VADODARA – VMC) માં 12 મહત્વની ખાલી પડેલી જગ્યાઓ ભરવામાં પાલિકાને રસ ન હોય તેવું લાગી રહ્યું છે. જેના કારણે અન્ય કર્મીઓ પર કામનું ભારણ વધી રહ્યું છે. ત્યારે હવે આ સ્થિતી સામે પાલિકાના એન્જિનીયરો લડી લેવાના મુડમાં હોય તેમ લાગી રહ્યું છે. પાલિકાના એન્જિનીયર દ્વારા ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરને ઉદ્દેશીને પત્ર લખવામાં આવ્યો છે. જેમાં ચીમકી આપતા સ્પષ્ટ જણાવ્યું છે કે, જો વહેલી તકે ખાલી પડેલી જગ્યાઓ ભરવામાં નહી આવે તો 16 ઓગષ્ટથી એન્જિનીયરો સ્વૈચ્છીક રાજીનામા ધરી દેશે. આ કામગીરી પૂર્ણ કરવા માટે પાલિકા પાસે દોઢ મહીના જેટલો સમય છે. હવે આગળ શું થાય છે તેના પર સૌ કોઇની નજર રહેશે.

12 જગ્યાઓ ભરવામાં પાલિકાને રસ નથી

વડોદરા પાલિકામાં અનેક મહત્વના હોદ્દાઓ વહીવટ હવાલાના અધિકારી મારફતે ચલાવવો પડે તેવી સ્થિતી છે. આ વાતથી કોઇ અજાણ નથી. તો બીજી તરફ ખાલી પડેલી મહત્વની 12 જગ્યાઓ ભરવામાં પાલિકાને રસ નથી તેવું જણાઇ આવે છે. જેને લઇને પાલિકાના એન્જિનીયરો પર કામનું ભારણ વધ્યું છે. કામનું ભારણ લાંબા સમયથી વેઠતા આવતા એન્જિનીયરોનો સબરનો બાંધ હવે તુટ્યો છે. તાજેતરમાં એન્જિનીયરો દ્વારા ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખીને ખાલી પડેલી 12 જગ્યાઓ ભરવા માટે રજૂઆત કરવામાં આવી છે. જો વહેલી તકે ભરતી નહી થાય તો સ્વૈચ્છીક રાજીનામાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. જેને લઇને ઉચ્ચ અધિકારીઓમાં સોંપો પડી જવા પામ્યો છે.

એન્જિનીયરો સ્વૈચ્છીક રાજીનામા ધરી દેશે

વહેલી તકે ખાલી પડેલી જગ્યાએ નહી ભરાય તો 15 ઓગષ્ટથી 16 જેટલા એન્જિનીયરો સ્વૈચ્છીક રાજીનામા ધરી દેશે તેવું પત્રમાં જણાવાયું છે. જેને લઇને હવે પાલિકામાં ભરતીનો સળવળાટ જોવા મળે તો નવાઇ નહી. હવે આટલી મોટી ચીમકી બાદ આગળ શું થાય છે તે જોવું રહ્યું.

આ પણ વાંચો — VADODARA : આરોપીને લાવવા પૈસા પડાવ્યા, PSI ની ગજબ હિંમત

Whatsapp share
facebook twitter