+

VADODARA : લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતા ફૂડ આઉટલેટ સામે પાલિકા તંત્ર સખ્ત

VADODARA : વડોદરા (VADODARA) માં લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા ફૂડ આઉટલેટ સામે પાલિકા તંત્ર (VMC) દ્વારા કડક હાથે કાર્યવાહી કરવામાં આવી રહી હોવાનું સામે આવ્યું છે. તાજેતરમાં ભાયલી અને…

VADODARA : વડોદરા (VADODARA) માં લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા ફૂડ આઉટલેટ સામે પાલિકા તંત્ર (VMC) દ્વારા કડક હાથે કાર્યવાહી કરવામાં આવી રહી હોવાનું સામે આવ્યું છે. તાજેતરમાં ભાયલી અને બરાનપુરામાં ખાદ્ય પદાર્થોમાંથી જીવાત નિકળવાની ઘટના સામે આવી હતી. જે બાદ ફૂટ આઉટલેટને નોટીસ પાઠવવામાં આવી હોવાનું પાલિકા સુત્રો જણાવી રહ્યા છે. સાથે જ ઉનાળાના સમયે નોન પેકેજ્ડ વોટરની ભારે માંગ રહેતા સપ્લાયર્સને ત્યાં વ્યાપક ઇન્સ્પેક્શનની કામગીરી હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.

આકસ્મિક ચેકીંગ હાથ ધર્યું

પાલિકા સુત્રોના જણાવ્યા અનુસાર, ફૂડ સેફ્ટી ઓફિસરોની વિવિધ ટીમો દ્વારા શહેરના કારેલીબાગ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ, આનંદ નગર, કિશનવાડી, વાઘોડિયા રોડ, ચાણક્યપૂરી, સમા, વેમાલી ગામ, અભિલાષા ચાર રસ્તા પર આવેલા 15 જેટલા નોન પેકેજ્ડ ડ્રિંકીંગ વોટર સપ્લાયર્સને ત્યાં આકસ્મિક ચેકીંગ હાથ ધર્યું હતું. જે પૈકી ત્રણ યુનિટોને સ્વચ્છતા અંગેની શિડ્યુલ – 4 ની નોટીસ ફટકારવામાં આવી છે. તેમજ આરઓ સિસ્ટમને રેકોર્ડ મેઇન્ટેન રાખવા તથા દર મહિને લેબોરેટરી ટેસ્ટ કરાવવા માટે સુચના આપવામાં આવી છે.

સંચાલકોને શિડ્યુલ – 4 ની નોટીસ

આ સાથે જ તાજેતરમાં વડોદરાના ભાયલી વિસ્તારમાં આવેલી વોક ઓન ફાયર રેસ્ટોરેન્ટના ફૂડમાંથી જીવાત નિકળી હોવાનો વિડીયો સામે આવ્યો હતો. સાથે જ અન્ય બરાનપુરા વિસ્તારમાં આવેલી નામદેવ ફરસાણ નામની દુકાનમાં પણ ખાદ્ય પદાર્થમાંથી જીવાત નિકળવા અંગેની ફરિયાદ મળી હતી. ઉપરોક્ત બંને કિસ્સામાં પાલિકા તંત્ર દ્વારા સ્થળ પર ઇન્સ્પેક્શનની કામગીરી કરવામાં આવી છે. સાથે જ બંનેના સંચાલકોને શિડ્યુલ – 4 ની નોટીસ પણ ફટકારવામાં આવી છે.

પાલિકાની કામગીરીની લોકોમાં ભારે પ્રશંસા

અત્રે નોંધનીય છે કે, પાલિકા તંત્ર દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીને પગલે લોકોના સ્વાસ્થ્યને અવગણીને માત્ર પૈસા કમાવવા પર ધ્યાન કેન્દ્રિત કરતા ફૂડ આઉટ લેટના સંચાલકોની ઉંધ હરામ થઇ છે. તો બીજી તરફ પાલિકાની કામગીરીની લોકોમાં ભારે પ્રશંસા થઇ રહી છે. અને આ કામગીરી આગામી સમયમાં પણ વધુ તેજ ગતિથી ચાલતી રહે તેવી માંગ કરી લોકો કરી રહ્યા છે.

આ પણ વાંચો — VADODARA : મતદાન જાગૃતિ મહાઅભિયાનમાં જોડાયા 11 હજાર કર્મીઓ

Whatsapp share
facebook twitter